પોર્નોગ્રાફિક કેસઃ ક્યાંથી ચાલતો હતો ધંધો, ‘રાઝ’ છુપાવવા પણ ખર્ચ કરતો હતો રાજ કુંદ્રા

0
60
ફેબ્રુઆરી મહિનામાં થયેલી કેટલીક ધરપકડોથી રાજ કુંદ્રાની બધી પોલ ખુલી ગઈ હતી
ફેબ્રુઆરી મહિનામાં થયેલી કેટલીક ધરપકડોથી રાજ કુંદ્રાની બધી પોલ ખુલી ગઈ હતી

બોલિવુડની લોકપ્રિય અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની એક એવા આરોપસર ધરપકડ થઈ છે જે આપણા સમાજમાં ખૂબ જ ધૃણાસ્પદ કામ ગણાય છે. અશ્લીલ ફિલ્મો બનાવવાના આરોપસર કુંદ્રાની ધરપકડ કરવામાં આવી છે. કુંદ્રા પર ખૂબ જ હોંશિયારીપૂર્વક આ ધંધો ચલાવવાનો આરોપ લાગ્યો છે જેથી કોઈને ખબર ન પડે કે અશ્લીલ ફિલ્મોની આ કંપની કોણ ચલાવી રહ્યું છે અને તે ક્યાંથી ચાલી રહી છે. ગ્લેમરની ચકાચોંધ દુનિયા પાછળ કેવી અંધારી દુનિયા છુપાયેલી છે તેનું તાજેતરનું ઉદાહરણ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રા છે. લોકો એવું માને છે કે, રાજ કુંદ્રા એક બહુ મોટો બિઝનેસમેન છે, વિદેશમાં તેના બહુ મોટા કામ-ધંધા ચાલી રહ્યા છે પરંતુ તેનું સૌથી ગંદુ અને ઉંડુ રહસ્ય સામે આવ્યું તો લોકો ચોંકી ઉઠ્યા છે. મુંબઈ પોલીસના ક્રાઈમ બ્રાંચે 19 જુલાઈના રોજ રાજની ધરપકડ કરી હતી અને તે પોર્નોગ્રાફિક ફિલ્મો બનાવી કેટલીક એપ્સ પર પબ્લિશ કરવા મામલે ઝડપાયો હોવાની જાણ થઈ હતી. પોલીસને કાયદેસર તેના વિરૂદ્ધ પુરાવા પણ મળી આવ્યા છે જેથી ભારે સનસનાટી મચી ગઈ છે. મુંબઈ પોલીસના કહેવા પ્રમાણે રાજ કુંદ્રા આ ઈન્ડસ્ટ્રીમાં મળતા પૈસાની લાલચથી ખેંચાયો હતો અને તેમાં ઝંપલાવ્યું હતું. ઉપરાંત પોલીસે કરેલા ખુલાસા પ્રમાણે રાજની કંપની વિયાન ઈન્ડસ્ટ્રીઝ આ ધંધો આખરે ક્યાંથી ચાલી રહ્યો છે તે ગુપ્ત રાખવા માટે પણ પૈસા ખરચતી હતી. રાજ કુંદ્રાએ આ માટે એક વ્હોટ્સએપ ગ્રુપ પણ બનાવ્યું હતું પરંતુ ફેબ્રુઆરી મહિનામાં થયેલી કેટલીક ધરપકડોથી રાજ કુંદ્રાની બધી પોલ ખુલી ગઈ હતી.