આગામી વર્ષે સમગ્ર વિશ્વમાં મંદી આવશે : IMFની ચેતવણી

0
10
આગામી વર્ષ માટે વૈશ્વિક વૃદ્ધિનો અંદાજ વધુ ઘટાડાશે
આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ (IMF)ની ચીફ ક્રિસ્ટાલિના જ્યોર્જિવાએ જણાવ્યું છે કે આગામી વર્ષે સંભવિત વૈશ્વિક મંદીનો ઇન્કાર કરી શકાય નહી.. તેમણે જણાવ્યું હતું કે વિશ્વની બધી અર્થવ્યવસ્થાઓ માટે મંદીનું જોખમ એપ્રિલ પછી વધી ગયું છે.

નવી દિલ્હી : આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ (આઇએમએફ)ની  ચીફ ક્રિસ્ટાલિના જ્યોર્જિવાએ જણાવ્યું છે કે આગામી વર્ષે સંભવિત વૈશ્વિક મંદીનો ઇન્કાર કરી શકાય નહી.. તેમણે જણાવ્યું હતું કે વિશ્વની બધી અર્થવ્યવસ્થાઓ માટે મંદીનું જોખમ એપ્રિલ પછી વધી ગયું છે. વિશ્વના બધા અર્થતંત્રો માટે અસંભવિત વૈશ્વિક મહામંદીની સંભાવના પ્રબળ બની ગઈ છે. આ બાબત વિશ્વના બધા અર્થંતંત્રો માટે ભયજનક છે. આઇએમએફ આગામી વર્ષોમાં વૈશ્વિક આર્થિક વૃદ્ધિદરનો અંદાજ ૩.૬ ટકાથી ઘટાડવાનું છે. તેમણે જણાવ્યું હતું કે આઇએમએફના અર્થશાસ્ત્રી વૈશ્વિક વિકાસદરના નવા આંકડાને અંતિમ સ્વરુપ આપી રહ્યા છે અને તેને ટૂંક સમયમાં ફાઇનલ કરવામાં આવશે. આઇએમએફ ૨૦૨૨ના જુલાઈના અંતમાં ૨૦૨૩ માટે વૈશ્વિક આર્થિક વૃદ્ધિનો અંદાજ જારી કરી શકે છે. આ ઉપરાંત ભારતીય ગીતા ગોપીનાથ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડની વોલ ઓફ ફોર્મર ચીફ ઇકોનોમિસ્ટમાં ફીચર પામનારી સૌપ્રથમ ભારતીય મહિલા બની છે. જ્યારે રઘુરામ રંગરાજન પછી બીજી ભારતીય બની છે. રઘુરામ રંગરાજને ૨૦૦૩થી ૨૦૦૬ દરમિયાન આઇએમએફના ચીફ ઇકોનોમિસ્ટ અને ડિરેક્ટર ઓફ રિસર્ચ તરીકે કામગીરી કરી હતી. તેના પછી તેમની ઓક્ટોબર ૨૦૧૮માં આઇએમએફના સૌપ્રથમ ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર તરીકે ગયા વર્ષે નિમણૂક કરવામાં આવી હતી. એપ્રિલ મહિનામાં આઇએમએફે તેના અંદાજમાં એક ટકાનો ઘટાડો કર્યો હતો. ૨૦૨૧માં વૈશ્વિક અર્થતંત્રોનો વૃદ્ધિદર ૬.૧ ટકા રહ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે એપ્રિલમાં અંતિમ અપડેટ પછી સ્થિતિ વધુ ગંભીર થઈ ગઈ છે. સમગ્ર વિશ્વમાં ફુગાવાનો દર વધી રહ્યો છે, વ્યાજદરમાં વધારો થઈ રહ્યો છે, ચીનના આર્થિક વિકાસમાં મંદી છે. રશિયા-યુક્રેન યુદ્ધે સ્થિતિ વધારે બગાડી છે. જો કે તાજેતરના આંકડા પરથી ખબર પડે છે કે ચીન અને રશિયા સહિતના બીજા કેટલાક અર્થતંત્રોમાં બીજા ત્રિમાસિક સમયગાળામાં ઘટાડો નોંધાયો છે. તેમણે જણાવ્યું હતું કે ૨૦૨૨ અમારા માટે કઠણ છે, પણ આ પ્રકારનું જોખમ ૨૦૨૩માં વધારે ઊંડું થશે.