વેરાવળમાં PM મોદીએ કહ્યું, ‘ગુજરાતમાં આ વખતે તોડવાના છે તમામ રેકોર્ડ ’

0
8
PM નરેન્દ્ર મોદી ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે
અમે સમસ્યારૂપી કચ્છના રણને બદલી 'ગુજરાતનું તોરણ' કર્યું : PM

અમદાવાદ : ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને રાજ્યમાં દિગ્ગજ નેતાઓની રેલીઓ, ઉમેદવારોની બેઠકો, ઠેર-ઠેર જાહેરસભાઓ યોજાઈ રહી છે, ત્યારે આ ક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાલ ગુજરાતના પ્રવાસે છે. PM નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ગઈકાલથી જ રોડ-શો અને જાહેર સભાઓ શરૂ કરી દીધી છે અને તેમને નિહાળવા તેમજ સાંભળવા લોકોની જનમેદની પણ જોવા મળી રહી છે, ત્યારે PM મોદીએ વેરાવળમાં પણ વિરાટ જનસભાને સંબોધન કર્યું હતું. આ સભામાં PM મોદીએ કહ્યું કે, આ વખતે ગુજરાતમાં રેકોર્ડ તોડવાનો છે. તમામ મતદાન મથકો પર ભાજપને જીતાડવાની છે. ગુજરાત અંગે કહેવાતું હતું કે, ગુજરાત કંઈ નહીં કરી શકે, કોઈ પ્રગતિ નહીં કરી શકે. આ તમામ ધારણાઓ પર ગુજરાત સરકારે પૂર્ણ વિરામ મુકી દીધું. ભાજપે ગુજરાતના બંદરનો વિકાસ કર્યો, દરેક યોજનાએ ગુજરાતના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું કે, આજે રાજ્યના દરિયા કિનારાઓ પણ વિકાસ પામ્યા છે.  ગુજરાતના બંદરો ભારતની સમૃદ્ધિનું પ્રવેશદ્વાર બની ગયા છે. સૌરાષ્ટ્રમાં આ મારી પ્રથમ ચૂંટણી રેલી યોજાઈ છે અને તે પણ સોમનાથ દાદાની પવિત્ર ભૂમિ પર યોજાઈ છે. એક સમયે અમારા માટે કચ્છનું રણ ખુબ જ સમસ્યારૂપ હતું, આ સમસ્યાને દૂર કરવા અમે કચ્છના આ રણને બદલીને ‘ગુજરાતનું તોરણ’ કરી નાખ્યું.વડાપ્રધાન મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે મુખ્યમંત્રીએ ગુજરાતના વિકાસ માટે ઘણું કામ કર્યું છે. અમે આગળ પણ ગુજરાતના વિકાસ માટે કામ કરવા માંગીએ છીએ. એકવાર ફરી ભાજપને ગુજરાતમાં સેવા કરવાની તક આપો. ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન પહેલી ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન પાંચમી ડિસેમ્બરે યોજાશે. ત્યારબાદ 8 ડિસેમ્બરે ચૂંટણીનું પરિણામ આવશે. હિમાચલ પ્રદેશની ચૂંટણીના પરિણામો પણ 8 ડિસેમ્બરે જાહેર થશે. ચૂંટણીની જાહેરાત સાથે જ ગુજરાતમાં જાહેરનામું અમલમાં આવી ગયું છે. ઉમેદવારો 14મી નવેમ્બર સુધી ઉમેદવારી નોંધાવી શકશે અને ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ 17મી નવેમ્બર છે.