Skin Care Tips: શિયાળામાં રાખો તમારી ત્વચાનો ખાસ ખ્યાલ, અજમાવો આ નાઇટ સ્કીનકેર રૂટિન

0
30
રાત્રે સૂતા પહેલા ત્વચાનો ખાસ ખ્યાલ રાખવો ખૂબ જરૂરી છે. તેના માટે તમે વિંટર સ્કિન કેર ટિપ્સઅજમાવી શકો છો.
રાત્રે સૂતા પહેલા ત્વચાનો ખાસ ખ્યાલ રાખવો ખૂબ જરૂરી છે. તેના માટે તમે વિંટર સ્કિન કેર ટિપ્સઅજમાવી શકો છો.

શિયાળાની ઋતુમાં મોટા ભાગના લોકો ડલ અને સૂકી ત્વચા ની સમસ્યાથી પરેશાન હોય છે. ઠંડી હવાઓના કારણ ત્વચાની કોમળતા જાણે ક્યાંક ખોવાઇ જાય છે. દિવસભર શિયાળાની ઋતુમાં ઘરની બહાર રહેવાથી પણ ત્વચા ડલ થઇ જાય છે. ધૂળ-માટી, પ્રદૂષણ, સૂરજની કિરણોનો પણ સ્કીન પર નકારાત્મક પ્રભાવ પડે છે.એવામાં રાત્રે સૂતા પહેલા ત્વચાનો ખાસ ખ્યાલ રાખવો ખૂબ જરૂરી છે. તેના માટે તમે વિંટર સ્કિન કેર ટિપ્સઅજમાવી શકો છો. બ્રોડ-સ્પેક્ટ્રમ સનસ્ક્રીન અને સારા અલ્ટ્રા-હાઈડ્રેટિંગ મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરવા ઉપરાંત, આપણે આપણા નાઈટ સ્કિનકેર રૂટીનને પણ ખાસ બનાવવું જોઈએ.જેમાં ક્લીન્ઝિંગ મેથડ અને મોઈશ્ચરાઈઝરનો સમાવેશ થાય છે. જેથી સવારે તમે ઉઠો ત્યારે તમારી ત્વચા એકદમ હેલ્થી અને કોમળ રહે. અહીં અમે તમને શિયાળામાં ત્વચાને હેલ્થી અને સ્મૂથ રાખવા માટે અમુક સ્કીન કેર ટિપ્સ બતાવવા જઇ રહ્યા છીએ, જેને ફોલો કરીને તમે સોફ્ટ સ્કિન મેળવી શકો છો.મિલ્ક ક્લીંઝર અથવા દૂધથી ચહેરો સાફ કરો- દૂધ એક અદ્ભુત ક્લીંઝર છે. તેમાં લેક્ટિક એસિડ હોય છે જે સારા ક્લીંઝર તરીકે કામ કરે છે. તમે મેકઅપને દૂર કરવા માટે મિલ્ક ક્લીંઝર ખરીદી શકો છો અને સૂતા પહેલા ચહેરાને સાફ કરી શકો છો. તે તમારા ચહેરા પરથી તમામ કચરો દૂર કરી દેશે અને ત્વચાને કોમળ અને ફ્રેશ બનાવશે. તમે દૂધનો પણ ઉપયોગ કરી શકો છો. થોડું દૂધ લો અને તેનાથી તમારો ચહેરો સાફ કરો. અથવા તેમાં થોડો ચણાનો લોટ ઉમેરી ચહેરો સાફ કરો.ત્વચાને એક્સ્ફોલિએટ કરો- ડલ અને સૂકી ત્વચાને દૂર કરવા માટે શિયાળામાં એક્સ્ફોલિયેશન પણ મહત્વપૂર્ણ છે. પરંતુ યાદ રાખો કે શિયાળામાં અને વૈકલ્પિક દિવસોમાં હળવા એક્સ્ફોલિયેશનની મદદ લેવી. આ માટે તમે તેમાં નાળિયેર તેલ અથવા દૂધમાં ઓટ્સ અથવા કોફીનો ઉમરીને હળવા સ્ક્રબ અથવા હોમમેઇડ સ્ક્રબનો ઉપયોગ કરી શકો છો