Saturday, November 7, 2026
HomeNew Delhiભારતે ADPA@20 સેલિબ્રેશનમાં ભાગ લીધો અને તે સાથે જ અંગોલાના લુઆંડામાં કિમ્બરલી...

ભારતે ADPA@20 સેલિબ્રેશનમાં ભાગ લીધો અને તે સાથે જ અંગોલાના લુઆંડામાં કિમ્બરલી પ્રોસેસ અંગે ચર્ચા-વિચારણા માટે બેઠક યોજાઈ

Date:

Related stories

ફોર્મ્યુલા 1 નું ભારતમાં પુનરાગમન: F1® સિમ રેસિંગ ઇન્ડિયા...

મુંબઈ, 6 નવેમ્બર: મુંબઈના યુવા રેસર વિહાન જોશીએ પ્રથમ...

ફ્લિપકાર્ટ મિનિટ્સે ધનતેરસ, દિવાળી અને ભાઈબીજ દરમિયાન ઓર્ડરમાં 3...

રાષ્ટ્રીય, નવેમ્બર, 2026: ધનતેરસ અને દિવાળીથી લઈને ભાઈબીજની ભેટસોગાદો...

ડરનો નવો અધ્યાય: ‘દ્વાન પ્રોડક્શન’ની રહસ્યમય ફિલ્મ ‘કાળીચૌદસ’નું શાનદાર...

· તહેવારોની સિઝનમાં 'કાળીચૌદસ' આવી ચૂકી છે અને બીજી...

અમદાવાદ મંડળ દ્વારા ડિજિટલ જીવન પ્રમાણપત્ર અભિયાન 5.0 હેઠળ...

વયોવૃદ્ધ અને અસ્વસ્થ રેલવે પેન્શનર્સને ઘર પર જ ડિજિટલ...

ભારત રત્ન લાલકૃષ્ણ અડવાણીજી ૧૦૦મા વર્ષમાં!

આજે, ૮મી નવેમ્બરે, શ્રી લાલકૃષ્ણ અડવાણીજી તેમના જીવનના ૧૦૦મા...

દીવાળી અને છઠ પૂજા દરમિયાન યાત્રી સુવિધાઓ અને ભીડ...

અમદાવાદ અને સાબરમતી રેલવે સ્ટેશનો પર યાત્રી સુવિધાઓ, સુરક્ષા...

    5 નવેમ્બર, PIB દિલ્હી: વર્ષ 2026 માટે કિમ્બરલી પ્રોસેસ(KP)ની અધ્યક્ષતા કરી રહેલ ભારતે 3 અને 4 નવેમ્બર 2026ના રોજ અંગોલાના લુઆંડામાં યોજાયેલ આફ્રિકન ડાયમંડ પ્રોડ્યુસર્સ એસોસિએશન(ADPA@20)ની 20મી વર્ષગાંઠની ઉજવણી સમારંભમાં ભાગ લીધો હતો.આ સમારંભમાં સેલિબ્રેશન દરમિયાન ભારત તરફથી કોમર્સ વિભાગના એડિશનલ સેક્રેટરી અને KP અધ્યક્ષ શ્રી યશવીર સિંહે 3 નવેમ્બર 2026ના રોજ KP હિતધારકો સાથે એક ચર્ચા-વિચારણા કરવા બેઠક યોજી હતી. આ બેઠકમાં KP વર્કિંગ ગ્રુપ્સ તથા કમિટીઝ(KP વર્કિંગ બોડીઝ)ના અધ્યક્ષો તથા ઉપ-અધ્યક્ષો ઉપરાંત KPના ઉપાધ્યક્ષ, રિપબ્લિક ઓફ ઘાના અને ભૂતપૂર્વ KP અધ્યક્ષ યુનાઈટેડ આરબ અમિરાત એ પણ ભાગ લીધો હતો.તેમાં ઓબ્ઝર્વર્સ તથા સાથી સંસ્થાઓએ પણ ભાગ લીધો હતો, જેમાં વર્લ્ડ ડાયમંડ કાઉન્સિલ, KP સિવિલ સોસાયટી કોએલિઝન, RESOLVE ખાતેના ડાયમંડ ડેવલપમેન્ટ ઈનિશિએટીવ(DDI) અને ADPAએ ભાગ લીધો હતો. આ વાતચીત 30 નવેમ્બરથી 4 ડિસેમ્બર 2026 સુધી નવી દિલ્હી ખાતે યોજનારી KP પ્લેનરી અગાઉ ભારતની આ આઉટરીચની પહેલનો ભાગ હતો.

    • નવી દિલ્હી ખાતે યોજનારા KP પ્લેનરી અગાઉ ચર્ચા-વિચારણામાં સ્થિરતા,KP સેક્રેટરીએટ ફન્ડિંગ, ડિજિટલાઈઝેશન તથા અનુપાલન અંગે ચર્ચા યોજવામાં આવી
    • કોમર્સ ડિપાર્ટમેન્ટના એડિશનલ સેક્રિટરી અને KP અધ્યક્ષે ADPA@20 દરમિયાન ‘ભવિષ્યને માટે ભાગીદારી: આફ્રિકાના ડાયમંડ ભવિષ્ય અંગે એક ગ્લોબલ ઈન્ડસ્ટ્રી દૃષ્ટિકોણ’ વિષય પર પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું

    KP વર્કિંગ બોડીઝના ચેરમેન અને વાઈસ-ચેરમેને પોતાના વર્ક પ્લાન એટલે કે કાર્ય યોજનામાં પ્રગતિ અંગે અપડેટ આપ્યું હતું અને તે વિષયોની રૂપરેખા રજૂ કરી કે જેમાં પ્લેનરી એટલે કે પૂરા સત્રમાં વિચારણા માટે રજૂ કરવામાં આવેલ છે. તેમાં વહિવટીય નિર્ણયોના મુસદ્દા, રફ ડાયમંડના જવાબદાર સોર્સિંગ સાથે સંકળાયેલ પહેલ, આંકડાકીય રિપોર્ટિંગ પ્લેટફોર્મમાં સુધારો, તથા ઈન્સ્ટિટ્યુશનલ ગવર્નન્સ અને સહભાગીતાને લગતા નિયમોના પાલનને મજબૂત કરવાને લગતા ઉપાયોનો સમાવેશ થતો હતો. આ ચર્ચા-વિચારણા મારફતે એવા મુદ્દાને લઈ ઓળખ કરવાની તક મળી કે જેમાં વધુ સમન્વય કરવાની જરૂર છે, તથા એવા સેક્ટરોની ભાળ મેળવવામાં આવી કે જ્યાં શરૂઆતી સહમતિ પ્લેનરીની કામગીરીમાં મદદરૂપ સાબિત થઈ શકે છે.

    ભારતની KP અધ્યક્ષતાનો થીમ- વિશ્વાસ, અનુપાલન અને વિશ્વસનીયતાનું પુનરાવર્તન કરતાં આ ચર્ચા-વિચારણ માટેની બેઠકે વૈશ્વિક ડાયમંડ ઈન્ડસ્ટ્રીની સ્થિતિ અને બદલાતી પ્રાથમિકતા અંગે મુક્તપણે ચર્ચા-વિચારણા કરવાની તક પ્રદાન કરવામાં આવી. આ ચર્ચા-વિચારણા દરમિયાન ડાયમન્ડના ઉત્પાદક દેશો તથા સમુદાયોની સ્થિરતા, KP સેક્રેટરિએટ માટે ટકાઉ ફન્ડિંગ તથા સાતત્યપૂર્ણ,સર્ટીફિકેટ અને આંકડાકીય પ્રક્રિયાના ડિજિટલાઈઝેશન, અને કિમ્બરલી પ્રોસેસ સર્ટીફિકેશન સ્કીમ(KPCS)ના પાલનને મજબૂત કરવા જેવા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સહભાગીઓએ કોન્ફ્લિક્ટ ડાયમંડની વ્યાખ્યામાં સુધારો કરવા, જવાબદારીપૂર્ણ સોર્સિંગ, આર્ટીસનલ અને એલ્યુવિયલ ડાયમન્ડ પ્રોડક્શન, ગ્રાહકોનો વિશ્વાસ અને અસરકારક રિપોર્ટીંગ અને પીયર-રિવ્યુ મીકેનિઝનનું શું મહત્વ રહેલું છે તે અંગે પણ વિચારોનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું.

    શ્રી યશવીર સિંહે જણાવ્યું હતું કે, “ભારતનું અધ્યક્ષપદ વિશ્વાસ, નિયમનું અનુપાલન અને વિશ્વસનીયતા પર ભાર મૂકે છે. લુઆન્ડા ખાતે યોજાયેલી પરામર્શ બેઠકે KP કાર્યકારી સમૂહોના નેતૃત્વ,KPના ઉપાધ્યક્ષ અને નિરીક્ષકો સાથે એવા મુદ્દા પર સીધી વાતચીત કરવાની તક પૂરી પાડી કે જે આ પ્રક્રિયા અને ડાયમંડ ઈન્ડસ્ટ્રીના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ છે. અમારો સતત પ્રયાસ નવી દિલ્હી પ્લેનરી એટલે કે સર્વસદસ્યીય બેઠક અગાઉ વિવિધ મુદ્દા અંગે સહિયારી સમજ કેળવવાનો છે.આ ઉપરાંત રચનાત્મક સંવાદ અને સર્વસંમતિ આધારિત નિર્ણય પ્રક્રિયા દ્વારા વ્યવહારુ પરિણામો હાંસલ કરવાનો છે.”

    4 નવેમ્બર 2006ના રોજ અંગોલાના લુઆન્ડામાં સ્થપાયેલ આફ્રિકન ડાયમંડ પ્રોડ્યુસર્સ એસોસિએશન(ADPA)નો ઉદ્દેશ્ય આફ્રિકાના ડાયમંડ ઉત્પાદક દેશો વચ્ચે સહકારને વધારવાનો છે. ADPAમાં 15 એક્ટિવ મેમ્બર દેશો અને 8 ઓબ્ઝર્વર દેશોનો સમાવેશ થાય છે, જેમાં આફ્રિકા બહારના બે ઓબ્ઝર્વર દેશો રશિયન ફેડરેશન અને ભારતનો પણ સમાવેશ થાય છે. તેના સભ્ય દેશો મળીને ગ્લોબલ ડાયમંડ પ્રોડક્શનમાં 60 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે. વર્તમાન સમયમાં ADPAનું અધ્યક્ષપદ રિપબ્લિક ઓફ સીએરા લિયોન પાસે છે, જેનું પ્રતિનિધિત્વ ત્યાંના માઈન્સ અને મિનરલ રિસોર્સિંસ બાબતોના પ્રધાન શ્રી જુલિયસ ડેનિયલ મટ્ટાઈ કરી રહ્યા છે. 4 નવેમ્બર 2026ના રોજ લુઆન્ડામાં યોજાયેલી ADPA મંત્રી પરિષદની 13મી એક્સસ્ટ્રાઓર્ડિનરી મીટિંગ દરમિયાન બોત્સ્વાનાને ADPAના નિરીક્ષક સભ્ય તરીકે સામેલ કરવામાં આવ્યું હતું.

    ADPAમાં ભારતને ઓબ્ઝર્વરનો દરજ્જો છે, જે આફ્રિકાના ડાયમંડ ઉત્પાદક દેશો સાથે જોડાણ માટે એક ઈન્સ્ટિટ્યુશનલ પ્લેટફોર્મ પૂરું પાડે છે. આ રફ ડાયમંડ સપ્લાય ચેઇન, ટેકનિકલ નોલેક એક્સચેન્જ, વેલ્યુ એડિશન, માર્કેટ ઍક્સેસ અને એથિકલ અને સસ્ટેનેબલ પ્રેક્ટિસને પ્રોત્સાહન આપવા સહયોગ માટે તકો પૂરી પાડે છે.

    4 નવેમ્બર 2026ના રોજ શ્રી યશવીર સિંહે ADPA@20ના કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સ અને મુખ્ય કોમ્મેમોરેશન પ્રોગ્રામમાં ભાગ લીધો હતો અને ભવિષ્ય માટે ભાગીદારી: આફ્રિકાના ડાયમંડ ભવિષ્ય અંગે ગ્લોબલ ઈન્ડસ્ટ્રીનો દૃષ્ટિકોણ શીર્ષક હેઠળ એક પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. KP અધ્યક્ષ (ભારત) 2026 તરીકે બોલતા તેમણે ગ્લોબલ ડાયમંડ વેલ્યુ ચેઈન આફ્રિકન ઉત્પાદક દેશોના મુખ્ય સ્થાન પર ભાર મૂક્યો હતો અને સમજાવ્યું હતું કે કેવી રીતે ઉત્પાદકો, મેન્યુફેક્ચરિંગ સેન્ટર્સ તથા કન્ઝ્યુમર માર્કેટ્સ વચ્ચેની ભાગીદારી નેચરલ ડાયમંડ સેક્ટરરની લાંબા ગાળાની ટકાઉક્ષમતાને સમર્થન આપી શકે છે.ભારતના 3C – કોન્ફીડન્સ, કોમ્પિએન્સ અને ક્રેડિબિલિટીના વિઝનનો ઉલ્લેખ કરતા તેમણે ભાર મૂક્યો કે નેચરલ ડાયમંડમાં ગ્રાહકનો વિશ્વાસ, KP લઘુત્તમ જરૂરિયાતોનું મજબૂત પાલન અને વિશ્વસનીયતા સાથે સમાવિષ્ટ કિમ્બર્લી પ્રોસેસ એ બાબત સુનિશ્ચિત કરવા માટે જરૂરી છે કે ડાયમંડ રિસોર્સિંસ ઉત્પાદક દેશોમાં વિકાસમાં યોગદાન આપતા રહે.ભારતના 3C – કોન્ફીડન્સ, કોમ્પિએન્સ અને ક્રેડિબિલિટીના વિઝનનો ઉલ્લેખ કરતા તેમણે ભાર મૂક્યો કે નેચરલ ડાયમંડમાં ગ્રાહકનો વિશ્વાસ, KP લઘુત્તમ જરૂરિયાતોનું મજબૂત પાલન અને વિશ્વસનીયતા સાથે સમાવિષ્ટ કિમ્બર્લી પ્રોસેસ એ બાબત સુનિશ્ચિત કરવા માટે જરૂરી છે કે ડાયમંડ રિસોર્સિંસ ઉત્પાદક દેશોમાં વિકાસમાં યોગદાન આપતા રહે.

    આ પ્રોગ્રામમાં ADPAના બે દાયકાના જોડાણને ઉજવવા માટે આફ્રિકન ડાયમંડ ઉત્પાદક દેશો, ઈન્ડસ્ટ્રી અને અન્ય હિસ્સેદારોના પ્રતિનિધિઓને એકસાથે લાવવામાં આવ્યા હતા. સેશન્સમાં ADPA સસ્ટેનેબલ ડાયમંડ સ્ટાન્ડર્ડ અને ADPA બિઝનેસ કાઉન્સિલ પર ચર્ચા,ટકાઉપણું અને ઓડિટ પ્રેક્ટિસિસ પરના દ્રષ્ટિકોણ તથા નેચરલ ડાયમંડની ઈન્ટીગ્રીટી, ઈન્ડસ્ટ્રીની હિમાયત, માર્કેટની ભિન્નતા અને ગ્રાહકના વિશ્વાસ પર ચર્ચાનો સમાવેશ થતો હતો.

    20મી વર્ષગાંઠની ઉજવણી સાથે યોજાયેલી ADPA કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સની 13મી એક્સસ્ટ્રાઓર્ડિનરી મીટિંગમાં ભારતની જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ(GJEPC)અને ADPA વચ્ચેના સમજૂતી(MoU)ને મંજૂરી આપવામાં આવી હતી.આ MoU ભારતીય જેમ એન્ડ જ્વેલરી ઈન્ડસ્ટ્રી તથા આફ્રિકન ડાયમંડ ઉત્પાદક દેશો વચ્ચે સહયોગને મજબૂત બનાવવાનો પ્રયાસ કરે છે, જેમાં ડાયમંડ સોર્ટીંગ,વેલ્યુએશન તથા મેન્યુફેક્ચરિંગ ક્ષમતાના નિર્માણ અને કૌશલ્ય વિકાસ,ટેકનોલોજી કુશળતાનું આદાનપ્રદાન અને ડાયમંડ વેલ્યુ ચેઈનમાં ટ્રેડ તથા રોકાણને લગતા લિંકેજીસને પ્રોત્સાહન આપવાનો સમાવેશ થાય છે. લુઆન્ડામાં યોજાનારી ચર્ચા-વિચારણા નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે 30 નવેમ્બરથી 4 ડિસેમ્બર 2026 દરમિયાન યોજાનાર કેપી પ્લેનરી’ (KP Plenary) માટેની તૈયારીઓને આગળ વધારશે. KP પ્લેનરી પૂર્વે 29 નવેમ્બર 2026ના રોજ નવી દિલ્હી ડાયમંડ ડાયલોગ (KP ફોરમ) યોજાશે અને આ સંબંધિત કાર્યક્રમો 5 ડિસેમ્બર 2026 સુધી ચાલશે. ભારત ત્રીજી વખત KP પ્લેનરીનું યજમાન બનશે અને તે અગાઉ વર્ષ 2008 અને 2019માં પણ ભારત આ ગ્રુપનું અધ્યક્ષપદ સંભાળી ચૂક્યું છે.

    સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ઠરાવ 55/56 (2000) પ્રમાણે સ્થાપિત થયેલ કિમ્બર્લી પ્રોસેસ સર્ટિફિકેશન સ્કીમ(KPCS) એક ઈન્ટરનેશનલ પહેલ છે જેનો ઉદ્દેશ્ય સંઘર્ષગ્રસ્ત હીરાને કાયદેસર રફ ડાયમંડ વેપારમાં પ્રવેશતા અટકાવવાનો છે. KP સરકારો, ડાયમંડ ઈન્ડસ્ટ્રી અને સિવિલ સોસાયટી સહિત ત્રિપક્ષીય ફ્રેમવર્ક દ્વારા કાર્ય કરે છે.વર્તમાન સમયમાં તેમાં 86 દેશોનું પ્રતિનિધિત્વ કરતા 60 સહભાગી છે, જેમાં યુરોપિયન યુનિયન અને તેના સભ્ય દેશો એક જ એન્ટિટી તરીકે ભાગ લે છે. કિમ્બર્લી પ્રોસેસનું અધ્યક્ષપદ તેના ભાગ લેનારા દેશોમાં વાર્ષિક ધોરણે બદલાય છે અને ભારતે 1લી જાન્યુઆરી 2026ના રોજ અધ્યક્ષપદ સંભાળ્યું હતું.

    ફોર્મ્યુલા 1 નું ભારતમાં પુનરાગમન: F1® સિમ રેસિંગ ઇન્ડિયા...

    મુંબઈ, 6 નવેમ્બર: મુંબઈના યુવા રેસર વિહાન જોશીએ પ્રથમ...

    ફ્લિપકાર્ટ મિનિટ્સે ધનતેરસ, દિવાળી અને ભાઈબીજ દરમિયાન ઓર્ડરમાં 3...

    રાષ્ટ્રીય, નવેમ્બર, 2026: ધનતેરસ અને દિવાળીથી લઈને ભાઈબીજની ભેટસોગાદો...

    ડરનો નવો અધ્યાય: ‘દ્વાન પ્રોડક્શન’ની રહસ્યમય ફિલ્મ ‘કાળીચૌદસ’નું શાનદાર...

    · તહેવારોની સિઝનમાં 'કાળીચૌદસ' આવી ચૂકી છે અને બીજી...

    અમદાવાદ મંડળ દ્વારા ડિજિટલ જીવન પ્રમાણપત્ર અભિયાન 5.0 હેઠળ...

    વયોવૃદ્ધ અને અસ્વસ્થ રેલવે પેન્શનર્સને ઘર પર જ ડિજિટલ...

    ભારત રત્ન લાલકૃષ્ણ અડવાણીજી ૧૦૦મા વર્ષમાં!

    આજે, ૮મી નવેમ્બરે, શ્રી લાલકૃષ્ણ અડવાણીજી તેમના જીવનના ૧૦૦મા...

    દીવાળી અને છઠ પૂજા દરમિયાન યાત્રી સુવિધાઓ અને ભીડ...

    અમદાવાદ અને સાબરમતી રેલવે સ્ટેશનો પર યાત્રી સુવિધાઓ, સુરક્ષા...

    Subscribe

    - Never miss a story with notifications

    - Gain full access to our premium content

    - Browse free from up to 5 devices at once

    Latest stories

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here