મમતા બેનર્જીએ ત્રીજીવાર બંગાળના મુખ્યમંત્રી પદ માટે શપથ લીધા

0
2
બંગાળે સતત 1950થી 17 વર્ષો સુધી કોંગ્રેસને સત્તા સોંપી હતી, પરંતુ રાજ્યમાં રાજકીય હોબાળાઓ થવા લાગ્યા ત્યારે તેઓએ 1977માં લેફ્ટિસ્ટને ચૂંટ્યા હતા. ત્યારપછી બંગાળે લેફ્ટને સાત ચૂંટણીમાં વિજળ અપાવ્યો હતો
બંગાળે સતત 1950થી 17 વર્ષો સુધી કોંગ્રેસને સત્તા સોંપી હતી, પરંતુ રાજ્યમાં રાજકીય હોબાળાઓ થવા લાગ્યા ત્યારે તેઓએ 1977માં લેફ્ટિસ્ટને ચૂંટ્યા હતા. ત્યારપછી બંગાળે લેફ્ટને સાત ચૂંટણીમાં વિજળ અપાવ્યો હતો

મમતા બેનર્જીએ બુધવારના રોજ ત્રીજીવાર બંગાળના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. રાજ્યપાલ જગદીશ ધનખડેએ તેઓને શપથ અપાવ્યા હતા. મમતાના મંત્રીમંડળના લોકો 6 મેના રોજ શપથ લેશે, દીદીનો આ કાર્યક્રમ ટાઉન હોલમાં યોજાયો હતો.શપથ લીધા પછી દીદી રાજ્ય સચિવાલય જવા માટે નીકળી ગયા હતા. મમતાની શપથવિધિમાં BCCIના પ્રેસિડન્ટ સૌરવ ગાંગુલી અને બંગાળ ભાજપના અધ્યક્ષ દિલીપ ઘોષની સાથે પ્રશાંત કિશોર, પૂર્વ મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્ય, લેફ્ટિસ્ટમાંથી બિમાન બોસને પણ આમાંત્રણ આપવામાં આવ્યું હતું.મમતા બેનર્જી પોતે નંદીગ્રામથી ચૂંટણી હારી ગયા હતા, પરંતુ તે ત્રીજીવાર બંગાળના CM તરીકે શપથ લઈ લીધી છે. જોકે, 66 વર્ષીય મમતા બેનર્જીને બીજી કોઈ સીટ પરથી ચૂંટણી લડવી પડી શકે એમ છે. આની પહેલા મમતાએ 20મે 2011ના રોજ પ્રથમવાર અને 27મે 2016ના રોજ બીજીવાર મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. બંગાળે સતત 1950થી 17 વર્ષો સુધી કોંગ્રેસને સત્તા સોંપી હતી, પરંતુ રાજ્યમાં રાજકીય હોબાળાઓ થવા લાગ્યા ત્યારે તેઓએ 1977માં લેફ્ટિસ્ટને ચૂંટ્યા હતા. ત્યારપછી બંગાળે લેફ્ટને સાત ચૂંટણીમાં વિજળ અપાવ્યો હતો. લેફ્ટે CPMની આગેવાની હેઠળ પૂર્ણ બહુમતથી 34 વર્ષ સુધી શાસન કર્યું હતું.લેફ્ટનું કાર્યકાળ પુરૂ થતા મમતાની તૃણમૂલને સત્તા મળી હતી અને તેઓ છેલ્લા 10 વર્ષથી બંગાળમાં શાસન કરી રહી છે. આ વખતે પણ તેઓએ પૂર્ણ બહુમત પ્રાપ્ત કર્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here