Monday, October 5, 2026
HomeGujaratAhmedabadગુજરાત ATS અને કોસ્ટગાર્ડે 350 કરોડનુ 50 કિલો હેરોઈન જપ્ત કર્યુ

ગુજરાત ATS અને કોસ્ટગાર્ડે 350 કરોડનુ 50 કિલો હેરોઈન જપ્ત કર્યુ

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

અમદાવાદ : ગુજરાતમાં ATSની સાથે ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે એક સંયુક્ત ઓપરેશનમાં મોટા પ્રમાણમાં ડ્રગ્સ લઈ જઈ રહેલા પાકિસ્તાની દાણચોરોની ગેંગને પકડી છે. આ દાણચોરો અલ સાકાર નામની બોટથી ભારતમાં ડ્રગ્સ લાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. પોલીસે તેમની પાસેથી 50 કિલો હેરોઈન જપ્ત કર્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત 350 કરોડ જણાવવામાં આવી રહી છે. બોટમાં કુલ 6 ક્રૂ મેમ્બર હતા. પોલીસ દ્વારા તેઓની ધરપકડ કરવામાં આવી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ કાર્યવાહી આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા રેખા (IMBL)નજીક કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ATS અને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડને સુત્રો પાસેથી માહિતી મળી હતી કે, પાકિસ્તાન તરફથી એક બોટમાં ડ્રગ્સનો જંગી જથ્થો ભારતમાં લાવવામાં આવી રહ્યો છે. આ અંગે સંયુક્ત ઓપરેશનનું આયોજન કરીને બંને સંસ્થાઓના કર્મચારીઓએ કાર્યવાહી કરી તેમને પકડી પાડ્યા હતા. બોટને વધુ તપાસ માટે જખૌ ખાતે લઈ જવામાં આવી છે. આ બોટને અરબી સમુદ્ર થઈને ભારત લાવવામાં આવી રહી હતી. જણાવી દઈએ કે, ATS અને આઈસીજીએ છેલ્લા એક વર્ષમાં 6 વખત આવી કાર્યવાહીને અંજામ આપ્યો છે. આ અગાઉ પણ આઈસીજી અને ATSને 13 સપ્ટેમ્બરના રોજ સૂત્રો દ્વારા માહિતી મળી હતી કે, પાકિસ્તાન તરફથી એક બોટ ભારત તરફ આવી રહી છે. ત્યારબાદ તેમણે સંયુક્ત રૂપે કાર્યવાહી કરીને બે બોટોને દેખરેખ માટે મોકલી હતી. જ્યારે બોટ નજર આવી તો તેમણે તેને રોકવા માટે સંકેત આપ્યો અને થોડી જ વારમાં બોટને કબજામાં લેવામાં આવી હતી. તેમાંથી 40 કિલો હેરોઈન જપ્ત કરી લેવામાં આવી હતી. તેની કિંમત આતંરરાષ્ટ્રીય બજારમાં 200 કરોડ રૂપિયા જણાવામાં આવી હતી. આ બોટને પણ આગળની તપાસ માટે જખૌ લઈ જવામાં આવી હતી. 

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here