પોલીસે શ્રાવણીયો જુગાર રમતાં 179 જુગારીઓને ઝડપ્યા, સૌથી વધુ એરપોર્ટ અને ઓઢવમાં ઝડપાયા

0
14
નરોડામાં વિજિલન્સની રેડમાં સ્થાનિક પોલીસની શંકાસ્પદ ગતિવિધિ હોવાનું વિજિલન્સ પાસેથી જાણવા મળી રહ્યું છે.
જેમાં સૌથી વધારે જુગારીઓ એરપોર્ટ અને ઓઢવમાંથી પકડાયા છે. જ્યારે સૌથી ઓછા ગોમતીપુર અને મેઘાણીનગર વિસ્તારમાંથી ઝડપાયા હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદ : શ્રાવણ મહિનો એટલે જુગારીઓની મૌસમ. ત્યારે સાતમ-આઠમના તહેવાર દરમિયાન શહેરના પૂર્વ વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં પોલીસે દરોડા પાડી 179 જુગારીઓને ઝડપી લઇ 11 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં સૌથી વધારે જુગારીઓ એરપોર્ટ અને ઓઢવમાંથી પકડાયા છે. જ્યારે સૌથી ઓછા ગોમતીપુર અને મેઘાણીનગર વિસ્તારમાંથી ઝડપાયા હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ નરોડામાં વિજિલન્સની રેડમાં સ્થાનિક પોલીસની શંકાસ્પદ ગતિવિધિ હોવાનું વિજિલન્સ પાસેથી જાણવા મળી રહ્યું છે. શહેરમાં સાતમ- આઠમના તહેવારમાં સંખ્યાબંધ જગ્યાએ જુગાર રમાઇ રહ્યો હોવાનું સામે આવ્યું છે. તહેવારમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ પૂર્વમાં 179 જેટલા જુગારીઓને જુગાર રમતા રંગે હાથ ઝડપી પાડ્યા છે. તમામ લોકો પાસેથી રૂ.11 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા એરપોર્ટ, સરદારનગર, નરોડા, બાપુનગર ,ગોમતીપુર, દાણીલીમડા, દરિયાપુર, અમરાઈવાડી, ઇસનપુર, કાગડાપીઠ, કૃષ્ણનગર, રખિયાલ, રામોલ, નિકોલ, ઓઢવ, શાહીબાગ વટવા જીઆઇડીસી જેવા વિસ્તારોમા છેલ્લા 24 કલાકમા પોલીસે જુગારધામ પર દરોડો પાડ્યો હતો.