અચાનક પૈસાની જરૂર ઉભી થયો તો દેવું વધારવા કરતાં આ વિકલ્પ અપનાવજો,ઉંચા વ્યાજ વિના અનુકૂળરીતે પૈસા મળશે

0
21
ખાનગી બેંકો અને નાણાકીય સંસ્થાઓ ક્રેડિટ કાર્ડ પર લોનની સુવિધા પૂરી પાડે છે. આ માટે ઘણા બધા દસ્તાવેજોની જરૂર નથી. તમે ઘરે બેસીને આ માટે ઓનલાઇન અરજી પણ કરી શકો છો.
ખાનગી બેંકો અને નાણાકીય સંસ્થાઓ ક્રેડિટ કાર્ડ પર લોનની સુવિધા પૂરી પાડે છે. આ માટે ઘણા બધા દસ્તાવેજોની જરૂર નથી. તમે ઘરે બેસીને આ માટે ઓનલાઇન અરજી પણ કરી શકો છો.

કોરોનાકાળમાં  પૈસાની જરૂરિયાતને પહોંચી વળવા માટે આજકાલ ઘણી લોન યોજનાઓ બેંકો અને વિવિધ નાણાકીય સંસ્થાઓ દ્વારા ચલાવવામાં આવી રહી છે. પરંતુ  જો તમે ટૂંકા ગાળાની લોન અથવા પર્સનલ લોન વિશે મૂંઝવણમાં છો, તો તમારા માટે એક સારો વિકલ્પ ક્રેડિટ કાર્ડ (Credit Card) પર લોનનો પણ રહે છે. ક્રેડિટ કાર્ડ દ્વારા તમે જરૂરિયાત સમયે પૈસાની વ્યવસ્થા કરી શકો છો. તે પર્સનલ લોન કરતા થોડું સસ્તું પડે છે.ક્રેડિટ કાર્ડ માત્ર EMI ચૂકવવામાં જ ઉપયોગી નથી પરંતુ અન્ય જરૂરિયાતોને પહોંચી વળવા માટે પણ છે. આજકાલ ઘણી ખાનગી બેંકો અને નાણાકીય સંસ્થાઓ ક્રેડિટ કાર્ડ પર લોનની સુવિધા પૂરી પાડે છે. આ માટે ઘણા બધા દસ્તાવેજોની જરૂર નથી. તમે ઘરે બેસીને આ માટે ઓનલાઇન અરજી પણ કરી શકો છો.ક્રેડિટ કાર્ડથી લોન લેવા માટે બેંક અથવા નાણાકીય કંપની કાર્ડધારકની કેટલીક બાબતોની નોંધ લે છે. આમાં સારી રિપેમેન્ટ હિસ્ટ્રી અને ક્રેડિટ સ્કોર વગેરે ધ્યાને લેવાય છે. સારી ક્રેડિટ પ્રોફાઇલવાળા કાર્ડધારકો સરળતાથી પ્રિ એપ્રુવ્ડ ક્રેડિટ કાર્ડ લોન સુવિધા મેળવી શકે છે.જે લોકો ટૂંકા ગાળાની લોન લેવા માંગતા હોય તેઓ 1 – 2 વર્ષ અથવા થોડા મહિના આ સુવિધાનો લાભ લઈ શકે છે. સારી વાત એ છે કે આ માટે કંઈપણ મોર્ટગેજ કરવાની જરૂર નથી. તમે લોન ભરપાઈ કરવા માટે 3 થી 12 મહિના માટે મેળવી શકો છો. આમાં 10-12 ટકાના વ્યાજના દરને આધારે લોન આપવામાં આવે છે. 21 થી 60 વર્ષની વય જૂથમાં કોઈપણ ટૂંકા ગાળાની પર્સનલ લોન લઈ શકે છે. તે ક્રેડિટ કાર્ડની તુલનામાં લોન ચૂકવવા માટે વધુ સમય મળે છે.દરેક ક્રેડિટ કાર્ડ કંપની અથવા બેંક કાર્ડધારકની ઉપલબ્ધ ક્રેડિટ મર્યાદા અનુસાર લોન પ્રદાન કરે છે પરંતુ કેટલીકવાર તમે મર્યાદા કરતા વધારે લોન લઈ શકો છો. જો કે, તમારે આ માટે વધુ વ્યાજ ચૂકવવું પડી શકે છે.