Sunday, August 16, 2026
HomeGujaratગિફ્ટ સિટીએ એન્વાયર્મેન્ટલ મેનેજમેન્ટ માટે ISO 14001 સર્ટિફિકેશન મેળવ્યું

ગિફ્ટ સિટીએ એન્વાયર્મેન્ટલ મેનેજમેન્ટ માટે ISO 14001 સર્ટિફિકેશન મેળવ્યું

Date:

Related stories

સ્વતંત્રતા દિવસના સુવિચારો

હર્ષ લિમ્બાચિયા:“સ્વતંત્રતા દિવસ હંમેશા આપણને સ્વતંત્રતા, એકતા અને વિવિધતાની...

મૃત્યુંજય મંત્રનો જાપ ભોગ અને દેહ આસક્તિ છોડાવી મૃત્યુ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવ પુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી...

અમદાવાદના લલિત પટેલે બેંગકોકમાં વર્લ્ડ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ત્રણ...

અમદાવાદ: એક મહત્વપૂર્ણ સિદ્ધિમાં, અમદાવાદ સ્થિત એથ્લીટ લલિત પટેલે...

ભારતીય મહિલાઓની નાણાકીય સફરના દરેક મહત્વપૂર્ણ તબક્કામાં મદદ કરવા...

ઓગસ્ટ, 2026 : આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સે મહિલાઓ માટે...

સનશાઇન પિક્ચર્સ લિમિટેડનો આઈપીઓ મંગળવાર, 18 ઓગસ્ટ, 2026ના રોજ...

• પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેર...

ભારતના મીડ-કેપ ક્ષેત્રમાં લાંબા ગાળાની વૃદ્ધિની સંભાવના શા માટે...

ભારતીય ઇક્વિટી બજારો 2026 દરમિયાન અત્યાર સુધી સ્થિર રહ્યા...

ભારતની પહેલી ઓપરેશનલ સ્માર્ટ સિટી અને પ્રથમ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીઝ સેન્ટર (આઇએફએસસી) એવી ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટીને (ગિફ્ટ સિટી) તેની એન્વાયર્મેન્ટલ મેનેજમેન્ટ સિસ્ટમ (ઇએમએસ) માટે સર્ટિફિકેશન આપવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતાપ્રાપ્ત સંસ્થા બ્યૂરો વેરિટાસ દ્વારા આપવામાં આવેલું આ સર્ટિફિકેશન ટકાઉ શહેરી વિકાસ અને પર્યાવરણીય જવાબદારી પ્રત્યે ગિફ્ટ સિટીની પ્રતિબદ્ધતા દર્શાવે છે.ISO 14001 સર્ટિફિકેશન એ સંસ્થાઓ માટે વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત બેન્ચમાર્ક છે જે તેમની કામગીરીમાં પર્યાવરણીય રીતે જવાબદાર પ્રથાઓને એકીકૃત કરે છે. આ સિદ્ધિ આયોજન, બાંધકામ, કામગીરીઓ અને જાળવણીની બાબતે પર્યાવરણીય હાજરી ઘટાડવા માટે ગિફ્ટ સિટીનો પદ્ધતિસરનો અભિગમ દર્શાવે છે. આ સાથે ગિફ્ટ સિટી એક ફાઇનાન્શિયલ હબ તરીકે એક શિરસ્તો સ્થાપે છે જે વ્યવસાય વૃદ્ધિને પ્રોત્સાહન આપવાની સાથે ટકાઉપણાને પ્રાથમિકતા આપે છે.ગિફ્ટ સિટીના એમડી અને ગ્રુપ સીઈઓ શ્રી તપન રેએ જણાવ્યું હતું કે, “ISO 14001 સર્ટિફિકેશન મેળવવું એ ગિફ્ટ સિટીની ભવિષ્ય માટે તૈયાર ફાઇનાન્સ અને ટેકનોલોજી હબ બનાવવાની પ્રતિબદ્ધતાને દર્શાવે છે જેમાં ટકાઉપણું તેના કેન્દ્રમાં છે. અમારી કામગીરીમાં વૈશ્વિક પર્યાવરણીય ધોરણોને સમાવિષ્ટ કરીને અમે ન કેવળ અનુપાલન સુનિશ્ચિત કરી રહ્યા છીએ પરંતુ આંતરરાષ્ટ્રીય એન્વાયર્મેન્ટલ, સોશિયલ એન્ડ ગવર્નન્સ (ઇએસજી) લક્ષ્યાંકો સાથે સુસંગત હોય તેવી જવાબદાર વૃદ્ધિ પણ આગળ ધપાવી રહ્યા છીએ.”ભારતના પ્રથમ ઓપરેશનલ સ્માર્ટ સિટી તરીકે ગિફ્ટ સિટીએ ડિસ્ટ્રિક્ટ કૂલિંગ સિસ્ટમ, ઓટોમેટેડ વેસ્ટ કલેક્શન અને યુટિલિટી ટનલ જેવી પર્યાવરણને અનુકૂળ નવીનતાઓનો સમાવેશ કર્યો છે. આ એવી સુવિધાઓ છે જેણે ભારતમાં ટકાઉ શહેરી વિકાસ માટે નવા ધોરણો સ્થાપિત કર્યા છે. આ નવીનતાઓ ગિફ્ટ સિટીને પર્યાવરણીય જવાબદારીઓ સાથે વ્યવસાય વિસ્તરણને સંતુલિત કરવામાં મદદ કરે છે.ગિફ્ટ સિટી વૈશ્વિક નાણાંકીય સંસ્થાઓ, ફિનટેક કંપનીઓ અને મલ્ટીનેશનલ કંપનીઓ માટે પસંદગીના સ્થળ તરીકે વેગ પકડી રહી છે. ISO 14001 સર્ટિફિકેશન રોકાણકારોના વિશ્વાસમાં હજુ વધારો કરશે, પર્યાવરણ પ્રત્યે સભાન વ્યવસાયોને આકર્ષશે અને વિશ્વ કક્ષાના નાણાંકીય કેન્દ્ર તરીકે તેની પ્રતિષ્ઠાને મજબૂત બનાવશે તેવી અપેક્ષા છે.ભારત સરકાર ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટકાઉ શહેરી વિકાસ પર વધુને વધુ ભાર આપી રહી છે ત્યારે ગિફ્ટ સિટીની સિદ્ધિ ભારતના બિઝનેસ ઇકોસિસ્ટમમાં ઇએસજી સિદ્ધાંતોને એકીકૃત કરવાના વ્યાપક વલણને દર્શાવે છે. આ સર્ટિફિકેશન વૈશ્વિક સ્તરે ટકાઉ નાણાંકીય કેન્દ્ર માટે બેન્ચમાર્ક તરીકે પોતાને સ્થાન આપવાના ગિફ્ટ સિટીના પ્રયાસોમાં વિશ્વસનીયતાનું વધુ એક સ્તર ઉમેરે છે.

સ્વતંત્રતા દિવસના સુવિચારો

હર્ષ લિમ્બાચિયા:“સ્વતંત્રતા દિવસ હંમેશા આપણને સ્વતંત્રતા, એકતા અને વિવિધતાની...

મૃત્યુંજય મંત્રનો જાપ ભોગ અને દેહ આસક્તિ છોડાવી મૃત્યુ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવ પુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી...

અમદાવાદના લલિત પટેલે બેંગકોકમાં વર્લ્ડ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ત્રણ...

અમદાવાદ: એક મહત્વપૂર્ણ સિદ્ધિમાં, અમદાવાદ સ્થિત એથ્લીટ લલિત પટેલે...

ભારતીય મહિલાઓની નાણાકીય સફરના દરેક મહત્વપૂર્ણ તબક્કામાં મદદ કરવા...

ઓગસ્ટ, 2026 : આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સે મહિલાઓ માટે...

સનશાઇન પિક્ચર્સ લિમિટેડનો આઈપીઓ મંગળવાર, 18 ઓગસ્ટ, 2026ના રોજ...

• પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેર...

ભારતના મીડ-કેપ ક્ષેત્રમાં લાંબા ગાળાની વૃદ્ધિની સંભાવના શા માટે...

ભારતીય ઇક્વિટી બજારો 2026 દરમિયાન અત્યાર સુધી સ્થિર રહ્યા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here