આ વર્ષે ક્લબોમાં ધામધૂમથી નહીં ઉજવાય હોળી-ધૂળેટી

0
72
ગત વરસે પણ કોરોનાના કેસ વધતા કલબોમાં ધુળેટીની ઉજવણી બંધ રહી હતી.સુરતમાં હોળી -ધુળેટીના જાહેર કાર્યક્રમો રદ કરાયા છે
ગત વરસે પણ કોરોનાના કેસ વધતા કલબોમાં ધુળેટીની ઉજવણી બંધ રહી હતી.સુરતમાં હોળી -ધુળેટીના જાહેર કાર્યક્રમો રદ કરાયા છે

અમદાવાદ : કોરોનાના વધતા કેસોની વચ્ચે અમદાવાદથી સૌથી મહત્વના સમાચાર આવી રહ્યા છે. આ વખતે કોરોનાના વધતા કેસની સીધી અસર હોળી ધૂળેટીની ઉજવણી પર પડવાની શરૂ થઇ ચૂકી છે. કોરોનાના કેસનો રાફડો ફાટતા આ વર્ષે ધૂળેટી ધામધૂમથી નહિ ઉજવાય.. શહેરની બે સૌથી મોટી ક્લબ રાજપથ અને કર્ણાવતી કલબે ધુળેટીની ઉજવણી નહી કરવાનો નિર્ણય લીધો છે. કલબ મેમ્બરોને પોતાના ઘરે ધૂળેટી ઉજવવા અપીલ કરી છે. ગત વરસે પણ કોરોનાના કેસ વધતા કલબોમાં ધુળેટીની ઉજવણી બંધ રહી હતી.સુરતમાં હોળી -ધુળેટીના જાહેર કાર્યક્રમો રદ કરાયા છે..પાલિકા કમિશ્નરની અલગ અલગ સમાજના આગેવાનો જોડે બેઠક મળી હતી..આ બેઠકમાં નિર્ણય લેવાયો હતો..સુરતમાં કોરોનાની સ્થિતિ ફરી ગંભીર બનતા નિર્ણય કરાયો…સુરતમાં દર વર્ષે હોળી-ધૂળેટીના મોટી સંખ્યામાં જાહેર કાર્યક્રમો થતા હોય છે.જો કે આ વર્ષે કોરોના મહામારીને કારણે કાર્યક્રમો પર રોક લાગી છે.ગુજરાતમાં કોરોનાના કેસમાં થઇ રહેલા વધારાનો ક્રમ જારી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૭૧૫ નવા કેસ નોંધાયા છે. હાલમાં ૪,૦૦૬ એક્ટિવ કેસ છે જ્યારે ૫૧ દર્દી વેન્ટિલેટર પર છે. આમ, ગુજરાતમાં ૨૫ જાન્યુઆરી બાદ પ્રથમવાર એક્ટિવ કેસનો આંક ૪ હજારને પાર થયો છે.દેશમાં સૌથી વધુ એક્ટિવ કેસ ધરાવતા રાજ્યોમાં ગુજરાત સાતમાં સ્થાને છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ બે વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા હતા. રાજ્યમાં કોરોનાના કુલ કેસ હવે ૨,૭૬,૬૨૨ છે જ્યારે કુલ મરણાંક ૪,૪૨૦ છે.