કલેક્ટર અને પોલીસ તંત્રને હું ગજવામાં રાખું છું :ભાજપ MLA મધુ શ્રીવાસ્તવ

0
31
જે કાર્યક્રમમાં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ હાજર હતા તેઓ એ ઉદ્ઘાટન પ્રસંગે કાર્યકરોને સંબોધિત કરવા મધુ શ્રીવાસ્તવ ને માઇક આપવામાં આવ્યું અને જે બાદ બેફામ વાણી વિલાસ શરૂ કર્યો,
જે કાર્યક્રમમાં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ હાજર હતા તેઓ એ ઉદ્ઘાટન પ્રસંગે કાર્યકરોને સંબોધિત કરવા મધુ શ્રીવાસ્તવ ને માઇક આપવામાં આવ્યું અને જે બાદ બેફામ વાણી વિલાસ શરૂ કર્યો,

વડોદરા :વડોદરાના વાઘોડીયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ અવારનવાર તેમના વિવાદાસ્પદ નિવેદન માટે જાણીતા છે. હાલમાં જ પત્રકારને કેમેરા સામે ધમકી આપતા જોવા મળ્યા હતા. તો હવે જાહેરસભામાં પોતાની દબંગાઈ જાહેર કરતા જોવા મળી રહ્યા છે. વારંવાર મધુ શ્રીવાસ્તવ મીડિયાકર્મી અને તંત્રને પણ ધમકી આપતા જોવા મળ્યા છે. પોતે જ સર્વસ્ત્તાધારી હોય એમ માની પોતાની દબંગાઈ બતાવતા રહે છે અને હવે પાછું ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનું વધુ એક વિવાદિત નિવેદન સામે આવ્યું છે. વડોદરા જીલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે પ્રચાર કાર્યક્રમોની શરૂઆત થઈ છે ત્યારે આજે જીલ્લા પંચાયતની સયાજીપુરા બેઠકમાં ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટનનો કાર્યક્રમ હતો. જે કાર્યક્રમમાં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ હાજર હતા તેઓ એ ઉદ્ઘાટન પ્રસંગે કાર્યકરોને સંબોધિત કરવા મધુ શ્રીવાસ્તવ ને માઇક આપવામાં આવ્યું અને જે બાદ બેફામ વાણી વિલાસ શરૂ કર્યો,કાર્યકરો વચ્ચે મધુ શ્રીવાસ્તવ તેમ બોલી ગયા કે “કલેકટર અને પોલીસ તંત્રને હું ગજવામાં રાખું છું.” ઉલ્લેખનીય છે કે હાલમાં જ વડોદરા મનપા ચૂંટણીના ફોર્મ ચકાસણી ના દિવસે જ MLA મધુ શ્રીવાસ્તવે મંતવ્ય ન્યુઝના પત્રકાર અમિત ઠાકોરને જાહેરમાં ઠોકાવી દેવાનીધમકી આપી હતી. જેને લઈને ગુજરાત ભરમાં હોબાળો થયો હતો.બીજી બાજુ મધુ શ્રીવાસ્તવના વિવાદાસ્પદ નિવેદનણે લઇ કોંગ્રેસે પણ સત્તાધારી ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે.  અમિત ચાવડાએ રૂપાણી સરકાર પર નિશાન સાધતા કહ્યું કે રાજ્યના શહેરોમાં ગુંડાઓનું રાજ છે. મધુ શ્રીવાસ્તવના આવા બેફામ નિવેદન છતા ભાજપના નેતાઓ મૌન રહે છે અને આવા નિવેદનોથી અધિકારીઓનું મનોબળ તૂટતું હોય છે.