વન રક્ષકની પરીક્ષા 12થી 2 દરમિયાન હતી, 1.15 કલાકે સોશિયલ મીડિયામાં ફરતું હતું :યુવરાજસિંહ

0
3
'વિદ્યાર્થીઓએ આપેલા આધાર પુરાવા સાથે જણાવીએ છીએ કે, આ પેપર સોશિયલ મીડિયામાં બહોળા પ્રમાણમાં ફરતું થયુ હતુ'
'વિદ્યાર્થીઓએ આપેલા આધાર પુરાવા સાથે જણાવીએ છીએ કે, આ પેપર સોશિયલ મીડિયામાં બહોળા પ્રમાણમાં ફરતું થયુ હતુ'

ગાંધીનગર: ગુજરાતમાં ફરીથી ભરતીના પ્રશ્નપત્રમાં ગેરરીતિનો મામલો સામે આવ્યો છે. રાજકોટ શહેરની ઉડાન સ્કૂલના બ્લોક નં. 2માં વનરક્ષકની પરીક્ષા હતી. તેમા ઉમેદવારોએ સણસણતો આક્ષેપ કર્યો છે કે, આ પરીક્ષા દરમિયાન પેપરના પેકેટ પર સેલોટેપ લગાવવામાં આવી હતી. તે અંગે આજે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ મીડિયા સાથે વાતચીત કરીને રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીના નિવેદન પર પણ પલટવાર કર્યો હતો.યુવરાજસિંહે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે, ઉનાવામાં વનરક્ષકની પરીક્ષા બાદ જે ગેરરીતિનો મામલો સામે આવ્યો છે તે મામલે રાજ્યના શિક્ષણમંત્રી અને રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ નિવેદન આપ્યુ કે, આ પરીક્ષાનું પેપર લીક નથી થયુ પરંતુ આ પરીક્ષામાં ચોરી થઇ છે. તેથી આ ઘટનાને કોપીકેસ ગણવામાં આવશે. તેમના નિવેદન અંગે કહેવાનું કે, વિદ્યાર્થીઓએ આપેલા આધાર પુરાવા સાથે જણાવીએ છીએ કે, આ પેપર સોશિયલ મીડિયામાં બહોળા પ્રમાણમાં ફરતું થયુ હતુ. તેના અધિકૃત આધાર પુરાવા સાથે અમે વાત કરી રહ્યા છીએ.તેમણે વધુમાં જણાવ્યુ કે, પરીક્ષા પુરી થઇ અને તરત જ નિવેદન આવી ગયુ હતુ કે આ પરીક્ષાનું પેપર ફૂટ્યું નથી. જો તમારી પાસે કોઇ આધાર પુરાવા હોય તો જાહેર જનતા જોગ રાખી શકો છો અમે એક્શન લઇશું. તમારી પાસે આધાર પુરાવા છે કે, ચાલુ પરીક્ષાએ આ પેપર વોટ્સએપના અનેક ગ્રુપમાં ફરતું થયુ હતુ. તેના સોશિયલ મીડિયા એવિડન્સ રજૂ કરીએ છીએ.તેમણે આક્ષેપ કરતા જણાવ્યુ કે, આ પરીક્ષા 12થી 2 દરમિયાન લેવાઇ હતી. વોટ્સએપમાં આ પેપર 1.15 કલાકે એક ગ્રુપમાં ફરતુ થયુ હતુ. બીજા ગ્રુપમાં પણ આખેઆખું પેપર આવી ગયુ હતુ. જે વ્યક્તિએ વાયરલ કર્યુ છે તેના નંબર પણ અહીં રાખેલા છે. આ પેપરને લીક થયેલું ગણવું કે ગેરરીતિ ગણવી એ જનતા જોગ પ્રશ્ન કરીએ છીએ.શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ નિવેદન આપતા જણાવ્યુ કે, ‘યુવાનોને ગેરમાર્ગે દોરવાનું કામ થઇ રહ્યુ છે. યુવાનોનું માનસ બગાડવા ફેશનરૂપે નીકળી પડ્યા, 3 દિવસ પછી આ વાત શા માટે? પરીક્ષાના ત્રણ દિવસ બાદ પેપર ફૂટ્યાનું યાદ આવ્યુ? પેપર ફૂટે અને ગેરરીતિ થાય તેમાં તફાવત છે.’