Monday, August 31, 2026
HomeGujaratAhmedabadનાણાકીય વર્ષ 2024-25માં ઈફકોનું શાનદાર પ્રદર્શન, નેનો ફર્ટીલાઈઝરનું વેચાણ 47 ટકા વધ્યુ

નાણાકીય વર્ષ 2024-25માં ઈફકોનું શાનદાર પ્રદર્શન, નેનો ફર્ટીલાઈઝરનું વેચાણ 47 ટકા વધ્યુ

Date:

Related stories

વંદે ભારતમ્ શોનું લાઇવ પ્રસારણ થશે : ગૌતમ અદાણીનાં...

• શ્રી ગૌતમ અદાણીની રાષ્ટ્રવ્યાપી પહેલ વંદે ભારતમ્ 29...

આ ક્રિસમસ પર રિલીઝ થશે ગુજરાતી ફિલ્મ ‘હું અને...

https://www.instagram.com/sachi_entertainment?igsi=MThxZWJ1dDR5bGw3bA== https://www.instagram.com/monalgajjarfilms?igsi=MWx6ZzZzOXVvbGh5dw== ગુજરાતી સિનેમાપ્રેમીઓ માટે મોટો ધમાકો થવા જઈ રહ્યો છે....

ગ્રીનપ્લાય ગોલ્ડે ‘૧૧ યર્સ ફુલ્લી કવર્ડ+’ પ્લાન સાથે પ્લાયવુડ...

ગ્રીનપ્લાય ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે ગ્રીનપ્લાય ગોલ્ડ માટે ૧૧ વર્ષનો ‘ફુલ્લી...

અરાજેન લાઇફ સાયન્સીસ લિમિટેડે પોતાના IPO માટે સેબીમાં DRHP...

DRHP Link: https://www.axiscapital.co.in/contents/ઍરાજેન%20Life%20Sciences%20Limited-DRHP-1787813102.pdf અગ્રણી કોન્ટ્રાક્ટ રિસર્ચ, ડેવલપમેન્ટ એન્ડ મેનુફેક્ચરિંગ ઓર્ગેનાઇઝેશન...

વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવતી સહકારી સંસ્થા ઈફકોનો નાણાકીય વર્ષ 2024-25માં કરવેરા અગાઉ રૂપિયા 3,811 કરોડનો નફો નોંધાવ્યો છે અને નેનો ફર્ટીલાઈઝર્સના વેચાણમાં 47 ટકાની વૃદ્ધિ દર્શાવી છે. સમીક્ષા હેઠળના નાણાકીય વર્ષ દરમિયાન નેનો-ફર્ટીલાઈઝર્સનું 365.09 લાખ બોટલનું વેચાણ કર્યું છે, જે અગાઉના નાણાકીય વર્ષ (2023-24)માં 248.95 લાખ બોટલનું વેચાણ નોંધાવ્યું હતું. ઈફકોએ નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન રૂપિયા 41,244 કરોડનું ટર્નઓવર નોંધાવ્યું છે. ઈફકોના અધ્યક્ષ શ્રી દિલીપ સાંઘાણીએ મીડિયા સાથે વાતચીત કરતી વખતે કહ્યું કે દેશના સમગ્ર સહકારી ક્ષેત્ર માટે આ ગર્વની વાત છે કે ઈફકોના શાનદાર વિકાસ આંકડા “સહકાર સે સમૃદ્ધિ”ના સપનાને કરી રહેલ છે. તેમણે માહિતી આપી કે સોસાયટીએ સતત ત્રીજા નાણાકીય વર્ષમાં રૂપિયા 3000 કરોડથી વધારે નફો નોંધાવ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે છેલ્લા 23 વર્ષથી સતત ઈફકો તેના સભ્યોને ભરપાઈ થયેલ શેરમૂડી પર 20 ટકા ડિવિડન્ડ આપી રહી છે- જે સમાનતા તથા ટકાઉ વૃદ્ધિ પ્રત્યે તેમી સમર્પણ અને કટિબદ્ધતાની ઉમદા ભાવનાને દર્શાવે છે. કેમિકલ્સ અને ખાતર બાબતોના કેન્દ્રીય મંત્રાલયના સહયોગથી નેનો-ફર્ટીલાઈઝર્સ સોસાયટી માટે ચાવીરૂપ ફોકસ ક્ષેત્ર રહેલ છે, વ્યાપક જાગૃતિ અભિયાન તથા રિસર્ચ એટલે કે સંશોધન કાર્યને લીધે ખેડૂતો વચ્ચે ઉત્પાદનોની સ્વીકૃતિ વધારવામાં મદદ મળી છે.વેચવામાં આવેલ 365 લાખ બોટલ પૈકી ઈફકો નેનો યુરિયા પ્લસ (તરલ)ની 268 લાખ બોટલ તથા ઈફકો નેનો ડીએપી (તરલ)ની 97 લાખ બોટલ નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન વેચાણ કરવામાં આવેલ છે. નાણાકીય વર્ષ 2023-24ની તુલનામાં ઈફકો નેનો યુરિયા પ્લસ(લિક્વિડ)નું વેચાણ 31 ટકા તથા ઈફકો નેનો ડીએપી (લિક્વિડ)નું વેચાણ 118 ટકા વધારે છે. આ વેચાણ ફક્ત 12 લાખ મેટ્રીક ટન પરંપાગત યુરિયા તથા 4.85 લાખ મેટ્રીક ટન પરંપરાગત ડીએપીની સમકક્ષ છે. ઈફકોના ડબ્લ્યુએસએફ/સ્પેશ્યાલિટી ફર્ટીલાઈઝર્સ/સાગરિકા ગ્રેન્યુલે ફર્ટીલાઈઝરમાં 1.92 લાખ મેટ્રીક ટનનું વેચાણ હાંસલ કરવામાં આવ્યું છે. ડબ્લ્યુએસએફ/સ્પેશ્યાલિટી ફર્ટીલાઈઝર્સમાં વેચાણ 1.30 લાખ મેટ્રીક ટન થયું છે, જે અગાઉના નાણાકીય વર્ષની તુલનામાં 2 ટકા વધારે છે. સાગરિકા લિક્વિડનું વેચાણ 11.55 લાખ લીટર છે, જે 33 ટકા વધારે છે, સાગરીકા ગ્રેન્યુલ 68,000 મેટ્રીક ટન છે, જે 28 ટકા વધારે છે તથા બાયો-ફર્ટીલાઈઝરનું વેચાણ 8.61 લાખ લીટર છે, જે અગાઉના નાણાકીય વર્ષની તુલનામાં 35 ટકા વધારે છે.

વંદે ભારતમ્ શોનું લાઇવ પ્રસારણ થશે : ગૌતમ અદાણીનાં...

• શ્રી ગૌતમ અદાણીની રાષ્ટ્રવ્યાપી પહેલ વંદે ભારતમ્ 29...

આ ક્રિસમસ પર રિલીઝ થશે ગુજરાતી ફિલ્મ ‘હું અને...

https://www.instagram.com/sachi_entertainment?igsi=MThxZWJ1dDR5bGw3bA== https://www.instagram.com/monalgajjarfilms?igsi=MWx6ZzZzOXVvbGh5dw== ગુજરાતી સિનેમાપ્રેમીઓ માટે મોટો ધમાકો થવા જઈ રહ્યો છે....

ગ્રીનપ્લાય ગોલ્ડે ‘૧૧ યર્સ ફુલ્લી કવર્ડ+’ પ્લાન સાથે પ્લાયવુડ...

ગ્રીનપ્લાય ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે ગ્રીનપ્લાય ગોલ્ડ માટે ૧૧ વર્ષનો ‘ફુલ્લી...

અરાજેન લાઇફ સાયન્સીસ લિમિટેડે પોતાના IPO માટે સેબીમાં DRHP...

DRHP Link: https://www.axiscapital.co.in/contents/ઍરાજેન%20Life%20Sciences%20Limited-DRHP-1787813102.pdf અગ્રણી કોન્ટ્રાક્ટ રિસર્ચ, ડેવલપમેન્ટ એન્ડ મેનુફેક્ચરિંગ ઓર્ગેનાઇઝેશન...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here