ભાજપ જોડાય તેવી શક્યતા, કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી પણ રાજીનામું

0
10
મહારાષ્ટ્રમાં કોંગ્રેસની મુસીબત ઘટવાનું નામ નથી લઈ રહી.
બાબા સિદ્દિકી બાદ પૂર્વ CM અશોક ચવ્હાણે રાજીનામું આપ્યું

નવી દિલ્હી: મહારાષ્ટ્રમાં કોંગ્રેસની મુસીબત ઘટવાનું નામ નથી લઈ રહી. હવે વધુ એક મોટા નેતાએ રાજીનામું આપ્યાના સમાચાર મળી રહ્યાં છે. માહિતી અનુસાર કોંગ્રેસ વતી રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂકેલા દિગ્ગજ નેતા અશોક ચવ્હાણે રાજીનામું આપી દીધું છે. તેમણે વિધાનસભા સ્પીકરને રાજીનામું સોંપી દીધો હોવાના અહેવાલ છે. હવે તેઓ ભાજપમાં જોડાશે તેવી શક્યતા છે. અશોક ચવ્હાણ હવે રાજીનામું આપ્યા બાદ ભાજપના કાર્યાલયે જશે અને વિધિવત રીતે તેઓ ભાજપમાં જોડાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે મિલિંદ દેવડા, બાબા સિદ્દિકી બાદ હવે અશોક ચવ્હાણનો પાર્ટી છોડવાનો નિર્ણય કોંગ્રેસ માટે મોટા ઝટકા સમાન સાબિત થઇ શકે છે. તેમણે પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેને મોકલેલા પત્રમાં કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી પણ રાજીનામું આપી દીધાની જાહેરાત કરી છે. આ દરમિયાન એવા પણ કેટલાક અહેવાલ છે કે જો અશોક ચવ્હાણ ભાજપમાં જોડાઈ જશે તો તેમને ભાજપ દ્વારા રાજ્યસભામાં મોકલવામાં આવી શકે છે. અશોક ચવ્હાણ સાથે કોંગ્રેસના અન્ય કેટલાક ધારાસભ્યો પણ પાર્ટી છોડવાની તૈયારી કરી રહ્યા હોવા તેવા પણ સંકેત છે.