સૌરાષ્ટ્રના દરિયાને ડોલ્ફિને બનાવ્યું ઘર: દરિયામાં 230 ડોલ્ફિન જોવા મળી, જે અન્ય રાજ્યો કરતાં સૌથી વધુ

0
99
ભારતમાં નદીની ડોલ્ફિન ઉપરાંત દરિયાઈ ડોલ્ફિનની ચાર પ્રજાતિ છે જેમાં બોટલનોઝ ડોલ્ફિન, કોમન ડોલ્ફિન, ઈન્ડો-પેસિફિક ડોલ્ફિન, હમ્પબેક ડોલ્ફિનનો સમાવેશ થાય છે.
ભારતમાં નદીની ડોલ્ફિન ઉપરાંત દરિયાઈ ડોલ્ફિનની ચાર પ્રજાતિ છે જેમાં બોટલનોઝ ડોલ્ફિન, કોમન ડોલ્ફિન, ઈન્ડો-પેસિફિક ડોલ્ફિન, હમ્પબેક ડોલ્ફિનનો સમાવેશ થાય છે.

દ્વારકા: ઓખા, દ્વારકા અને પિરોટન ટાપુમાં દરિયામાં થોડા દૂર જઈએ એટલે બોટની નજીક આવીને ઊંચી છલાંગ નાંખતી ડોલ્ફિન જોવા મળે તેવી પૂરી શક્યતા છે. વાઈલ્ડલાઈન ઈન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડિયાએ 2019માં હાથ ધરેલા રીસર્ચમાં 232 ડોલ્ફિન જોવા મળી છે. જ્યારે બાકીના રાજ્યો જેવા કે તમિલનાડુ, આંદામાન નિકોબાર ટાપુ સહિતના દરિયાકાંઠામા માત્ર 135ની આસપાસ જ જોવા મળી હતી. ભારતમાં નદીની ડોલ્ફિન ઉપરાંત દરિયાઈ ડોલ્ફિનની ચાર પ્રજાતિ છે જેમાં બોટલનોઝ ડોલ્ફિન, કોમન ડોલ્ફિન, ઈન્ડો-પેસિફિક ડોલ્ફિન, હમ્પબેક ડોલ્ફિનનો સમાવેશ થાય છે.રાજ્યના સમૂદ્ર કિનારાના બેટ દ્વારિકા, શિયાળ બેટ અને પિરોટન ટાપુઓને પર્યટન-પ્રવાસન હોટસ્પોટ તરીકે વિકસાવવા પ્રવાસન-ઇન્ફ્રાસ્ટ્રકચર તેમજ સામાજિક આર્થિક વિકાસના કામોના વિવિધ પ્રોજેકટસ હાથ ધરાવનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી આયલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની ચોથી બેઠકમાં આ ટાપુઓને ટુરિઝમ અને નેચર રિલેટેડ એક્ટિવિટીઝ, એડવેન્ચર સ્પોર્ટસ સહિતની ગતિવિધિઓથી પ્રવાસન પ્રવૃત્તિના આકર્ષણ કેન્દ્રો બનાવવાના વિવિધ નિર્ણયો લેવામાં આવ્યા હતા.