ખોડલધામનો પાટોત્સવ રાબેતા મુજબ યોજાશે: ખોડલધામને 20 લાખ લોકો ભેગા કરવા છે? આજે મહત્ત્વની બેઠક યોજાશે

0
7
ખોડલધામના ચેરમેન નરેશ પટેલે આજે ટ્રસ્ટીઓની બેઠક બોલાવી
ખોડલધામના ચેરમેન નરેશ પટેલે આજે ટ્રસ્ટીઓની બેઠક બોલાવી

કોરોના સંક્રમણ વધી રહ્યું છે, કોરોનાના કેસ જેટ ગતિએ વધી રહ્યા છે, રાજ્ય સરકારે પણ વાઇબ્રન્ટ સમિટ સહિતના કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યા છે ત્યારે રાજ્યભરના લોકોની જે આયોજન તરફ મીટ મંડાઇ હતી, તે ખોડલધામનો પાટોત્સવ પર પણ પ્રવર્તમાન સ્થિતિની અસર જોવા મળી રહી છે, પાટોત્સવ મોકૂફ રાખવો, કોઇ અન્ય તારીખે કે મહિને રાખવો કે વર્ચ્યુલ આયોજન કરવું આ મુદ્દે દિવ્યભાસ્કર સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં ખોડલધામના પ્રણેતા નરેશ પટેલે જણાવ્યું હતું કે, શનિવારે કોર કમિટી નિર્ણય કરશે. બેઠક બાદ તે અંગેની વિધિવત રીતે જાહેરાત કરવામાં આવશે.લેઉવા પટેલ સમાજના એકતાના પ્રતિક સમા ખોડલધામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 21 જાન્યુઆરીએ પાંચ વર્ષ પૂર્ણ થશે. આથી ખોડલધામમાં 21મી જાન્યુઆરીએ પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ ગઈકાલે પાટોત્સવ વર્ચ્યુઅલ યોજવાનો ખોડલધામ કોર કમિટી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો.ખોડલધામના કાર્યક્રમ અંગેનો સત્તાવાર નિર્ણય આજે (શનિવારે) લેવાશે. આજે ટ્રસ્ટી મંડળની તેમજ કોર કમિટીની બેઠક મળશે. બાદમાં પત્રકાર પરિષદ કરીને ખોડલધામ પાટોત્સવ અંગેની સત્તાવાર જાહેરાત કરાશે.ઉલ્લેખનીય છે કે આજે ખોડલધામના ચેરમેન નરેશ પટેલે ટ્રસ્ટીઓની બેઠક બોલાવી છે. આમ, ખોડલધામના પાટોત્સવ મહોત્સવને લઇને હજુ પણ મંદિરના સત્તાધીશો મૂંઝવણ અનુભવતા હોય એવું લાગી રહ્યું છે.પાટોત્સવમાં ઉપસ્થિત રહેવા માટે સમગ્ર ગુજરાતમાં રહેતા પાટીદાર સમાજને આમંત્રણ આપવા ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલે ખુદ સમગ્ર રાજ્યમાં ભ્રમણ કર્યું હતું. ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, આગેવાનો અને સ્વયંસેવકો દ્વારા તડામાર તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. પાટોત્સવમાં 108 કુંડી યજ્ઞ યોજાવાનો હોવાથી સ્વયંસેવકો દ્વારા હવનકુંડ તૈયાર કરી દેવામાં આવ્યા છે.