Thursday, October 15, 2026
HomeAhmedabadSIR' શંકા : 10 લાખ મતદારોના નામ કમી કરાશે

SIR’ શંકા : 10 લાખ મતદારોના નામ કમી કરાશે

Date:

Related stories

ગુજરાતમાં ‘સરકારી સેવાઓ આપના દ્વારે’ અંતર્ગત ‘ડાક ચૌપાલ માટે...

નાણાકીય સમાવેશ, ડિજિટલ ઇન્ડિયા અને અંત્યોદયમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી...

નર્મદાના કેવડિયા ખાતે ભાજપ આદિજાતિ મોરચાની પ્રદેશ કક્ષાની મહત્વપૂર્ણ...

ગાંધીનગર સહિતની પેટાચૂંટણીઓમાં ભાજપને મળેલા પરિણામો પક્ષ પ્રત્યેના જનવિશ્વાસને...

અમદાવાદ રેલવે સ્ટેશનના સરસપુર સાઈડ પર નવનિર્મિત દ્વિતીય પ્રવેશ...

માનનીય સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા, માનનીય ધારાસભ્ય શ્રી દિનેશસિહં...

ઉડતા તીર વિશે આયુષ્માન ખુરાના કહે છે: “તમને લાગે...

ઉડતા તીરના બીજા ટ્રેલરમાં કોમેડી, એક્શન અને મનોરંજનનો વધુ...

નવદુર્ગાનાં ચોથા સ્વરૂપ કુષ્માંડાનું ધ્યાન ધરવાથી ઉગતાં સૂર્ય જેવી...

શક્તિ નાં ઘણાં સ્વરૂપ છે, પરંતુ પશુ અને માનવીને...

કરુણા પાંડે અને મુકુલ હરીશ ખાસ શહેર મુલાકાત સાથે...

પુષ્પા પોતાની ઘણા વર્ષોથી વિખૂટા પડેલા દીકરા ટાઇગર માટે...

રાજ્યમાં ફાઈનલ મતદાર યાદી જાહેર થાય તે પહેલાં રાજ્ય ચૂંટણીપંચ શંકાના ઘેરામાં આવ્યુ છે. વિપક્ષોએ હંગામો મચાવી એવો આક્ષેપ કર્યો છે કે, ફોર્મ-7નો દૂરપયોગ કરી ગુજરાતમાં 10 લાખ મતદારોના નામ મતદાર યાદીમાંથી કમી કરવાનું સુવ્યવસ્થિત ષડયંત્ર રચાયુ છે ત્યારે રાજ્ય ચૂંટણીપંચ મૌન ધારણ કરીને બેઠું છે. જોકે, કોંગ્રેસ-આપે પુરાવા રજૂ કરીને એવી ચિમકી ઉચ્ચારી છે કે, જો ચૂંટણી પંચ વિગતો જાહેર નહી કરે તો, સમગ્ર મુદ્દે રાજ્યભરમાં કલેક્ટર કચેરીનો ઘેરાવથી માંડીને વિરોધ પ્રદર્શન- આંદોલન કરાશે. એટલું જ નહીં, હાઇકોર્ટ-સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવવા પણ તૈયારી કરાઇ છે.બંધારણે મત આપવાનો અધિકાર આપ્યો છે ત્યારે ભાજપે ચૂંટણીપંચ સાથે મેળાપિપણું રચી ગુજરાતમાં લાખો મતદારોનો મતનો હક છિનવવા માટે ષડયંત્ર રચ્યુ છે તેવો આક્ષેપ કરતાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, ‘મતદાર યાદીમાંથી નામ કમી કરવાના આશયથી મતદારોની જાણ બહાર ખોટી વિગતો સાથે ફોર્મ-7 ભરી દેવાયા છે. એક તરફ, છેલ્લાં ત્રણેક દિવસમાં આખાય રાજ્યમાં ભાજપના કાર્યકરોએ હજારો નહી, લાખો ફોર્મ-7 ભર્યા છે જ્યારે ચૂંટણીપંચે કોંગ્રેસના કાર્યકરોને ફોર્મ-7 આપવા ઇન્કાર કરી દીધો છે.પહેલા વોટચોરી કરી અને હવે બારોબાર ફોર્મ-7 ભરીને મતદારોના નામ કમી કરવા માટે ષડતંત્ર રચાયુ છે. બીએલઓ પર રાજકીય દબાણ કરીને ફોર્મ-7 ભરી દેવાયાં છે. દરેક વિધાનસભા બેઠક પર દસ હજારથી વધુ મતદારોના નામ રદ કરવાના ઇરાદે ફોર્મ-7 ભરાયાં છે. કોંગ્રેસે માંગ કરી છે કે, રાતોરાત હજારો ફોર્મ-7 ભરાયાં છે તેના સીસીટીવી ફુટેજ જાહેર કરો. વાંધો લેનારાની રાજ્ય ચૂંટણીપંચ વિગતો જાહેર કરે.

ગુજરાતમાં ‘સરકારી સેવાઓ આપના દ્વારે’ અંતર્ગત ‘ડાક ચૌપાલ માટે...

નાણાકીય સમાવેશ, ડિજિટલ ઇન્ડિયા અને અંત્યોદયમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી...

નર્મદાના કેવડિયા ખાતે ભાજપ આદિજાતિ મોરચાની પ્રદેશ કક્ષાની મહત્વપૂર્ણ...

ગાંધીનગર સહિતની પેટાચૂંટણીઓમાં ભાજપને મળેલા પરિણામો પક્ષ પ્રત્યેના જનવિશ્વાસને...

અમદાવાદ રેલવે સ્ટેશનના સરસપુર સાઈડ પર નવનિર્મિત દ્વિતીય પ્રવેશ...

માનનીય સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા, માનનીય ધારાસભ્ય શ્રી દિનેશસિહં...

ઉડતા તીર વિશે આયુષ્માન ખુરાના કહે છે: “તમને લાગે...

ઉડતા તીરના બીજા ટ્રેલરમાં કોમેડી, એક્શન અને મનોરંજનનો વધુ...

નવદુર્ગાનાં ચોથા સ્વરૂપ કુષ્માંડાનું ધ્યાન ધરવાથી ઉગતાં સૂર્ય જેવી...

શક્તિ નાં ઘણાં સ્વરૂપ છે, પરંતુ પશુ અને માનવીને...

કરુણા પાંડે અને મુકુલ હરીશ ખાસ શહેર મુલાકાત સાથે...

પુષ્પા પોતાની ઘણા વર્ષોથી વિખૂટા પડેલા દીકરા ટાઇગર માટે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here