આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને ભાજપ પાર્લામેન્ટરી બોર્ડનો બીજો દિવસ

0
69
આજે મળનારી બેઠકમાં મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓના નામને લઈને ચર્ચા હાથ ધરાશે.
આજે મળનારી બેઠકમાં મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓના નામને લઈને ચર્ચા હાથ ધરાશે.

ગાંધીનગર : આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને ભાજપ પાર્લામેન્ટરી બોર્ડનો બીજો દિવસ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભવ્ય જીત મેળવ્યા બાદ મનપાના મેયર અને ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓની નિયુક્તિ થઈ ચૂકી છે. ત્યારે હવે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના પ્રમુખ,ઉપપ્રમુખ અને સમિતિઓના પદાધિકારીઓની પસંદગી મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવશે. ભાજપે કુલ 81માંથી 75 નગરપાલિકા, તમામ 31 જિલ્લા પંચાયતો તથા કુલ 231માંથી 196 તાલુકા પંચાયતો જીતી હતી.આજે મળનારી બેઠકમાં મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓના નામને લઈને ચર્ચા હાથ ધરાશે. બેઠકમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલ,મુખ્યમંત્રી વિજય રુપાણી સહિત સંગઠનના પદાધિકારીઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહેશે.