Saturday, September 5, 2026
HomeBusinessચાંદી રૂ. 53,000 સસ્તી, સોનામાં 18,000નો કડાકો

ચાંદી રૂ. 53,000 સસ્તી, સોનામાં 18,000નો કડાકો

Date:

Related stories

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

માર્ચ મહિનામાં સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. સામાન્ય રીતે વૈશ્વિક તણાવ કે યુદ્ધ જેવી સ્થિતિમાં કિંમતી ધાતુઓના ભાવ વધતા હોય છે, પરંતુ આ વખતે અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધ છતાં સોનું અને ચાંદી સતત સસ્તા થયા છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ(MCX) પર 27 ફેબ્રુઆરીથી 30 માર્ચ સુધીના આંકડા જોઈએ તો, 1 કિલો ચાંદીના ભાવમાં 53,000 રૂપિયા સુધીનો ઘટાડો થયો છે, જ્યારે સોનાના વાયદા ભાવમાં પણ પ્રતિ 10 ગ્રામ 18,000 રૂપિયાથી વધુનો મોટો ઘટાડો નોંધાયો છે. માત્ર વાયદા બજાર જ નહીં, પરંતુ સ્થાનિક બજારોમાં પણ ગ્રાહકોને મોટી રાહત મળી છે.ચાંદીની કિંમતોમાં આવેલા બદલાવ પર નજર કરીએ તો, 27 ફેબ્રુઆરીએ MCX પર ચાંદી 2,82,644 રૂપિયા પ્રતિ કિલો પર બંધ થઈ હતી, જે 30 માર્ચ સુધીમાં ઘટીને 2,29,033 રૂપિયા પર આવી ગઈ છે. આમ, એક જ મહિનામાં ચાંદી 53,611 રૂપિયા જેટલી સસ્તી થઈ છે. સ્થાનિક બજારમાં પણ ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન(IBJA) મુજબ ચાંદીના ભાવમાં પ્રતિ કિલો 36,565 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. સોનાના ભાવની વાત કરીએ તો, MCX પર 24 કેરેટ સોનું ફેબ્રુઆરીના અંતમાં 1,65,659 રૂપિયા હતું, જે હવે ઘટીને 1,47,450 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યું છે.વૈશ્વિક સ્તરે યુદ્ધ ચાલુ હોવા છતાં સોના-ચાંદીના ભાવ ઘટવા પાછળ કેટલાક મહત્ત્વના કારણો જવાબદાર છે. મિડલ ઈસ્ટના યુદ્ધ વચ્ચે ક્રૂડ ઓઈલના ભાવમાં થયેલા તોતિંગ વધારાને કારણે મોંઘવારીનું જોખમ વધ્યું છે, જેના લીધે રોકાણકારો સોનામાં રોકાણ કરવાને બદલે રોકડ રકમ પોતાની પાસે રાખવાનું પસંદ કરી રહ્યા છે. આ ઉપરાંત, અમેરિકન ડોલરની મજબૂતી અને યુએસ ફેડ દ્વારા પોલિસી રેટ સ્થિર રાખવાના નિર્ણયને કારણે પણ સોના-ચાંદીના ભાવ પર દબાણ વધ્યું છે. જોકે, ગ્રાહકોએ એ બાબત ધ્યાનમાં રાખવી પડશે કે આ કિંમતોમાં GST અને મેકિંગ ચાર્જ ઉમેર્યા બાદ આખરી ભાવમાં વધારો થઈ શકે છે.

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here