પંજાબના મુખ્યમંત્રીની મોટી જાહેરાત: ખેડૂત સંગઠનોના સભ્યો વિરુદ્ધ રેલવે પોલીસ ફોર્સ તરફથી દાખલ કરાયેલા કેસ પાછા ખેંચાશે

0
27
પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ ખેડૂત દેખાવકારોને મોટી રાહત આપી
પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ ખેડૂત દેખાવકારોને મોટી રાહત આપી

ચંડીગઢ: પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ ખેડૂત દેખાવકારોને મોટી રાહત આપી. તેમણે આદેશ આપ્યો છે કે ખેડૂત સંગઠનોના સભ્યો વિરુદ્ધ રેલવે પોલીસ ફોર્સ (RPF) તરફથી દાખલ કરાયેલા કેસ પાછા ખેંચાશે. અત્રે જણાવવાનું કે ખેડૂત દેખાવકારો વિરુદ્ધ આરપીએ દ્વારા દાખલ કરાયેલા એવા કેસ પાછા ખેંચાશે જે તેમના વિરુદ્ધ રેલવે લાઈન પર ધરણા ધરવા બદલ દાખલ કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ રેલવે પોલીસ ફોર્સના ચેરમેનને પત્ર લખીને જેમ બને તેમ જલદી આ કેસ પાછા ખેંચવાનું કહ્યું છે. એટલું જ નહીં સીએમ ચરણજીત સિંહ ચન્નીએ તે લાભાર્થી છોકરીઓ માટે આશીર્વાદ સ્કીમની લીમિટ પણ ખતમ કરી છે જેમણે કોરોના વાયરસના કારણે પોતાના માતા પિતા ગુમાવ્યા હતા. પંજાબના મુખ્યમંત્રીએ તે સરકારી કર્મચારીઓના પેન્શનને પણ મંજૂરી આપી દીધી છે જેમની નોકરી 1 જાન્યુઆરી 2004  બાદ લાગી હતી. અત્રે જણાવવાનું કે સીએમ ચન્ની એક ઓક્ટોબરે દિલ્હી જઈને પીએમ નરેન્દ્ર મોદીને મળ્યા હતા. સીએમ ચન્નીએ જણાવ્યું કે પંજાબમાં પ્રોક્યોરમેન્ટની સીઝન શરૂ થઈ રહી છે. તેને લઈને પીએમ મોદી સાથે વાત થઈ. તેમણે વધુમાં એમ પણ કહ્યું કે પીએમ મોદીને કહ્યું છે કે ત્રણ બિલનો ઝઘડો ખતમ કરો. તેઓ પણ ઉકેલ ઈચ્છે છે. મે ખેડૂતોને ફરીથી વાતચીત માટે કહ્યું. પાકિસ્તાન અને ભારતનો કોરિડોર ફરીથી ખોલવાનું કહ્યું છે. જેથી કરીને શ્રદ્ધાળુઓને મુશ્કેલી ન પડે. કેટલીક ઓર્ગેનિક ખેતી ઉપર પણ વાત થઈ.