Tuesday, September 1, 2026
Homenationalરેકોર્ડ લેવલ પર પહોંચ્યા પેટ્રોલ-ડીઝલ, મુંબઈમાં પેટ્રોલ 102 રૂપિયાની નજીક

રેકોર્ડ લેવલ પર પહોંચ્યા પેટ્રોલ-ડીઝલ, મુંબઈમાં પેટ્રોલ 102 રૂપિયાની નજીક

Date:

Related stories

સિનેમન બોક્સ ઓફિસ: કોલંબોના મનોરંજન ક્ષેત્રને નવી ઊંચાઈ આપવા...

સિટી ઓફ ડ્રીમ્સ શ્રીલંકા દ્વારા રજૂ કરાયેલા વિશ્વની અગ્રણી...

એલન કરિયર ઇન્સ્ટિટ્યૂટે શ્રી અમન મહેશ્વરીની ડિરેક્ટર તરીકે નિમણૂંક...

• શ્રી અમન મહેશ્વરી બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં જોડાયા, જેની...

લેક્સસ ઇન્ડિયાએ ઓલ-ન્યૂ ઇએસ 350એચ લોન્ચ કરી

India 2026: લેક્સસ ઇન્ડિયાએ આજે તેની નવી લોન્ચ કરાયેલી...

જીવન મળે ભીમાને: અર્શદ વારસીની પ્રથમ ડબલ ભૂમિકા ‘જીવન...

મુંબઈ, 1 સપ્ટેમ્બર 2026: ‘જીવન યા ભીમા કોન?’ના નિર્માતાઓએ...

સીએસઆઈઆરના અભ્યાસમાં મીઠાપુર આસપાસના દરિયાઈ પાણીની ગુણવત્તા, મેન્ગ્રોવ અને...

સીએસઆઈઆર-સીએસએમસીઆરઆઈના અહેવાલમાં મીઠાપુરના દરિયાઈ પર્યાવરણમાં પ્રદૂષણને કારણે થયેલા પર્યાવરણીય...

વંદે ભારતમ્ શોનું લાઇવ પ્રસારણ થશે : ગૌતમ અદાણીનાં...

• શ્રી ગૌતમ અદાણીની રાષ્ટ્રવ્યાપી પહેલ વંદે ભારતમ્ 29...

આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટરે 25 પૈસાનો વધારો ઝીંકાયો, જાણો આપના શહેરમાં કેટલા થયા મોંઘા

નવી દિલ્હી. સતત મોંઘા થઈ રહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવ (Petrol-Diesel Price Today) હાલમાં તમામ શહેરોમાં રેકોર્ડ લેવલ પર પહોંચી ગયા છે. જ્યાં એક તરફ મુંબઈમાં પેટ્રોલ 102 રૂપિયા પ્રતિ લીટરની નજીક પહોંચી ગયું છે, તો બીજી તરફ અનેક શહેરોમાં આ આંકડો પણ પાર કરી ગયો છે. સરકારી ઓઇલ કંપનીઓએએક દિવસ બાદ આજે ફરીથી ઈંધણના ભાવમાં વધારો કર્યો છે. આજે પેટ્રોલના ભાવ માં 25 પૈસા પ્રતિ લીટર તો ડીઝલના ભાવ માં પણ 25 પૈસા પ્રતિ લીટરનો ભાવવધારો ઝીંકાયો છે.સોમવારે પેટ્રોલના ભાવ 24-28 પૈસા પ્રતિ લીટર અને ડીઝલના ભાવ 26-28 પૈસા પ્રતિ લીટર વધી ગયો હતો. મે મહિનાથી ઇંધણની કિંમતો સમયાંતરે વધી રહી છે. છેલ્લા 21 દિવસમાં જ પેટ્રોલ 4.99 રૂપિયા પ્રતિ લીટર મોંઘું થઈ ચૂક્યું છે. બીજી તરફ, ડીઝલના ભાવ 5.44 રૂપિયા પ્રતિ લીટર વધી ગયા છે.દિલ્હી- પેટ્રોલ 95.56 રૂપિયા અને ડીઝલ 86.47 રૂપિયા પ્રતિ લીટર છે.
મુંબઈ- પેટ્રોલ 101.76 રૂપિયા અને ડીઝલ 93.85 રૂપિયા પ્રતિ લીટર છે.
ચેન્નઈ- પેટ્રોલ 96.94 રૂપિયા અને ડીઝલ 91.15 રૂપિયા પ્રતિ લીટર છે.
કોલકાતા- પેટ્રોલ 95.52 રૂપિયા અને ડીઝલ 89.32 રૂપિયા પ્રતિ લીટર છે. પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.

સિનેમન બોક્સ ઓફિસ: કોલંબોના મનોરંજન ક્ષેત્રને નવી ઊંચાઈ આપવા...

સિટી ઓફ ડ્રીમ્સ શ્રીલંકા દ્વારા રજૂ કરાયેલા વિશ્વની અગ્રણી...

એલન કરિયર ઇન્સ્ટિટ્યૂટે શ્રી અમન મહેશ્વરીની ડિરેક્ટર તરીકે નિમણૂંક...

• શ્રી અમન મહેશ્વરી બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં જોડાયા, જેની...

લેક્સસ ઇન્ડિયાએ ઓલ-ન્યૂ ઇએસ 350એચ લોન્ચ કરી

India 2026: લેક્સસ ઇન્ડિયાએ આજે તેની નવી લોન્ચ કરાયેલી...

જીવન મળે ભીમાને: અર્શદ વારસીની પ્રથમ ડબલ ભૂમિકા ‘જીવન...

મુંબઈ, 1 સપ્ટેમ્બર 2026: ‘જીવન યા ભીમા કોન?’ના નિર્માતાઓએ...

સીએસઆઈઆરના અભ્યાસમાં મીઠાપુર આસપાસના દરિયાઈ પાણીની ગુણવત્તા, મેન્ગ્રોવ અને...

સીએસઆઈઆર-સીએસએમસીઆરઆઈના અહેવાલમાં મીઠાપુરના દરિયાઈ પર્યાવરણમાં પ્રદૂષણને કારણે થયેલા પર્યાવરણીય...

વંદે ભારતમ્ શોનું લાઇવ પ્રસારણ થશે : ગૌતમ અદાણીનાં...

• શ્રી ગૌતમ અદાણીની રાષ્ટ્રવ્યાપી પહેલ વંદે ભારતમ્ 29...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here