PMએ ઓક્સિજન અને દવાઓની ઉપલબ્ધતાની સમીક્ષા કરી; મેડિકલ અને નર્સિંગના વિદ્યાર્થીઓ પાસે કોવિડ ડ્યૂટી કરાવવાની તૈયારી

0
10
1

દેશમાં બેકાબૂ થયેલ કોરોના વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ દરમિયાન મોદીએ નિષ્ણાતો સાથે વિવિધ મુદ્દાઓ પર વાત કરી. બેઠક દરમિયાન દેશમાં ઓક્સિજન અને દવાની ઉપલબ્ધતાની પણ સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં કોરોના સામેની લડાઈમાં ઘણા મહત્વપૂર્ણ પગલા લેવામાં આવ્યા હતા.સરકારી સુત્રોના જણાવ્યા મુજબ, વડાપ્રધાને આજે દેશમાં કોરોનાના અસરકારક સંચાલન માટે માનવ સંસાધનો વધારવાના મુદ્દાની સમીક્ષા કરી. બેઠકમાં મેડિકલ અને નર્સિંગના અભ્યાસક્રમોમાંથી પાસ-આઉટ અથવા વિદ્યાર્થીઓને કોવિડ ડ્યુટીમાં સામેલ કરવા માટે પ્રોત્સાહિત કરવા જેવા અનેક પગલાં લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સોમવારે વિગતવાર માહિતી શેર કરવામાં આવશે. બેઠકમાં NEET પરીક્ષાના વિલંબ અંગે ચર્ચા કરવામાં આવી હતી અને MBBS પાસ આઉટ વિદ્યાર્થીઓને પણ કોવિડ ડ્યૂટી માટે પ્રોત્સાહિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેના પર વિચાર કરવામાં આવ્યો કે કોવિડ ડ્યૂટીમાં MBBS અને નર્સિંગના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓની સેવા લેવી જોઈએ. કોવિડ ડ્યૂટી કરનાર મેડિકલ વ્યક્તિને આર્થિક પ્રોત્સાહનોની સાથે સરકારની નિમણૂકોમાં પ્રાથમિકતા આપવામાં આવશે. મંત્રીઓને કહ્યું- પોતપોતાના ક્ષેત્રના લોકો સાથે સંપર્કમાં રહો આ અગાઉ શુક્રવારે કેબિનેટ કમિટીના સભ્યો સાથેની બેઠકમાં વડાપ્રધાને મંત્રીઓને પોતપોતાના ક્ષેત્રના લોકો સાથે સંપર્કમાં રહેવા માટે જણાવ્યું હતું. તેમને મદદ કરો અને તેમનો પ્રતિસાદ લેતા રહો. આ તરફ, સંરક્ષણ મંત્રાલયે ભારતની સશસ્ત્ર દળને કટોકટી નાણાકીય પાવર્સ આપ્યો છે, જેથી તેઓ મહામારી સામે લડવા માટે જરૂરી પગલાં લઈ શકે.સદીઓમાં એકવાર આવતી આપત્તિ: મોદી મોદીએ કહ્યું હતું કે વર્તમાન મહામારી એ સદીઓમાં એકવાર આવતી આપત્તિ છે. તેણે વિશ્વ સમક્ષ એક મોટો પડકાર ઉભો કર્યો છે. બેઠકમાં કહેવામાં આવ્યું હતું કે ભારતમાં બનેલી 2 વેક્સિનના ઉપયોગની મંજૂરી આપવામાં આવી છે. બીજી અનેક વેક્સિન પણ આવી રહી છે. અત્યાર સુધીમાં 15 કરોડથી વધુ લોકોને વેક્સિન આપવામાં આવી છે.