રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ કરશે આગામી ત્રણ વર્ષમાં 10 લાખ લોકો માટે રોજગારીનું સર્જન, મુકેશ અંબાણી એ કરી જાહેરાત

0
17
ક્લિન એનજી ક્ષેત્રે મોટાપાયે પ્રવેશ કરીને આગામી ત્રણ વર્ષમાં આ ક્ષેત્રે રૂ.75,000 કરોડનું જંગી રોકાણ કરવાનું રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેકટર મુકેશ ડી. અંબાણીએ આજે કંપનીની 44મી વાર્ષિક સામાન્ય સભાને સંબોધતા જાહેર કર્યું હતું.
ક્લિન એનજી ક્ષેત્રે મોટાપાયે પ્રવેશ કરીને આગામી ત્રણ વર્ષમાં આ ક્ષેત્રે રૂ.75,000 કરોડનું જંગી રોકાણ કરવાનું રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેકટર મુકેશ ડી. અંબાણીએ આજે કંપનીની 44મી વાર્ષિક સામાન્ય સભાને સંબોધતા જાહેર કર્યું હતું.

મુંબઈ : ભારતની માર્કેટ કેપિટલાઈઝેશનની રીતે સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા ભારતમાં આગામી ત્રણ વર્ષમાં 10 લાખ લોકો માટે રોજગારીનું સર્જન કરવાની જાહેરાત કરાઈ હતી. ક્લિન એનજી ક્ષેત્રે મોટાપાયે પ્રવેશ કરીને આગામી ત્રણ વર્ષમાં આ ક્ષેત્રે રૂ.75,000 કરોડનું જંગી રોકાણ કરવાનું રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેકટર મુકેશ ડી. અંબાણીએ આજે કંપનીની 44મી વાર્ષિક સામાન્ય સભા(એજીએમ)ને સંબોધતા જાહેર કર્યું હતું.કોરોના મહામારી વચ્ચે રિલાયન્સની ઊંચી વિકાસ ઊડાનને કાયમ રાખીને અંબાણી પરિવાર દ્વારા આજે રિલાયન્સની 44મી એજીએમમાં શેરધારકોને વર્ચ્યુઅલ માધ્યમે સંબોધી મુકેશ અંબાણી, પુત્ર આકાશ અંબાણી અને પુત્રી ઈશા અંબાણીએ  રિલાયન્સ ગુ્રપને વધુ ઊંચાઈએ લઈ જવા માટે બહુપાંખિયો વ્યુહ રજૂ કર્યો હતો.વૈશ્વિક પ્રદૂષણની સમસ્યામાંથી વિશ્વને મુક્ત કરવાની દિશામાં આજે એક્શન લેવાનો સમય આવી ગયો હોવાનું જણાવી મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે ઝીરો કાર્બન-પ્રદૂષણ મુક્તિ માટે રિલાયન્સ દ્વારા વર્ષ 2021માં ક્લિન એનજીૅ ક્ષેત્રે મોટાપાયે ઝંપલાવવાનો નિર્ણય જાહેર કર્યો હતો.જેના ભાગરૂપ કંપની દ્વારા આગામી ત્રણ વર્ષમાં રૂ.60,000 કરોડનું રોકાણ  ગ્રીન પહેલ માટે કરવામાં આવશે. કંપની આ વર્ષોમાં ચાર ગીગા ફેકટરીઓનું નિર્માણ કરશે. આ ગીગા ફેકટરીઓ નવી એનજીૅ ઈકોસિસ્ટમ માટે મહત્વના ક્રિટિકલ કોમ્પોનન્ટસનું મેન્યુફેકચરીંગ અને સંપૂર્ણ ઈન્ટીગ્રેશન કરશે.આ વિશે તેમણે વધુ જણાવ્યું હતું કે, આ ગીગા ફેકટરીઓને સપોર્ટ માટે એનસીલિયરી મટીરિયલ અને જરૂરી ઈક્વિપમેન્ટ માટે ઈન્ફ્રાસ્ટ્રકચર અને યુટિલિટીઝ જામનગર કોમ્પલેક્ષ પૂરા પાડશે, જેથી તમામ ક્રિટિકલ મટીરિયલ સમય પર મળી રહે. રિલાયન્સ આ ઉપરાંત અપસ્ટ્રીમ સહિત વેલ્યુ ચેઈન, પાર્ટનરશીપ્સ અને ભાવિ ટેકનોલોજીસમાં વધારાનું રૂ.15,000 કરોડનું રોકાણ કરશે.રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા તેના જામનગરમાં 5000 એકરમાં ફેલાયેલા ધીરૂભાઈ અંબાણી ગ્રીન એનજીૅ ગીગા સંકુલના વિકાસની કામગીરી શરૂ કરી દેવાઈ છે. જેમાં પ્રથમ ભાગમાં ચાર ગીગા ફેકટરીઓનું નિર્માણ કરવામાં આવશે.જેમાં સોલાર એનજીૅના ઉત્પાદન માટે ઈન્ટીગ્રેટેડ સોલાર ફોટોવોલટેઈક મોડયુલ ફેકટરીનું નિર્માણ કરાશે. બીજા ભાગમાં ઈન્ટરમીટેન્ટ એનજીૅના સ્ટોરેજ માટે આધુનિક એનજીૅ સ્ટોરેજ બેટરી ફેકટરીનું નિર્માણ કરાશે. ત્રીજા ભાગમાં ગ્રીન હાઈડ્રોજનના ઉત્પાદન માટે ઈલેક્ટ્રોલાઈઝર ફેકટરીનું નિર્માણ કરાશે.જ્યારે ચોથા ભાગમાં હાઈડ્રોજનને મોટીવેશને સ્ટેશનરી પાવરમાં તબદિલ કરવા ફયુલ સેલ ફેકટરીનું નિર્માણ કરવામાં આવશે. આ રીતે ત્રણ વર્ષમાં આ યોજના માટે રૂ.60,000 કરોડથી વધુ રોકાણ કરવામાં આવશે. જેના થકી રિલાયન્સ સંપૂર્ણ ઈન્ટીગ્રેટેડ, એન્ડ ટુ એન્ડ રીન્યુએબલ્સ એનજીૅ ઈકોસિસ્ટમ આપશે.