Thursday, March 19, 2026
HomeGujaratCorona update :દેશમાં 81 દિવસ બાદ કોરોનાનો મૃત્યુદર ઘટ્યો,ગુજરાતના ચાર જિલ્લામાં સાત...

Corona update :દેશમાં 81 દિવસ બાદ કોરોનાનો મૃત્યુદર ઘટ્યો,ગુજરાતના ચાર જિલ્લામાં સાત દિવસથી એક પણ કેસ નહી

Date:

spot_img

Related stories

અમદાવાદમાં ઉદ્યોગસાહસિક અર્પણા ભુવાનિયા દ્વારા નવા ક્રિએટિવ હબ ‘એલિવેટ’...

શહેરના જાણીતા ઉદ્યોગસાહસિક, લેખિકા અને કલાકાર અર્પણા ભુવાનિયા દ્વારા...

ક્રાંતિવીરોની શૌર્યગાથાને નમન કરતો ભવ્યાતીભવ્ય ‘વીરાંજલિ ડાયરો 2.5’ કાર્યક્રમ...

અમદાવાદ:  વીરાંજલિ સમિતિ તથા GTPL દ્વારા આયોજિત, મા ભારતીના પ્યારા ક્રાંતિવીરોની શહાદતને...

ટાટા પાવરની પે ઓટેન્શન પહેલે ત્રીજા નેશનલ પર્પલ ફેસ્ટમાં...

ટાટા પાવરે રાષ્ટ્રપતિ ભવનના 'અમૃત ઉદ્યાન' ખાતે આયોજિત 'નેશનલ પર્પલ ફેસ્ટ'ની ત્રીજી...

ઊર્જા કાર્યક્ષમતા વધારવા માટે અમદાવાદ મંડળમાં આધુનિક રસોઈ સાધનોની...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા ઊર્જા કાર્યક્ષમતા વધારવા અને...

ટીસીએસ અને પિઅરસને વૈશ્વિક ઉદ્યોગો માટે એઆઈ-પાવર્ડ લર્નિંગને વેગ...

વિશ્વની લાઇફલોંગ લર્નિંગ કંપની પિઅરસન (FTSE: PSON.L) અને આઈટી સર્વિસીસ...

ઈન્દોરમાં EV ચાર્જિંગ દરમિયાન આગ, 8નાં મોત, 4 ગંભીર

ઈન્દોરમાં ઇલેક્ટ્રિક કાર ચાર્જિંગ દરમિયાન શોર્ટ સર્કિટ થવાથી આગ...
spot_img

 દેશભરમાં કોરોનાની બીજી લહેરે ભારે તબાહી મચાવી હતી. ત્યારે તબીબો હવે કોરોનાની બીજી લહેર સમી રહી હોવાનું કોરોનાના કેસના આધારે કહી રહ્યા છે. ગઈ 12 મી એપ્રિલ પછી પહેલીવાર, ગઈકાલ રવિવાર, 27 જૂનના રોજ કોરોનાથી મૃત્યુ પામેલાનો આંકડો 1000 ની અંદર નોંધાયો છે. ગુજરાતના ચાર જિલ્લામાં કોરોનાના નવા એક પણ કેસ છેલ્લા એક સપ્તાહથી નોંધાયા નથી.કોરોના મહામારીની બીજી લહેરથી સમગ્ર દેશમાં રોજબરોજના કેસ અને મૃત્યુઆંક વધી રહ્યા હતો. જો કે હવે તેમા રાહતના સમાચાર એ છે કે, કોરોનાને કારણે દર્દીઓ અને મૃત્યુઆંક ઝડપથી ઘટી રહ્યો છે. દિવસેને દિવસે કોરોનાના દર્દીઓ અને મૃત્યુઆંક સતત નીચે આવે છે. ગઈકાલ 27મી જૂનના રોજ, સમગ્ર દેશમાં કોરોનાથી થયેલા મૃત્યુઆંકમાં ભારે ઘટાડો થતા, સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો છે.છેલ્લા એક સપ્તાહના આંકડાની સરખામણી કરીએ તો, 38 ટકા મૃત્યુઆંક ઓછો થયો છે. છેલ્લા એક સપ્તાહની સરેરાશ મુજબ કોરોનાનો મૃત્યુદર 1000ની અંદર રહ્યો છે. 27મી જૂનના રોજ, દેશમાં કોરોના સંક્રમણ પામેલા 689 દર્દીના મૃત્યુ નિપજ્યા હતા. જે 81 દિવસમાં સૌથી ઓછા કેસ છે. આ અગાઉ, 7 એપ્રિલે 685 દર્દીઓના મૃત્યુ નિપજ્યા હતા.દેશમા માત્ર મૃત્યુદર જ ઘટ્યો છે એવુ નથી. કોરોનાના નવા કેસ પણ બહુ ઓછા સામે આવી રહ્યાં છે. દેશમાં કોરોનાના નવા કેસ પણ 50 હજારની અંદર નોંધાયા છે. કોરોનાના નવા કેસ નોંધાવવાની સાપ્તાહિક સરેરાશ જોઈએ તો, તે પણ ઘટી રહી છે. જે સારી વાત કહેવાય. દેશમાં 25 માર્ચે કોરોનાના નવા કેસની સંખ્યા 25 હજારે પહોચી હતી. ત્યાર બાદ તેમા વધારો નોંધાયો હતો. જે હવે ઉતરોત્તર ઘટી રહ્યો છે.ગુજરાતમાં 27 જૂનના રોજ કોરોનાના નવા 112 કેસો નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 3 દર્દીઓના મૃત્યુ નિપજ્યા હતા. કોરોનાના નવા કેસની સાથે જ ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 8,23,244 થઇ છે, ગુજરાત રાજ્યમાં અમદાવાદ શહેરમાં 1, વડોદરા જિલ્લામાં 1 અને ભાવનગર જિલ્લામાં કોરોનાને કારણે 1 દર્દીનું મૃત્યુ થયું છે.ગુજરાતમાં છેલ્લા 7 થી 10 દિવસ દરમિયાન કોરોનાના એક પણ કેસ ના નોંધાયા હોય તેવા ચાર જિલ્લાઓ છે. જેમાં છોટા ઉદેપુર, ડાંગ અને બોટાદ જિલ્લામાં છેલ્લા 10 દિવસથી એક પણ નવો કેસ નોંધાયો નથી તો મોરબીમાં પણ છેલ્લા એક સપ્તાહથી કોરોનાનો નવો કેસ નોંધાયો નથી.

અમદાવાદમાં ઉદ્યોગસાહસિક અર્પણા ભુવાનિયા દ્વારા નવા ક્રિએટિવ હબ ‘એલિવેટ’...

શહેરના જાણીતા ઉદ્યોગસાહસિક, લેખિકા અને કલાકાર અર્પણા ભુવાનિયા દ્વારા...

ક્રાંતિવીરોની શૌર્યગાથાને નમન કરતો ભવ્યાતીભવ્ય ‘વીરાંજલિ ડાયરો 2.5’ કાર્યક્રમ...

અમદાવાદ:  વીરાંજલિ સમિતિ તથા GTPL દ્વારા આયોજિત, મા ભારતીના પ્યારા ક્રાંતિવીરોની શહાદતને...

ટાટા પાવરની પે ઓટેન્શન પહેલે ત્રીજા નેશનલ પર્પલ ફેસ્ટમાં...

ટાટા પાવરે રાષ્ટ્રપતિ ભવનના 'અમૃત ઉદ્યાન' ખાતે આયોજિત 'નેશનલ પર્પલ ફેસ્ટ'ની ત્રીજી...

ઊર્જા કાર્યક્ષમતા વધારવા માટે અમદાવાદ મંડળમાં આધુનિક રસોઈ સાધનોની...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા ઊર્જા કાર્યક્ષમતા વધારવા અને...

ટીસીએસ અને પિઅરસને વૈશ્વિક ઉદ્યોગો માટે એઆઈ-પાવર્ડ લર્નિંગને વેગ...

વિશ્વની લાઇફલોંગ લર્નિંગ કંપની પિઅરસન (FTSE: PSON.L) અને આઈટી સર્વિસીસ...

ઈન્દોરમાં EV ચાર્જિંગ દરમિયાન આગ, 8નાં મોત, 4 ગંભીર

ઈન્દોરમાં ઇલેક્ટ્રિક કાર ચાર્જિંગ દરમિયાન શોર્ટ સર્કિટ થવાથી આગ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here