આપમાં જોડાઇને બોલ્યા ઇન્દ્રનીલ રાજ્યગુરૂ, ‘ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી વિકલ્પ બનવાની ક્ષમતા પણ ખોઇ બેઠી છે’

0
18
'જે કાંઇ આપવું છે તે લોકોને આપવું છે. આનો શ્રેષ્ઠ વિકલ્પ મને આપ લાગે છે તેથી જોડાયો છું.'
'જે કાંઇ આપવું છે તે લોકોને આપવું છે. આનો શ્રેષ્ઠ વિકલ્પ મને આપ લાગે છે તેથી જોડાયો છું.'

ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. સૌરાષ્ટ્રના બે દિગ્ગજ નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુતથા રાજકોટ કોંગ્રેસના કોર્પોરેટર વશરામ સાગઠિયા આપમાં જોડાઇ ગયા છે. ત્યારે ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ મીડિયા સામે જણાવ્યુ કે, હું કોંગ્રેસમાંથી પણ લોકો માટે જ લડતો આવ્યો છું અને આપમાંથી પણ લડીશ. અરવિંદજી પક્ષ માટે નહીં પરંતુ તેઓ ભારતના આમ આદમી માટે લડે છે.છેલ્લા ઘણાં સમયથી કોંગ્રેસથી નારાજ ચાલી રહેલા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ જણાવ્યુ કે, ‘અરવિંદ કેજરીવાલ પક્ષ માટે નહીં પરંતુ દેશ માટે લડે છે. તેઓ ભારતના આમ આદમી માટે કામ કરે છે. જેનાથી હું પ્રભાવિત થયો છું. મારું જાહેરજીવન હંમેશા લોકો માટે રહ્યો છું એટલે હું કોંગ્રેસમાં હતો. ભાજપ સત્તા પર હોય લોકોને મૂર્ખ બનાવીને સત્તા ઉપર પહોંચ્ચા પછી પણ તેને પક્ષ કહેવાની તે મારી દ્રષ્ટીએ દેશ માટે લાંછન છે. સામે પક્ષે કોંગ્રેસ એ વિકલ્પ બની શકવાની ક્ષમતા ગુજરાતમાં ખોઇ બેઠો છે. મારું હંમેશા રહ્યું છે કે મારે લોકોની સેવા કરવી છે. સમાજે મને ગરીબ બ્રાહ્મણ નહીં પરંતુ સુવ્યવસ્થિ બ્રાહ્મણ બનવાનો મોકો આપ્યો છે. એટલે જે કાંઇ આપવું છે તે લોકોને આપવું છે. આનો શ્રેષ્ઠ વિકલ્પ મને આપ લાગે છે તેથી જોડાયો છું.’