Thursday, October 29, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદ–કાંકરિયા ડેપો વચ્ચે પાંચમી રેલવે લાઇનથી વધશે પરિચાલન ક્ષમતા.

અમદાવાદ–કાંકરિયા ડેપો વચ્ચે પાંચમી રેલવે લાઇનથી વધશે પરિચાલન ક્ષમતા.

Date:

Related stories

ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા 01 નવેમ્બર 2026ના...

અમદાવાદ, 29 ઓક્ટોબર 2026: ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ...

યાર્ડ રિમોડેલિંગ અને આધુનિક રેલવે માળખાકીય સુવિધાઓથી અમદાવાદનું રેલવે...

અમદાવાદ રેલવે સ્ટેશન પશ્ચિમ રેલવેના મુખ્ય રેલવે સ્ટેશનોમાંનું એક...

ભારતમાં પ્રથમ વખત બુલેટ ટ્રેન સ્ટેશનની નીચેથી પસાર થશે...

બુલેટ ટ્રેન સ્ટેશનની નીચેથી રેલ પરિચાલનની ઐતિહાસિક પહેલ, અમદાવાદ,...

ચાંદખેડા રોડ રેલવે સ્ટેશન પર મુસાફરોને મળી મોટી ભેટ,...

દૈનિક મુસાફરો, ઔદ્યોગિક કર્મચારીઓ તેમજ બહુચરાજી માતાનાં દર્શન કરવા...

Jio Platforms શેરબજારમાં પ્રતિ શેર ₹1,358 ના પ્રીમિયમ સાથે...

Jio ₹12.5 લાખ કરોડના માર્કેટ કેપિટલાઇઝેશન (બજાર મૂડીકરણ) સાથે...

ઇકો-ઉદ્યોગસાહસિકતાની નવી લહેર: ગ્રામીણ ઉદ્યોગસાહસિકોની નવી પેઢીને ઈડીઆઈઆઈનો સહયોગ

બેંગલુરુ, 27 ઑક્ટોબર, 2026: ભારતની ગ્રામીણ મહિલાઓ પાસે મૂલ્યવાન...

અમદાવાદ રેલવે સ્ટેશન અને કાંકરિયા ડેપો વચ્ચે પાંચમી રેલવે લાઇનનો વિકાસ અમદાવાદ વિસ્તારના રેલવે નેટવર્કને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે.
આ વધારાની રેલવે લાઇનથી રેલ પરિચાલન માટે ઉપલબ્ધ માળખાકીય સુવિધાઓનો વિસ્તાર થશે. સાથે જ ટ્રેનોની અવરજવરનું વધુ સારું વ્યવસ્થાપન, પરિચાલન સંબંધિત અવરોધો ઘટાડવા તથા રેલવે ટ્રાફિકને વધુ વ્યવસ્થિત બનાવવામાં મદદ મળવાની અપેક્ષા છે.

અમદાવાદ રેલવે સ્ટેશન અને કાંકરિયા ડેપો વચ્ચે પાંચમી રેલવે લાઇનનો વિકાસ અમદાવાદ વિસ્તારના રેલવે નેટવર્કને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે.અમદાવાદ રેલવે સ્ટેશન પર યાર્ડ રિમોડેલિંગ અને વધારાની રેલવે લાઇનોનો વિકાસ ભવિષ્યમાં વધતી રેલવે ટ્રાફિકની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યો છે.અસારવા–સાબરમતી બાયપાસ લાઇન (Y-કનેક્ટિવિટી)થી મજબૂત બનશે રેલવે નેટવર્કઅમદાવાદ વિસ્તારમાં રેલવે કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવવાના હેતુથી અસારવા રેલવે સ્ટેશન અને સાબરમતી ‘એ’ કેબિન વચ્ચે નવી બ્રોડગેજ બાયપાસ (Y-કનેક્ટિવિટી) લાઇનનું બાંધકામ કરવામાં આવ્યું છે.આ નવી લાઇન દ્વારા રેલવે નેટવર્કમાં વધારાની કનેક્ટિવિટી ઉપલબ્ધ થશે, જેનાથી વિવિધ રેલવે માર્ગો વચ્ચે ટ્રેનોના સંચાલનનું આયોજન કરવા તથા રેલવે ટ્રાફિકના વધુ સારા વ્યવસ્થાપનમાં મદદ મળશે.આ પરિયોજના અમદાવાદ વિસ્તારમાં ઉપલબ્ધ રેલવે માળખાકીય સુવિધાઓનો મહત્તમ અને અસરકારક ઉપયોગ સુનિશ્ચિત કરવાની દિશામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.મીટરગેજના ઐતિહાસિક વારસાથી આધુનિક બ્રોડગેજ નેટવર્ક સુધી, અમદાવાદ રેલવે સ્ટેશનનો રેલવે ઇતિહાસ અત્યંત સમૃદ્ધ રહ્યો છે. વર્ષ 2017 પહેલાં સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 11 અને 12 પરથી મીટરગેજ ટ્રેનોનું પરિચાલન કરવામાં આવતું હતું.તે સમયે અમદાવાદ–હિંમતનગર મીટરગેજ રેલખંડ પર અમદાવાદ–ઉદયપુર ફાસ્ટ પેસેન્જર, અમદાવાદ–ખેડબ્રહ્મા પેસેન્જર, અમદાવાદ–હિંમતનગર પેસેન્જર, અમદાવાદ–નાંદોલ–દહેગામ પેસેન્જર તથા અમદાવાદ–ઉદયપુર એક્સપ્રેસ સહિત કુલ 8 જોડી પેસેન્જર સેવાઓનું સંચાલન થતું હતું. આ ઉપરાંત અમદાવાદ–મહેસાણા પેસેન્જર, અમદાવાદ–બોટાદ પેસેન્જર, અમદાવાદ–રાણુજ પેસેન્જર તથા અમદાવાદ–મહેસાણા એક્સપ્રેસ સહિત અન્ય 5 જોડી પેસેન્જર રેલવે સેવાઓ પણ સંચાલિત થતી હતી.આ રેલવે સેવાઓએ અમદાવાદને આસપાસનાં શહેરો, નગરો અને ગ્રામીણ વિસ્તારો સાથે જોડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. સમય જતાં ગેજ પરિવર્તન, રેલવે નેટવર્કના વિસ્તરણ અને આધુનિક રેલવે માળખાકીય સુવિધાઓના વિકાસથી અમદાવાદ સ્ટેશનની પરિચાલન વ્યવસ્થામાં વ્યાપક પરિવર્તન આવ્યું છે.હવે નવનિર્મિત બ્રોડગેજ લાઇનો, આધુનિક પ્લેટફોર્મની માળખાકીય સુવિધાઓ તથા બુલેટ ટ્રેન પરિયોજના સાથે વિકસાવવામાં આવી રહેલી રેલવે સુવિધાઓ અમદાવાદ રેલવે સ્ટેશનની વિકાસયાત્રામાં એક નવો અધ્યાય ઉમેરશે.

ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા 01 નવેમ્બર 2026ના...

અમદાવાદ, 29 ઓક્ટોબર 2026: ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ...

યાર્ડ રિમોડેલિંગ અને આધુનિક રેલવે માળખાકીય સુવિધાઓથી અમદાવાદનું રેલવે...

અમદાવાદ રેલવે સ્ટેશન પશ્ચિમ રેલવેના મુખ્ય રેલવે સ્ટેશનોમાંનું એક...

ભારતમાં પ્રથમ વખત બુલેટ ટ્રેન સ્ટેશનની નીચેથી પસાર થશે...

બુલેટ ટ્રેન સ્ટેશનની નીચેથી રેલ પરિચાલનની ઐતિહાસિક પહેલ, અમદાવાદ,...

ચાંદખેડા રોડ રેલવે સ્ટેશન પર મુસાફરોને મળી મોટી ભેટ,...

દૈનિક મુસાફરો, ઔદ્યોગિક કર્મચારીઓ તેમજ બહુચરાજી માતાનાં દર્શન કરવા...

Jio Platforms શેરબજારમાં પ્રતિ શેર ₹1,358 ના પ્રીમિયમ સાથે...

Jio ₹12.5 લાખ કરોડના માર્કેટ કેપિટલાઇઝેશન (બજાર મૂડીકરણ) સાથે...

ઇકો-ઉદ્યોગસાહસિકતાની નવી લહેર: ગ્રામીણ ઉદ્યોગસાહસિકોની નવી પેઢીને ઈડીઆઈઆઈનો સહયોગ

બેંગલુરુ, 27 ઑક્ટોબર, 2026: ભારતની ગ્રામીણ મહિલાઓ પાસે મૂલ્યવાન...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here