ખેડૂતોની આજે દિલ્હી કૂચ: કૃષિ કાયદાઓના વિરોધમાં જંતર-મંતર પર રોજ 200 ખેડૂત એકત્રિત થશે

0
18
દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીને શરતોની સાથે દેખાવોની મજૂરી આપવામાં આવી
દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીને શરતોની સાથે દેખાવોની મજૂરી આપવામાં આવી

નવા કૃષિ કાયદાની વિરુદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂતોને દિલ્હીમાં જંતર-મંતર પર દેખાવો કરવાની પરવાનગી મળી ગઈ છે. આ પરવાનગી 22 જુલાઈથી લઈને 9 ઓગસ્ટ સુધી છે. દેખાવનો સમય સવારે 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધીનો રહેશે. દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીને શરતોની સાથે દેખાવોની મજૂરી આપવામાં આવી છે.ગુરુવારથી શરૂ થઈ રહેલા ખેડૂતોના આ દેખાવમાં રોજ 200થી વધુ ખેડૂતો સામેલ થઈ શકશે નહિ, સાથે જ તેમણે કોરોના પ્રોટોકોલનું પણ ધ્યાન રાખવું પડશે. ન્યૂઝ એજન્સી પીટીઆઈનાં સૂત્રોના જણાવ્યા મુજબ, દિલ્હી પોલીસ તરફથી પણ દેખાવની પરવાનગી મળી ગઈ છે. એમ કહેવાઈ રહ્યું છે કે ખેડૂતોને સિંધુ બોર્ડરથી પોલીસ એસ્કોર્ટમાં જંતર-મંતર સુધી લઈ જવામાં આવશે. ખાસ વાત એ છે કે હાલ સંસદનું મોન્સૂન સત્ર પણ ચાલુ છે, જે ઓગસ્ટ સુધી ચાલશે.ખેડૂત સંગોઠનોની મંગળવારે દિલ્હી પોલીસના અધિકારીઓની સાથે બેઠક થઈ હતી. એ પછી ખેડૂતોએ કહ્યું હતું કે મોન્સૂન સત્ર દરમિયાન જંતર-મંતર પર જ ખેડૂત સંસદ લગાવશે. આ દરમિયાન તેઓ શાંતિપૂર્ણ દેખાવો કરતાં કૃષિ કાયદાઓને રદ કરવાની માગ કરશે. આ દરમિયાન કોઈપણ દેખાવકાર સંસદમાં જશે નહિ.આ વર્ષે 26 જાન્યુઆરીએ લાલ કિલ્લા સુધી ખેડૂતોની ટ્રેક્ટર પરેડ દરમિયાન થયેલી હિંસા પછી તેમને પ્રથમ વખત દિલ્હીમાં દેખાવો કરવાની છૂટ મળી છે. 26 જાન્યુઆરીની રેલી દરમિયાન દેખાવકારો ઉગ્ર થઈ ગયા હતા અને એમાંના ઘણાએ લાલ કિસ્સામાં ઘૂસીને પોલીસ સાથે મારામારી કરી હતી અને કિલ્લા પર ધાર્મિક ઝંડો પણ ફરકાવ્યો હતો.દેશના ખેડૂતો નવા કૃષિ કાયદાઓની વિરુદ્ધ ગત વર્ષેના ડિસેમ્બરથી દિલ્હીની સીમાઓ પર દેખાવો કરી રહ્યા છે. આ દરમિયાન ખેડૂતોનાં સંગઠનોની કેન્દ્ર સરકાર સાથે 10 વખત વાતચીત પણ થઈ ચૂકી છે. જોકે કોઈપણ સમાધાન નીકળી શક્યું નથી. ખેડૂતો ત્રણ કૃષિ કાયદાઓને રદ કરવાની માગ પર અડ્યા છે, જ્યારે કેન્દ્ર સરકારનું કહેવું છે કે તે ખેડૂતોની માગ મુજબ કાયદાઓમાં ફેરફાર કરી શકે છે, જોકે કાયદો પરત લેવામાં આવશે નહિ.