Saphala Ekadashi 2021: આજે કરો ભગવાન વિષ્ણુની આરાધના, જાણો પૂજા વિધિ અને મુહૂર્તનો સમય

0
24
સફલા એકાદશી તિથિ 30 ડિસેમ્બરે બપોર 01.40 મિનિટ સુધી રહેશે. આ દિવસે શુભ મુહુર્ત કે અભિજીત મુહુર્ત બપોરે 12.03 વાગ્યાથી 12.44 વાગ્યા સુધી છે
સફલા એકાદશી તિથિ 30 ડિસેમ્બરે બપોર 01.40 મિનિટ સુધી રહેશે. આ દિવસે શુભ મુહુર્ત કે અભિજીત મુહુર્ત બપોરે 12.03 વાગ્યાથી 12.44 વાગ્યા સુધી છે

સફલા એકાદશી પોષ મહિનાના કૃષ્ણ પક્ષમાં આવે છે. આ વર્ષે સફલા એકાદશી વ્રત 30 ડિસેમ્બર, ગુરૂવારના રોજ આવી છે. આ દિવસે ભગવાન વિષ્ણુ ની પૂજા અને સફલા એકાદશી વ્રતની કથા કરવામાં આવે છે. આ એકાદશીના વ્રતથી તમારા દરેક કાર્યો સફળ થાય છે અને ભગવાન વિષ્ણુની કૃપાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. જે પણ વ્યક્તિ એકાદશીનું વ્રત કરે છે, ભગવાન વિષ્ણુ તેમની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે. તો ચાલો જાણીએ સફલા એકાદશી વ્રતની પૂજા વિધિ અને મૂહૂર્ત સહિત તમામ વાતો.સફલા એકદશી 30 ડિસેમ્બરના રોજ રાખવામાં આવશે. આ વખતે સર્વાર્થ સિદ્ધિ યોગમાં એકાદશી થશે. સર્વાર્થ સિદ્ધા યોગ મોડી રાત્રે 12.34 કલાકે શરૂ થઇને સવારે 31 ડિસેમ્બરે 07.14 મિનિટે પૂર્ણ થશે. તમે આ યોગમાં પારણા કરી શકો છો.

સફલા એકાદશી તિથિ 30 ડિસેમ્બરે બપોર 01.40 મિનિટ સુધી રહેશે. આ દિવસે શુભ મુહુર્ત કે અભિજીત મુહુર્ત બપોરે 12.03 વાગ્યાથી 12.44 વાગ્યા સુધી છે. આ દિવસે વિશાખા નક્ષત્ર મોડી રાત્રે 12.34 મિનિટ સુધી રહેશે.


પૂજા વિધિ


– એકાદશીના વ્રતની શરૂઆત સવારે સ્નાન કરીને સ્વચ્છ કપડા પહેરીને કરો. શક્ય હોય તો પીળા કપડા પહેરો. ત્યાર બાદ હાથમાં જળ લઇને સફલા એકાદશી વ્રતનો સંકલ્પ લઇને ભગવાન વિષ્ણુની પૂજા કરો.પૂજા સ્થાન પર ભગવાન વિષ્ણુની મૂર્તિ કે ફોટો સ્થાપિત કરો અને પીળા ફૂલ, ચંદન, હળદર, રોલી, અક્ષત, ફળ, કેળા, પંચામૃત, તુલસી પાન, ધૂપ, દીપ, મીઠાઇ, ચણાની દાળ અને ગોળ અર્પિત કરો.

 ત્યાર બાદ કેળાના છોડની પૂજા કરો. વિષ્ણુ સહસ્ત્રનામ, વિષ્ણુ ચાલીસાનો પાઠ કરો. અને સફલા એકાદશીની વ્રતકથા સાંભળો. પૂજા પૂર્ણ કરી ભગવાન વિષ્ણુની આરતી કરો અન કાર્યમાં સફળતા માટે પ્રાર્થના કરો.


– દિવસ દરમિયાન ફળાહાર કરીને વ્રત રાખો અને ભગવત જાગરણ કરો. રાત્રે હરિ ભજન કરો. બીજા દિવસે સવારે પૂજા કરીને પારણા કરો.


– પારણા કરતા પહેલા ગરીબ કે બ્રાહ્મણને દાન આપો. શક્ય હોય તો ભોજન કરાવો. પારણા કર્યા બાદ જ વ્રત પૂર્ણ થાય છે, તેથી બારશ તિથિ પૂર્ણ થયા પહેલા પારણા કરી લેવા. 31 ડિસેમ્બર બારસ તિથિ સવારે 10.39 વાગ્યા સુધી છે.