Friday, October 16, 2026
HomeMumbaiકોકિલાબેન ધીરૂભાઈ અંબાણી હોસ્પિટલને સતત સાતમા વર્ષે ન્યૂઝવીકની વિશ્વની શ્રેષ્ઠ હોસ્પિટલ્સની યાદીમાં...

કોકિલાબેન ધીરૂભાઈ અંબાણી હોસ્પિટલને સતત સાતમા વર્ષે ન્યૂઝવીકની વિશ્વની શ્રેષ્ઠ હોસ્પિટલ્સની યાદીમાં પ્રતિષ્ઠિત સ્થાન

Date:

Related stories

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

એમ્વીની પ્રથમ છ મહિનાની આવક 45 ટકા વધીને રૂ....

બેંગાલુરુ, 15 ઓક્ટોબર, 2026: એમ્વી ફોટોવોલ્ટેઇક પાવર લિમિટેડે (NSE:...

ગુજરાતમાં ‘સરકારી સેવાઓ આપના દ્વારે’ અંતર્ગત ‘ડાક ચૌપાલ માટે...

નાણાકીય સમાવેશ, ડિજિટલ ઇન્ડિયા અને અંત્યોદયમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી...

નર્મદાના કેવડિયા ખાતે ભાજપ આદિજાતિ મોરચાની પ્રદેશ કક્ષાની મહત્વપૂર્ણ...

ગાંધીનગર સહિતની પેટાચૂંટણીઓમાં ભાજપને મળેલા પરિણામો પક્ષ પ્રત્યેના જનવિશ્વાસને...

સતત શ્રેષ્ઠતા અને આરોગ્ય ક્ષેત્રમાં નેતૃત્વનું ઉદાહરણ સ્થાપતા, કોકિલાબેન ધીરૂભાઈ અંબાણી હોસ્પિટલ એન્ડ મેડિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, મુંબઈને ફરી એકવાર સ્ટેટિસ્ટની સાથે મળીને પ્રતિષ્ઠિત​ મેગેઝિન ન્યૂઝવીક દ્વારા જાહેર કરાયેલી વિશ્વની શ્રેષ્ઠ હોસ્પિટલ્સની 2026ની યાદીમાં સ્થાન મળ્યું છે. આ પ્રતિષ્ઠિત માન્યતા સાથે સંસ્થાએ સતત સાતમા વર્ષે વિશ્વની અગ્રણી આરોગ્ય સંસ્થાઓમાં સ્થાન મેળવ્યું છે. આ દુર્લભ સિદ્ધિ હોસ્પિટલની ક્લિનિકલ શ્રેષ્ઠતા પ્રત્યેની અડગ પ્રતિબદ્ધતા અને દર્દી કેન્દ્રિત આરોગ્ય સેવાઓ તથા મેડિકલ નવીનતામાં વૈશ્વિક આગેવાન તરીકેની તેની ભૂમિકા દર્શાવે છે.

ન્યૂઝવીક અને સ્ટેટિસ્ટા દ્વારા કરવામાં આવેલા વૈશ્વિક મૂલ્યાંકનમાં 32 દેશોની 2,500થી વધુ હોસ્પિટલ્સનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. તેમાં કોકિલાબેન ધીરૂભાઈ અંબાણી હોસ્પિટલ એન્ડ મેડિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટને ભારતની અગ્રણી સંસ્થાઓમાં સ્થાન મળ્યું છે અને આંતરરાષ્ટ્રીય આરોગ્ય ક્ષેત્રમાં તેની વધતી પ્રતિષ્ઠાને વધુ મજબૂત બનાવી છે. આ રેન્કિંગ અદ્યતન મેડિકલ ટેકનોલોજી, વ્યક્તિગત સારવાર પદ્ધતિઓ અને દર્દી પરિણામ પર મજબૂત ધ્યાન દ્વારા વૈશ્વિક ધોરણો સાથે સુસંગત રહેવા માટે હોસ્પિટલના સતત પ્રયત્નો દર્શાવે છે.

વિશ્વની શ્રેષ્ઠ હોસ્પિટલ્સનું રેન્કિંગ આરોગ્યસેવાની ગુણવત્તા માટે વિશ્વસનીય માપદંડ તરીકે માનવામાં આવે છે, જેમાં ક્લિનિકલ પરફોર્મન્સ, દર્દી અનુભવ, સેફ્ટી પ્રોટોકોલ્સ અને વિશ્વભરના મેડિકલ પ્રોફેશનલ્સની ભલામણો જેવા મુખ્ય પરિમાણો પર હોસ્પિટલ્સનું મૂલ્યાંકન કરવામાં આવે છે. કોકિલાબેન હોસ્પિટલે આ યાદીમાં સતત સ્થાન મેળવ્યું છે તે તેના સર્વોચ્ચ ધોરણોનું પાલન અને વિશ્વસ્તરીય સારવાર પૂરી પાડવાની ક્ષમતાને દર્શાવે છે.

આ માન્યતા હોસ્પિટલના ડૉક્ટર્સ, નર્સીસ અને સપોર્ટ સ્ટાફના સંયુક્ત સમર્પણનો પુરાવો છે, જે સહાનુભૂતિ, ચોકસાઈ અને નવીનતાને આધારિત કામની સંસ્કૃતિને આગળ ધપાવે છે. મજબૂત ફુલ ટાઇમ સ્પેશિયાલિસ્ટ સિસ્ટમ, વૈવિધ્યપૂર્ણ અભિગમ અને ડિજિટલ હેલ્થ પ્લેટફોર્મ્સ, એઆઈ આધારિત ડાયગ્નોસ્ટિક્સ તથા મિનિમલી ઇન્વેસિવ પ્રોસીજર્સ સાથેની અદ્યતન રોબોટિક સિસ્ટમ જેવી આધુનિક ટેકનોલોજીઓ અપનાવીને હોસ્પિટલ આધુનિક આરોગ્યસેવાની નવેસરથી વ્યાખ્યા કરી રહી છે.

આ સિદ્ધિ હોસ્પિટલના વિઝનને વધુ મજબૂત બનાવે છે, જેનો હેતુ ભારત તથા વિશ્વભરના દર્દીઓ માટે ઉચ્ચ ગુણવત્તાની અને વિશ્વસનીય આરોગ્યસેવા ઉપલબ્ધ કરાવવાનો છે. જટિલ ક્લિનિકલ કેર, સંશોધન ક્ષેત્રે શ્રેષ્ઠતા અને સુધારેલા દર્દી પરિણામ પર સતત ધ્યાન કેન્દ્રિત કરવાથી આ હોસ્પિટલ અદ્યતન મેડિકલ સારવાર માટે વિશ્વાસપાત્ર સ્થાન તરીકે ઉભરી આવી છે.

કોકિલાબેન ધીરૂભાઈ અંબાણી હોસ્પિટલ એન્ડ મેડિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને સીઈઓ ડૉ. સંતોષ શેટ્ટીએ જણાવ્યું હતું કે, “ભારતમાં અને વૈશ્વિક સ્તરે શ્રેષ્ઠ હોસ્પિટલ્સમાં ફરી એકવાર સ્થાન મળવું અને સતત સાત વર્ષ સુધી આ માન્યતા મેળવવી એ દર્દી-પ્રથમ અભિગમ પ્રત્યેની અમારી અડગ પ્રતિબદ્ધતા દર્શાવે છે. વર્ષોથી સમુદાયે અમારા પર રાખેલા વિશ્વાસ અને સહયોગ માટે અમે તેમનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. અમે અમારી ક્લિનિકલ ક્ષમતાઓને વધુ મજબૂત બનાવી, અદ્યતન ટેકનોલોજીમાં રોકાણ કરી અને દર્દી સંભાળની પ્રક્રિયાઓને વધુ સશક્ત બનાવી આ વારસાને આગળ વધારતા રહીશું. આ માન્યતા અમને આરોગ્યસેવા ક્ષેત્રમાં નવા ધોરણો સ્થાપિત કરવા અને દર્દીઓના જીવનમાં સકારાત્મક ફેરફાર લાવવા પ્રેરણા આપે છે.”

વિશ્વની શ્રેષ્ઠ હોસ્પિટલ્સની યાદી ઉચ્ચ ગુણવત્તાવાળી મેડિકલ સારવાર શોધતા દર્દીઓ માટે વિશ્વસનીય વૈશ્વિક માર્ગદર્શિકા બની રહે છે. આ યાદીમાં કોકિલાબેન હોસ્પિટલનો સતત સમાવેશ ભારતની અગ્રણી આરોગ્ય સંસ્થાઓમાં તેની મજબૂત સ્થિતિ અને વધતી વૈશ્વિક પ્રતિષ્ઠાની પુનઃપુષ્ટિ કરે છે.

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

એમ્વીની પ્રથમ છ મહિનાની આવક 45 ટકા વધીને રૂ....

બેંગાલુરુ, 15 ઓક્ટોબર, 2026: એમ્વી ફોટોવોલ્ટેઇક પાવર લિમિટેડે (NSE:...

ગુજરાતમાં ‘સરકારી સેવાઓ આપના દ્વારે’ અંતર્ગત ‘ડાક ચૌપાલ માટે...

નાણાકીય સમાવેશ, ડિજિટલ ઇન્ડિયા અને અંત્યોદયમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી...

નર્મદાના કેવડિયા ખાતે ભાજપ આદિજાતિ મોરચાની પ્રદેશ કક્ષાની મહત્વપૂર્ણ...

ગાંધીનગર સહિતની પેટાચૂંટણીઓમાં ભાજપને મળેલા પરિણામો પક્ષ પ્રત્યેના જનવિશ્વાસને...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here