Sunday, September 20, 2026
HomeEntertainmentBollywoodરાજ કુંદ્રાના સાથીદાર યશ ઠાકુરે પોલીસ કાર્યવાહી સામે સવાલ ઉઠાવ્યા, કહ્યું- આ...

રાજ કુંદ્રાના સાથીદાર યશ ઠાકુરે પોલીસ કાર્યવાહી સામે સવાલ ઉઠાવ્યા, કહ્યું- આ કારણે મને ફસાવવામાં આવી રહ્યો છે

Date:

Related stories

બેંક ઓફ બરોડાએ એનું અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મ, AI-સંચાલિત...

bob વર્લ્ડ 2.0 સંવાદ-આધારિત બેંકિંગ, પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હાયપર-પર્સનલાઇઝેશન...

રેમન્ડ લિમિટેડની એરોસ્પેસ પેટાકંપનીએ ભારતની અગ્રણી એરોસ્પેસ અને ડિફેન્સ...

આ કાર્યક્રમોમાં પ્રિસિઝન મશીનિંગ,એરોસ્પેસ કાસ્ટિંગ્સ, સ્ટ્રક્ચરલ ઘટકો અને જટિલ...

એશિયન ગેમ્સ 2026 માટે મારવાડી યુનિવર્સિટીના ચાર ખેલાડીઓની ભારતીય...

રાજકોટ, 15 સપ્ટેમ્બર 2026: જાપાનના આઇચી-નાગોયામાં 19 સપ્ટેમ્બરથી 4...

દુબઈ ટુરિઝમમાં ફરી આવી ઝડપ, અરેબિયન ટ્રાવેલ માર્કેટ 2026...

• હોટેલ ક્ષેત્રે મજબૂત પ્રદર્શન કર્યું; DET અને તેના...

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ ગુજરાતની...

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

રાજ કુંદ્રા પોર્નોગ્રાફી કેસમાં એક પછી એક વાતો સામે આવી રહી છે. હવે રાજ કુંદ્રાના સાથી યશ ઠાકુરે આ કેસમાં પોતાનો પક્ષ રજૂ કર્યો છે. યશ ઠાકુર ઉર્ફે અરવિંદ શ્રીવાસ્તવે મુંબઈ પોલીસે તેની વિરુદ્ધ કરેલા તમામ આરોપોનું ખંડન કર્યું છે. આ સાથે જ દાવો કર્યો છે કે તેને ખંડણી માટે ફોન આવે છે. મુંબઈ પોલીસને લખવામાં આવેલા એક પત્રમાં ઠાકુરે પોતાના વકીલના માધ્યમથી કહ્યું છે કે તેણે મૅજિસ્ટ્રેટ કોર્ટમાં એક અરજી દાખલ કરીને પોતાના તથા પરિવારના બેંક અકાઉન્ટ્સ અનફ્રીઝ કરવાનું કહ્યું છે.પોલીસે રાજ કુંદ્રા સાથે પોર્નોગ્રાફી કેસમાં પોતાની તપાસમાં આરોપ મૂક્યો છે કે યશ ઠાકુરે રાજ કુંદ્રાની કંપનીમાં બનેલા પોર્નોગ્રાફી કન્ટેન્ટના વિતરણમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. યશે આ આરોપોનું ખંડન કરતા કહ્યું હતું, મેં મારા વકીલના માધ્યમથી સ્પષ્ટ કર્યું છે કે ન્યૂફ્લિક્સ એક USની કંપની છે અને મને સલાહકાર તરીકે રાખવામાં આવ્યો હતો. મેં ક્યારેય રાજ કુંદ્રા કે તેના કોઈ સહયોગી સાથે વાત કરી નથી અને કોઈ જાતની લેવડદેવડ કરી નથી.ઇટાઇમ્સના અહેવાલ પ્રમાણે, યશ ઠાકુરે દાવો કર્યો છે કે તે ન્યૂફ્લિક્સ કંપની સાથે કામ કરતો હોવાથી તેને ખંડણી માટે ફોન આવતા હતા. તેણે કહ્યું હતું, ‘મને જાન્યુઆરી, 2021થી ખંડણીના ફોન આવતા હતા. મેં ફોન કરનારે કહ્યું હતું કે તે કંપનીનો માલિક નથી અને પૈસા આપી શકે તેમ નથી. તો તેણે એવું કહ્યું હતું કે તે મને ફસાવી દેશે. આ બધું ફેબ્રુઆરીમાં થયું હતું.’યશ ઠાકુરે એ પણ આરોપ મૂક્યો છે કે રાજ કુંદ્રાની ધરપકડ કરનારા સીનિયર પોલીસ ઇન્સ્પેક્ટર જાણી જોઈને આ કેસમાં તેનું નામ ફસાવે છે. તેણે રાજ કુંદ્રા કે તેની કંપની સાથે કોઈ જાતની લેવડદેવડ કરી નથી તો પણ તેનું નામ આ કેસમાં લેવામાં આવી રહ્યું છે. યશ પર એવો આરોપ છે કે તેણે બે વર્ષમાં ઉત્તર પ્રદેશ તથા મધ્ય પ્રદેશમાં 90 પોર્ન ફિલ્મનું વિતરણ કર્યું હતું. આ અંગે યશે કહ્યું હતું કે આ આરોપ પણ ખોટો છે. તેની કોઈ કંપની નથી. તે IT સલાહકાર છે અને OTT (ઓવર ધ ટોપ) સોલ્યુશન ડિઝાઇન કરે છે અને તેણે ઓડિયો બાઇટ્સની સાથે પોતાનો પક્ષ રજૂ કરતા દસ્તાવેજો જમા કરાવ્યા છે. જો પોલીસ હજી પણ આરોપો ફ્રેમ કરવા માગે છે અને જબરજસ્તી કંઈક બોલાવવા માગે છે તો તે મદદ કરી શકે તેમ નથી. આ દસ્તાવેજો-પુરાવા કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

બેંક ઓફ બરોડાએ એનું અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મ, AI-સંચાલિત...

bob વર્લ્ડ 2.0 સંવાદ-આધારિત બેંકિંગ, પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હાયપર-પર્સનલાઇઝેશન...

રેમન્ડ લિમિટેડની એરોસ્પેસ પેટાકંપનીએ ભારતની અગ્રણી એરોસ્પેસ અને ડિફેન્સ...

આ કાર્યક્રમોમાં પ્રિસિઝન મશીનિંગ,એરોસ્પેસ કાસ્ટિંગ્સ, સ્ટ્રક્ચરલ ઘટકો અને જટિલ...

એશિયન ગેમ્સ 2026 માટે મારવાડી યુનિવર્સિટીના ચાર ખેલાડીઓની ભારતીય...

રાજકોટ, 15 સપ્ટેમ્બર 2026: જાપાનના આઇચી-નાગોયામાં 19 સપ્ટેમ્બરથી 4...

દુબઈ ટુરિઝમમાં ફરી આવી ઝડપ, અરેબિયન ટ્રાવેલ માર્કેટ 2026...

• હોટેલ ક્ષેત્રે મજબૂત પ્રદર્શન કર્યું; DET અને તેના...

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ ગુજરાતની...

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here