રાહુલજી ગુજરાત આવે તો નેતાઓને ચિંતા હોય કે કઇ ચિકન સેન્ડવીચ આપવી : હાર્દિક પટેલ

0
10
2015માં ખૂબ ઇમાનદારીથી ખૂબ નિષ્ઠાથી લોકો માટે આંદોલન કર્યુ હતુ
2015માં ખૂબ ઇમાનદારીથી ખૂબ નિષ્ઠાથી લોકો માટે આંદોલન કર્યુ હતુ

અમદાવાદ : કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ હાર્દિક પટેલ આજે અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ કરી છે. હાર્દિકે કોંગ્રેસના તમામ હોદ્દા અને પદ પરથી રાજીનામું આપીને કોંગ્રેસને આખરે અલવિદા કહી દીધું છે. રાજીનામા બાદની આ પ્રેસ કોન્ફરન્સમાં હાર્દિકે કોંગ્રેસ પર સનસનીખેજ આરોપ લગાવ્યા છે.  ચર્ચાઓ તો જોરશોરથી ચાલી રહી હતી કે, હાર્દિક પટેલ કોંગ્રેસનો હાથ છોડીને ભાજપનો કેસરિયો ખેસ કે આપનો ઝાડુ પકડી શકે છે. પરંતુ હાર્દિકે આ અંગે કોઇ વાત કરી નથી.સંબોધનની શરૂઆત કરતા હાર્દિક પટેલે જણાવ્યું કે, કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ પહેલીવાર મીડિયા સામે આવ્યો છું. 2015માં ખૂબ ઇમાનદારીથી ખૂબ નિષ્ઠાથી લોકો માટે આંદોલન કર્યુ હતુ. ત્યારે લોકો માટે અને સરકારની સામે અસંખ્ય યુવાનો માટે કામ કર્યુ છે.કોંગ્રેસમાં જોડાયો ત્યારે મને હતુ કે, જે સપના સાથે હું આવ્યો છું તે લોકની વાત સારી રીતે કરી શકીશ. 2017 અને 2015માં મારા જેવા અનેક યુવાઓએ સાથે મળીને વિપક્ષ હોય તો કાંઇ થઇ શકે તેવા વિશ્વાસ સાથે અમે કોંગ્રેસ માટે કામ કર્યુ હતુ.