MP: CM શિવરાજસિંહના દીકરાએ રાહુલ ગાંધી પર કર્યો માનહાનિનોકેસ

0
38
rahul-gandhi-confuse-on-madhya-pradesh-shivraj-singh-chauhan-son-gujarati-news-5975988-NOR.html?ref=ht&seq=2
rahul-gandhi-confuse-on-madhya-pradesh-shivraj-singh-chauhan-son-gujarati-news-5975988-NOR.html?ref=ht&seq=2

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણના દીકરા કાર્તિકેય ચૌહાણે મંગળવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કરી દીધો. રાહુલે સોમવારે આરોપ લગાવ્યો હતો કે કાર્તિકેયનું નામ પનામા પેપર્સમાં છે. ત્યારબાદ શિવરાજ સિંહે પણ કેસ કરવાની ચેતવણી આપી હતી. જોકે, ઇન્દોર પહોંચેલા રાહુલે મંગળવારે પોતાના નિવેદન પર સ્પષ્ટતા કરી હતી. તેઓએ કહ્યું કે ભાજપમાં એટલો ભ્રષ્ટાચાર છે કે હું કન્ફ્યૂઝ થઈ ગયો હતો. મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ પનામા નહીં પરંતુ ઇ-ટેન્ડરિંગ અને વ્યાપમં સ્કેમ કર્યા છે.

રાહુલે શું કહ્યું હતું?

મૂળે, રાહુલે સોમવારે ઝાબુઆમાં પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું હતું, “પનામા પેપર્સમાં નામ આવતાં પાકિસ્તાનમાં નવાઝ શરીય પર કાર્યવાહી થાય છે પરંતુ અહીં ચીફ મિનિસ્ટરના દીકરાનું નામ પનામા પેપર્સમાં આવે છે તો કોઈ કાર્યવાહી નથી થતી. મહાકુંભ, ઇ-ટેન્ડરિંગ અને વ્યાપમંમાં મામાજી પૈસા બનાવે છે.”

શિવરાજે કહ્યું હતું- માનહાનિનો કેસ કરીશું

રાહુલના આ નિવેદન બાદ શિવરાજસિંહે કહ્યું હતું- “અનેક વર્ષોથી કોંગ્રેસ મારા અને મારા પરિવાર પર મનફાવે તેવા આરોપ લગાવી રહ્યું છે. અમે સૌનું સન્માન કરતાં મર્યાદા રાખીએ છીએ, પરંતુ આજે તો રાહુલે મારા દીકરા કાર્તિકેયનું નામ પનામા પેપર્સમાં આવ્યું છે, એવું કહીને તમામ હદો પાર કરી દીધી. કાલે જ તેમની પર માનહાનિનો કેસ કરી રહ્યો છું.”

શિવરાજે કહ્યું- કોઈ નાનો નેતા કહેતો તો વાત અલગ હતી

શિવરાજસિંહે મંગળવારે પણ આ વિશે નિવેદન આપ્યું. તેઓએ કહ્યું, “કોઈ નાનો નેતા આ આરોપ લગાવતો તો વાત અલગ હતી, પરંતુ કોંગ્રેસ અધ્યક્ષનું આવું કહેવું દુર્ભાગ્યપૂર્ણ છે. માનહાનિનો કેસ કરીશું, પરંતુ માફી માંગી લે તો વિચાર કરીશું.” બીજી તરફ, “ભાજપ મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયે કહ્યું, રાહુલ તો શરૂઆતથી જ કન્ફ્યૂઝ રહ્યાં છે અને દેશને પણ કન્ફ્યૂઝ કરી રહ્યાં છે.”

કાર્તિકેયે કહ્યું- રાહુલે મારા પરિવારની પ્રતિષ્ઠા ખંડિત કરી

શિવરાજસિંહના દીકરા કાર્તિકેયે કહ્યું, રાહુલે હું પનામા પેપર્સમાં સંડોવાયેલો હોવાનું ખોટું નિવેદન આપ્યું છે. હું વ્યથિત છું કે સાર્વજનિક મંચ પરથી મારી અને મારા પરિવારની પ્રતિષ્ઠા ખંડિત કરવામાં આવી. 48 કલાકમાં તેઓએ માફી ન માંગી તો હું તેમની પર કડક કાયદાકિય કાર્યવાહી કરવા માટે બાધ્ય થઈ જઈશ. મંગળવારે કાર્તિકેયે ભોપાલ કોર્ટમાં રાહુલ ગાંધીની વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કરી દીધો. તેની પર સુનાવણી 3 નવેમ્બરે થશે. કાર્તિકેયના વકીલે કહ્યું કે જો રાહુલને ભૂલનો અહેસાસ થઈ ગયો હોય તો તેઓ ભોપાલ કોર્ટમાં આવીને માફી માંગે.

ભાજપ કરતાં મારામાં હિન્દુ ધર્મની વધુ સમજ- રાહુલ

રાહુલે મંગળવારે ઇન્દોરમાં ઉદ્યોગપતિઓથી વાતચીતમાં કહ્યું- જો કોઈ ગુસ્સે થઈ રહ્યું છે તો હું સમજવા માંગું છું કે તેઓ ગુસ્સે કેમ થઈ રહ્યા છે? ભાજપના લોકો હિન્દુ ધર્મને સમજતાં જ નથી. તેમનાથી સારો હિન્દુ ધર્મ હું સમજું છું. રાહુલે કહ્યું કે તમારી પાસે બસ એક ક્વોલિટી હોવી જોઈએ- તે છે વિન્રમતા. તેનો અર્થ જ્યારે તમે બોલી રહ્યા છો તો હું તમને સાંભળી રહ્યો છું. તમને સમજવાનો પ્રયાસ કરી રહ્યો છું. હું એવું નથી કહી રહ્યો કે જો કોઈ ગુસ્સે થઈ રહ્યું હોય તો તે બેવકૂફ છે. કોંગ્રેસમાં સાંભળવાની વ્યવસ્થા છે, ભાજપમાં માત્ર લાઉડસ્પીકર છે.

rahul-gandhi-confuse-on-madhya-pradesh-shivraj-singh-chauhan-son-gujarati-news-5975988-NOR.html?ref=ht&seq=2
rahul-gandhi-confuse-on-madhya-pradesh-shivraj-singh-chauhan-son-gujarati-news-5975988-NOR.html?ref=ht&seq=2