15 ઓગસ્ટ પહેલા દિલ્હીમાં ISIS મોડ્યુલનો પર્દાફાશ, શંકાસ્પદ આતંકવાદીની ધરપકડ

0
9
15 ઓગષ્ટ પહેલા એજન્સીએ દિલ્હીથી ISISના સક્રિય સદસ્યની ધરપકડ કરી છે. આતંકવાદીનું નામ મોહસિન અહમદ છે.
મળતી માહિતી મુજબ NIAની ટીમે બાટલા હાઉસ સ્થિત એક ઘરમાં દરોડા પાડ્યા હતા. જ્યાંથી શંકાસ્પદ મોહસીનની ધરપકડ કરવામાં આવી હતી.

નવી દિલ્હી : NIAએ ને મોટી સફળતા મળી છે. 15 ઓગષ્ટ પહેલા એજન્સીએ દિલ્હીથી ISISના સક્રિય સદસ્યની ધરપકડ કરી છે. આતંકવાદીનું નામ મોહસિન અહમદ છે. ISIS મોડ્યુલની ગતિવિધિઓ માટે શોધખોળ હાથ ધરાયા બાદ તેની ધરપકડ કરવામાં આવી છે. NIAએ રવિવારે આરોપી મોહસિન અહમદ પુત્ર મોહમ્મદ શકીલ અહમદના નિવાસ પરિસરનું સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. તે હાલમાં એફ- 18/27, જાપાની ગલી, જોગાબાઈ એક્સટેન્સન બાટલા હાઉસમાં રહી રહ્યો હતો.  NIAએ 25 જૂને IPCની કલમ 153A, 153B અને UA(P) એક્ટની કલમ 18, 18B, 38, 39 અને 40 હેઠળ કેસ નોંધ્યો હતો. ધરપકડ કરાયેલો આરોપી કટ્ટરપંથી છે અને પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ISISનો સક્રિય સભ્ય છે. તેની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ NIAની ટીમે બાટલા હાઉસ સ્થિત એક ઘરમાં દરોડા પાડ્યા હતા. જ્યાંથી શંકાસ્પદ મોહસીનની ધરપકડ કરવામાં આવી હતી. દરોડા દરમિયાન ઘરમાંથી ઘણા વાંધાજનક દસ્તાવેજો મળી આવ્યા હતા. આરોપી આતંકવાદી સંગઠનનો સક્રિય સદસ્ય છે. NIAએ આ મામલાની તપાસ હાથ ધરી છે. NIAએ 25 જૂનના રોજ જ FIR દાખલ કરી લીધી હતી. ત્યારબાદ સતત તપાસ કરવામાં આવી રહી છે. આ શંકાસ્પદ વ્યક્તિ ભાડાના મકાનના ચોથા માળે રહેતો હતો. મોહસિન પર સતત ISIS મોડ્યુલ સાથે જોડાયેલા હોવાનો આરોપ છે. હવાલા ક્રિપ્ટોકરન્સી દ્વારા પૈસાની લેવડદેવડ કરતો હતો. શંકાસ્પદ વ્યક્તિ પર બાટલા હાઉસમાં રહીને આસપાસના લોકો અને વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવાનો પણ આરોપ છે.એજન્સી સતત આતંકવાદી પર નજર રાખી રહી હતી. નક્કર પુરાવા મળતાં જ તેની ધરપકડ કરવામાં આવી હતી. હવે એ જાણવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે, ક્રિપ્ટોકરન્સી અને હવાલા દ્વારા કરવામાં આવેલા ટ્રાન્ઝેક્શનને કોણે ફંડ આપ્યું હતું. તેનો હેન્ડલર કોણ છે અને તે ક્યાં બેઠો છે. તે આગળ પૈસા ક્યાં સપ્લાય કરતો હતો? પૈસા કોને મોકલવામાં આવતા હતા? આ તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.