ગુજરાત બજેટ મોબાઈલ એપ લોન્ચ કરાઈ

0
10
આ બજેટ એપ લોન્ચ કરવામાં આવી હોવાનું જણાવતા નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ગુજરાતના દરેક નાગરિક સુધી બજેટની વિગતો પહોંચાડવાનો આ પ્રથમ પ્રયાસ છે.
આ બજેટ એપ લોન્ચ કરવામાં આવી હોવાનું જણાવતા નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ગુજરાતના દરેક નાગરિક સુધી બજેટની વિગતો પહોંચાડવાનો આ પ્રથમ પ્રયાસ છે.

આ એપમાં બજેટ ઇન બ્રિફ ઉપલબ્ધ થશે. અંદાજપત્રનું આખું પ્રવચન અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં મળી શકશે. અંદાજ પત્ર અંગેના સમાચારો પણ સંક્ષિપ્તમાં મળી રહેશે.

અમદાવાદ : ગુજરાતના અત્યાર સુધીના તમામ બજેટ ઓનલાઈન મળી રહે તે માટેની એક ખાસ ગુજરાત બજેટ મોબાઈલ એપ આજે લોન્ચ કરવામાં આવી છે. અંગ્રેજી અને ગુજરાતી બંને ભાષામાં ગુજરાતના અત્યાર સુધીના તમામ બજેટ મળી રહેશે એવી જાહેરાત આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે કરી હતી.આ સાથે જ ડિજિટલ ગુજરાતના સક્લ્પને સાકાર કરવાની દિશામાં ગુજરાત સરકારે મહત્વનું પગલું લીધું છે. આ એપ એન્ડ્રોઈડ વપરાશકારોને ગૂગલ પ્લે પરથી મળી રહેશે. રાજ્યના નાગરિકો ઉપરાંત વિવિધ સરકારી, અર્ધ સરકારી અને ખાનગી કચેરીઓ, સરકારના વિવિધ વિભાગો તેનો લાભ લઈ શકશે. ગુજરાતના બજેટ અંગેની માહિતી નાગરિકોને સત્વર મળી રહે તે માટે આ બજેટ એપ લોન્ચ કરવામાં આવી હોવાનું જણાવતા નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ગુજરાતના દરેક નાગરિક સુધી બજેટની વિગતો પહોંચાડવાનો આ પ્રથમ પ્રયાસ છે. બજેટ એપને કારણે અંદાજે રૂા. 55 લાખથી વધુ રકમની સ્ટેશનરીને બચત થશે. તેમણે કહ્યું હતું કે ગુજરાત વિધાનસભાના આગામી બજેટ સત્રમાં રજૂ કરવામાં આવનારા કુલ 73 પ્રકાશનોમાંથી અંદાજે 20 ટકા પ્રકાશનોનું જ છાપકામ કરવામાં આવશે. બાકીના પ્રકાશનો ઓનલાઈન જ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ગુજરાત રાજ્યની તમામ કલ્યાણકારી યોજનાઓ અંગેની માહિતી દરેક નાગરિકને આ વ્યવસ્થાને પરિણામે મળતી થઈ જશે. ગુજરાતનું બજેટ આગામી ત્રીજી માર્ચે રજૂ કરવામાં આવશે. આ બજેટની વિગતો આ નવી એપ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે. ગમે તે સ્થળેથી બજેટની વિગતો મેળવી શકાશે. છેવાડાના નાગરિક સુધી બજેટની આ વિગતો પહોંચતી થઈ જશે.