Thursday, October 29, 2026
HomeGujaratAhmedabadભારતમાં પ્રથમ વખત બુલેટ ટ્રેન સ્ટેશનની નીચેથી પસાર થશે ભારતીય રેલવેની ટ્રેનો,...

ભારતમાં પ્રથમ વખત બુલેટ ટ્રેન સ્ટેશનની નીચેથી પસાર થશે ભારતીય રેલવેની ટ્રેનો, અમદાવાદ રેલવે સ્ટેશન પર નવા પ્લેટફોર્મ તૈયાર

Date:

Related stories

ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા 01 નવેમ્બર 2026ના...

અમદાવાદ, 29 ઓક્ટોબર 2026: ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ...

યાર્ડ રિમોડેલિંગ અને આધુનિક રેલવે માળખાકીય સુવિધાઓથી અમદાવાદનું રેલવે...

અમદાવાદ રેલવે સ્ટેશન પશ્ચિમ રેલવેના મુખ્ય રેલવે સ્ટેશનોમાંનું એક...

અમદાવાદ–કાંકરિયા ડેપો વચ્ચે પાંચમી રેલવે લાઇનથી વધશે પરિચાલન ક્ષમતા.

અમદાવાદ રેલવે સ્ટેશન અને કાંકરિયા ડેપો વચ્ચે પાંચમી રેલવે...

ચાંદખેડા રોડ રેલવે સ્ટેશન પર મુસાફરોને મળી મોટી ભેટ,...

દૈનિક મુસાફરો, ઔદ્યોગિક કર્મચારીઓ તેમજ બહુચરાજી માતાનાં દર્શન કરવા...

Jio Platforms શેરબજારમાં પ્રતિ શેર ₹1,358 ના પ્રીમિયમ સાથે...

Jio ₹12.5 લાખ કરોડના માર્કેટ કેપિટલાઇઝેશન (બજાર મૂડીકરણ) સાથે...

ઇકો-ઉદ્યોગસાહસિકતાની નવી લહેર: ગ્રામીણ ઉદ્યોગસાહસિકોની નવી પેઢીને ઈડીઆઈઆઈનો સહયોગ

બેંગલુરુ, 27 ઑક્ટોબર, 2026: ભારતની ગ્રામીણ મહિલાઓ પાસે મૂલ્યવાન...

બુલેટ ટ્રેન સ્ટેશનની નીચેથી રેલ પરિચાલનની ઐતિહાસિક પહેલ, અમદાવાદ, 29 ઑક્ટોબર, 2026:અમદાવાદ રેલવે સ્ટેશન પર ચાલી રહેલા પુનર્વિકાસનાં કામો અંતર્ગત આધુનિક અને અત્યાધુનિક રેલવે માળખાકીય સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. આ પરિયોજનાની મુખ્ય વિશેષતા એ છે કે ભારતીય રેલવેમાં પ્રથમ વખત બુલેટ ટ્રેન સ્ટેશનની નીચેથી પરંપરાગત ટ્રેનોના પરિચાલનની વ્યવસ્થા વિકસાવવામાં આવી રહી છે.

અમદાવાદ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 10 ને હાઈસ્પીડ રેલ પરિયોજનાનાં નિર્માણનાં કામોને કારણે જુલાઈ 2022થી બંધ કરવામાં આવ્યું હતું. હવે નવી બ્રોડગેજ લાઇનો અને સંબંધિત પ્લેટફોર્મની માળખાકીય સુવિધાઓનું નિર્માણ પૂર્ણ થવાથી પ્લેટફોર્મ નંબર 10, 11 અને 12 પર ફરીથી રેલ પરિચાલન શરૂ કરવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પ્રગતિ થઈ છે. રેલવે સંરક્ષા કમિશનર પાસેથી જરૂરી સુરક્ષા મંજૂરી મળ્યા બાદ તથા નિર્ધારિત તકનીકી અને પરિચાલન સંબંધિત ઔપચારિકતાઓ પૂર્ણ થયા પછી આ પ્લેટફોર્મ પરથી પેસેન્જર ટ્રેનોનું પરિચાલન શરૂ કરી શકાશે. તેનાથી અમદાવાદ રેલવે સ્ટેશનની પરિચાલન ક્ષમતામાં વધારો થશે અને મુસાફરોને વધુ સારી રેલવે સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં મદદ મળશે. પશ્ચિમ રેલવેનો અમદાવાદ મંડળ રેલવે માળખાકીય સુવિધાઓના આધુનિકીકરણ, પરિચાલન ક્ષમતાના વિસ્તરણ તથા મુસાફરોને વધુ સારી રેલવે સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની દિશામાં સતત મહત્ત્વપૂર્ણ પગલાં લઈ રહ્યો છે. આ જ ક્રમમાં અમદાવાદ રેલવે સ્ટેશનના વ્યાપક પુનર્વિકાસ અને યાર્ડ રિમોડેલિંગનાં કામો અંતર્ગત એક મહત્ત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. સ્ટેશન પર નવનિર્મિત બ્રોડગેજ લાઇન નંબર 16, 17 અને 18, જે પ્લેટફોર્મ નંબર 10, 11 અને 12 સાથે સંબંધિત છે, તેનું રેલવે સંરક્ષા કમિશનર (CRS), પશ્ચિમ સર્કલ, મુંબઈ દ્વારા સુરક્ષા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.આ મહત્ત્વપૂર્ણ નિરીક્ષણની સાથે જ અસારવા રેલવે સ્ટેશન અને સાબરમતી ‘એ’ કેબિન વચ્ચે નવનિર્મિત બ્રોડગેજ બાયપાસ લાઇન (Y-કનેક્ટિવિટી)નું પણ રેલવે સંરક્ષા કમિશનર દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પરિયોજનાઓથી અમદાવાદ વિસ્તારની રેલ પરિચાલન વ્યવસ્થા વધુ મજબૂત બનશે તથા ભવિષ્યમાં ટ્રેનોના સુચારુ સંચાલનની ક્ષમતામાં વધારો થશે.આ ઉપરાંત અમદાવાદ રેલવે સ્ટેશન અને કાંકરિયા ડેપો વચ્ચે પાંચમી રેલવે લાઇનનો વિકાસ પણ વિસ્તારની રેલ પરિચાલન ક્ષમતા વધારવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પહેલ છે. તેનાથી રેલવે ટ્રાફિકના વધુ સારા વ્યવસ્થાપન, ટ્રેનોની સુચારુ અવરજવર તથા ઉપલબ્ધ રેલવે માળખાકીય સુવિધાઓના વધુ અસરકારક ઉપયોગમાં મદદ મળશે.નિરીક્ષણ દરમિયાન રેલવે સંરક્ષા કમિશનર, પશ્ચિમ સર્કલ, મુંબઈના શ્રી ઈ. શ્રીનિવાસ, અમદાવાદ મંડળના મંડળ રેલવે પ્રબંધક શ્રી વેદ પ્રકાશ, મુખ્ય વહીવટી અધિકારી (નિર્માણ) શ્રી પ્રદીપ ગુપ્તા સહિત રેલવેના નિર્માણ અને ઓપન લાઇન વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ ઐતિહાસિક સિદ્ધિ અંગે અમદાવાદ મંડળના મંડળ રેલવે પ્રબંધક શ્રી વેદ પ્રકાશે જણાવ્યું હતું કે, “અમદાવાદ રેલવે સ્ટેશન પર બુલેટ ટ્રેન સ્ટેશનની નીચેથી ભારતીય રેલવેની ટ્રેનોના પરિચાલન માટે નવાં પ્લેટફોર્મ અને બ્રોડગેજ રેલવે લાઇનોનું બાંધકામ પૂર્ણ થવું એ ભારતીય રેલવેના આધુનિકીકરણની દિશામાં એક ઐતિહાસિક સિદ્ધિ છે.દેશમાં પ્રથમ વખત મુંબઈ–અમદાવાદ હાઈસ્પીડ રેલ પરિયોજના અંતર્ગત વિકસાવવામાં આવેલા અમદાવાદ બુલેટ ટ્રેન સ્ટેશનની નીચે ભારતીય રેલવેની પરંપરાગત ટ્રેનોના પરિચાલન માટે પ્લેટફોર્મ નંબર 10, 11 અને 12 તથા સંબંધિત રેલવે માળખાકીય સુવિધાઓ વિકસાવવામાં આવી છે. આ આધુનિક રેલવે એન્જિનિયરિંગ અને વિવિધ રેલવે પ્રણાલીઓ વચ્ચેના તકનીકી સમન્વયનું એક અનોખું ઉદાહરણ છે.આવનારા સમયમાં આ પ્લેટફોર્મ પરથી એક્સપ્રેસ ટ્રેનો, વંદે ભારત એક્સપ્રેસ તથા લોકલ પેસેન્જર ટ્રેનોનું પરિચાલન કરી શકાશે. તેનાથી અમદાવાદ રેલવે સ્ટેશનની પરિચાલન ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે તથા મુસાફરોને વધુ સુવિધાજનક અને સરળ રેલવે સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં મદદ મળશે.નવનિર્મિત પ્લેટફોર્મ નંબર 10, 11 અને 12 તથા સંબંધિત બ્રોડગેજ રેલવે લાઇનોનું રેલવે સંરક્ષા કમિશનર (CRS) દ્વારા નિરીક્ષણ પૂર્ણ થઈ ચૂક્યું છે. જરૂરી સુરક્ષા મંજૂરી અને નિર્ધારિત ઔપચારિકતાઓ પૂર્ણ થયા બાદ આ પ્લેટફોર્મ પરથી પેસેન્જર ટ્રેનોનું પરિચાલન શરૂ કરી શકાશે.અમદાવાદ રેલવે સ્ટેશન પર બુલેટ ટ્રેન સ્ટેશનની નીચેથી ભારતીય રેલવેની ટ્રેનોના પરિચાલનની આ વ્યવસ્થા માત્ર એક તકનીકી સિદ્ધિ નથી, પરંતુ ભારતીય રેલવેની ભવિષ્યની આધુનિક, સુરક્ષિત અને સંકલિત રેલ પરિવહન વ્યવસ્થા તરફનું એક મહત્ત્વપૂર્ણ પગલું છે. આ પરિયોજના આધુનિક ભારતના બદલાતા રેલવે માળખાકીય વિકાસ અને ભવિષ્યની પરિવહન જરૂરિયાતોને અનુરૂપ રેલવેની વિકાસયાત્રા દર્શાવે છે.”

ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા 01 નવેમ્બર 2026ના...

અમદાવાદ, 29 ઓક્ટોબર 2026: ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ...

યાર્ડ રિમોડેલિંગ અને આધુનિક રેલવે માળખાકીય સુવિધાઓથી અમદાવાદનું રેલવે...

અમદાવાદ રેલવે સ્ટેશન પશ્ચિમ રેલવેના મુખ્ય રેલવે સ્ટેશનોમાંનું એક...

અમદાવાદ–કાંકરિયા ડેપો વચ્ચે પાંચમી રેલવે લાઇનથી વધશે પરિચાલન ક્ષમતા.

અમદાવાદ રેલવે સ્ટેશન અને કાંકરિયા ડેપો વચ્ચે પાંચમી રેલવે...

ચાંદખેડા રોડ રેલવે સ્ટેશન પર મુસાફરોને મળી મોટી ભેટ,...

દૈનિક મુસાફરો, ઔદ્યોગિક કર્મચારીઓ તેમજ બહુચરાજી માતાનાં દર્શન કરવા...

Jio Platforms શેરબજારમાં પ્રતિ શેર ₹1,358 ના પ્રીમિયમ સાથે...

Jio ₹12.5 લાખ કરોડના માર્કેટ કેપિટલાઇઝેશન (બજાર મૂડીકરણ) સાથે...

ઇકો-ઉદ્યોગસાહસિકતાની નવી લહેર: ગ્રામીણ ઉદ્યોગસાહસિકોની નવી પેઢીને ઈડીઆઈઆઈનો સહયોગ

બેંગલુરુ, 27 ઑક્ટોબર, 2026: ભારતની ગ્રામીણ મહિલાઓ પાસે મૂલ્યવાન...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here