SBI દ્વારા ફિક્સ્ડ ડિપોઝિટ ઉપર વ્યાજના દરોમાં ઘટાડો

0
11
જુદી જુદી પાકતી મુદતના થાપણ પર વ્યાજદરમાં ઘટાડો કરાતા એફડીના મુડીરોકાણકારોને મોટો ફટકો પડી ગયો

નવી દિલ્હી, તા. ૧૦
ભારતીય રીઝર્વ બેંકે પોતાની પાસે રહેલા હાલના સમયમાં જરૂર કરતા વધારે રોકડ અને વ્યાજદર દરમાં ઘટાડા માટેના કારણો આપીને અલગ અલગ પ્રકારના મેચ્યોરિટીના ડિપોઝિટ પર વ્યાજદરમાં ઘટાડો કરી દીધો છે. એસબીઆઇએ ફિકસ્ડ ડિપોઝિટ પર વ્યાજ દરમાં ૦.૭૫ ટકા સુધીનો ઘટાડો કરી દીધો છે. બેંક કહ્યુ છે કે નવા વ્યાજદર પહેલી ઓગષ્ટના દિવસે લાગુ કરવામાં આવનાર છે. એસબીઆઇ દ્વારા આજે નિવેદન જારી કરીને કહેવામાં આવ્યુ હતુ કે શોર્ટ ટર્મની ૧૭૯ દિવસની એફડી પર વ્યાજદરમાં ૦.૫ ટકથી ૦.૭૫ ટકા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. આવી જ રીતે લોન્ગ ટર્મ ફિકસ્ડ ડિપોઝિટ પર રિટેલ સિગ્મેન્ટમાં વ્યાજદરમાં ૦.૨૦ ટકા અને બલ્ક સેગમેન્ટમાં ૦.૩૫ ટકા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. દેશની સૌથી મોટી બેંકે બે કરોડ રૂપિયા અને તેનાથી ઉપરના ડિપોઝિટ પર પણ વ્યાજદરમાં ઘટાડો કર્યો છે. એસબીઆઇ દ્વારા વ્યાજદરમાં ઘટાડો કરવાના નિર્ણયને એફડી રોકાણકારો માટે નિરાશાજનક સમાચાર તરીકે છે. સરકારે એનપીએસ, કિસાન વિકાસ પત્રમાં પણ વ્યાજદરમાં ઘટાડો કરી દીધો છે. જુન મહિનામાં પણ ૧૦ બેઝિક પોઇન્ટ સુધીનો ઘટાડો કરવામાં આવ્યો હતો. બીજી બાજુ જુન મહિનામાં આરબીઆઇ દ્વારા વ્યાજદરમાં ઘટાડો કરવામા ંઆવ્યો હતો. એસબીઆઇ દ્વારા ફિક્સ્ડ ડિપોઝિટમાં ઘટાડો કરવામાં આવ્યા બાદ સામાન્ય લોકોમાં નિરાશા પ્રવર્તી રહી છે. જા કે અન્ય બેંકો પણ આ દિશામાં આગળ વધે તેવી શક્યતા છે. એસબીઆઇ દ્વારા વ્યાજદરમાં ઘટાડો કરવા માટે વિવિધ કારણો આપવામાં આવી રહ્યા છે. જા કે, કેટલાક રોકાણકારોએ નારાજગી વ્યક્ત કરી છે.