Saturday, September 26, 2026
HomeBusinessખાંડનું ઉત્પાદન 14 ટકા વધ્યું, રેકોર્ડ 360 લાખ ટન થવાનો આશાવાદ

ખાંડનું ઉત્પાદન 14 ટકા વધ્યું, રેકોર્ડ 360 લાખ ટન થવાનો આશાવાદ

Date:

Related stories

ગ્રાહક ચેતના ટ્રસ્ટની પોલીસ અધિકારીઓ સાથેની સંયુક્ત કામગીરીમાં સુરત,...

સુરત, ૨૦૨૬: ગ્રાહક ચેતના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી...

‘Khoj by Punitji’ અને ‘Dolphin Studio’ દ્વારા આયોજિત બીજો ‘સિંગ એન્ડ લર્ન કેમ્પ’ સફળતાપૂર્વક...

અમદાવાદ — 'Khoj by Punitji' દ્વારા 'Dolphin Studio' ખાતે બીજા 'સિંગ એન્ડ લર્ન કેમ્પ'નું...

સ્પોટિફાય ઈન્ડિયા પર છેલ્લા એક વર્ષથી ‘અર્ઝ કિયા હૈ’એ...

રાષ્ટ્રીય, 25 સપ્ટેમ્બર, 2026: કેટલાંક ગીતો ક્ષણભર માટે ટ્રેન્ડ...

અમદાવાદમાં વાયએમસીએ ખાતે ૨ થી ૪ ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન...

જ્વેલરી વર્લ્ડ ૨૦૨૬ ભારતના શ્રેષ્ઠ જ્વેલરી હાઉસીસના ભવ્ય પ્રદર્શન...

કર્ણાવતી યુનિવર્સિટી ખાતે જાહેર આરોગ્ય અને નેતૃત્વ વિષય પર...

કર્ણાવતી યુનિવર્સિટી ખાતે મહારાષ્ટ્ર એફડીએ કમિશનર તુકારામ મુંઢેએ વિદ્યાર્થીઓ...

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

દેશમાં આ વર્ષે ખાંડના ઉત્પાદનો એપ્રિલમાં 14 ટકા વધી રેકોર્ડ 34.2 મિલિયન ટન નોંધાયા છે. જે માર્કેટિંગ વર્ષ 2021-22ના અંત સુધીમાં વધી રેકોર્ડ 35.5 મિલિયન ટન નોંધાવાનો આશાવાદ એનએફસીએસએફએ વ્યક્ત કર્યો છે. માર્કેટિંગ વર્ષ 2020-21માં 31.1 મિલિયન ટન, 2019-20માં 25.9 મિલિયન ટન, 2018-19 32.2 મિલિયન ટન, 2017-18માં 31.2 મિલિયન ટન ખાંડ ઉત્પાદિત થઈ હતી.ખાંડનું માર્કેટિંગ વર્ષ ઓક્ટોબરથી સપ્ટેમ્બર છે. નેશનલ ફેડરેશન ઓફ કોઓપરેટિવ સુગર ફેક્ટરીઝના આંકડાઓ અનુસાર, ખાંડનું ચોખ્ખુ ઉત્પાદન એપ્રિલ, 2022માં 34.2 મિલિયન ટન નોંધાયુ છે. જે ગતવર્ષે 30 મિલિયન ટન સામે 14 ટકા વધ્યુ છે. 520 ખાંડની મિલોમાંથી 219 મિલોમાં ક્રશિંગ થઈ રહ્યુ છે. જ્યારે ગતવર્ષે સમાનગાળામાં માત્ર 106 મિલોમાં ક્રશિંગ થયુ હતું.એથેનોલ માટે 3.5 મિલિયન ટન ખાંડનો ઉપયોગ બાદ કરતાં ખાંડનું ચોખ્ખુ ઉત્પાદન 45.5 મિલિયન ટનથી વધવાનો આશાવાદ છે. મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, હરિયાણા, ગુજરાતમાં મેના અંત સુધી ક્રશિંગ પ્રક્રિયા ચાલુ રહેશે. જે ભારતીય ખાંડ ક્ષેત્રે નવો ઈતિહાસ રચશે. બ્રાઝિલ બાદ ભારત ખાંડનો બીજો સૌથી મોટો ઉત્પાદક છે. જેમાં દેશનું 85 ટકા ઉત્પાદન મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ અને કર્ણાટકમાં થાય છે. ત્રણેય રાજ્યોમાં મળી 30 એપ્રિલ સુધી કુલ 29.1 મિલિયન ટન (25.4 મિલિયન ટન) ખાંડ ઉત્પાદિત થઈ છે. જ્યારે અન્ય રાજ્યોમાંથી ગતવર્ષે 4.6 મિલિયન ટન સામે 5.1 મિલિયન ટન ખાંડ ઉત્પાદિત થઈ છે.

નિકાસ દ્વારા 30 હજાર કરોડની આવક થશે
અત્યાર સુધીનું સૌથી વધુ ખાંડનું ઉત્પાદન હોવા છતાં, સ્થાનિક બજારમાં ખાંડની એક્સ-મિલ જરૂરિયાત પૂરી થઈ નથી. S ગ્રેડની ખાંડનો ભાવ ક્વિન્ટલ દીઠ રૂ. 3,300 છે, જ્યારે M ગ્રેડ માટે રૂ. 3,550 પ્રતિ ક્વિન્ટલ છે. જેની પાછળનું મુખ્ય કારણ ખાંડની નિકાસો વધવાનો છે. 9.5 મિલિયન ટન નિકાસ થવાના આશાવાદ સાથે દેશની ખાંડની મિલો રૂ. 30 હજાર કરોડની આવક ઉપાર્જિત કરશે. આ વર્ષે 8.5 મિલિયન ટન ખાંડના નિકાસ ઓર્ડર મળ્યા હતાં. જેમાંથી 6.5 મિલિયન ટન નિકાસ થઈ ચૂકી છે.

દેશમાંથી 70 લાખ ટન ખાંડ નિકાસ થઈ
બ્રાઝિલ બાદ વિશ્વનો બીજો સૌથી મોટો ખાંડ ઉત્પાદક ભારતમાંથી અત્યારસુધી 7 મિલિયન ટન ખાંડ નિકાસ થઈ છે. જે વધી 9 મિલિયન ટન થવાનો આશાવાદ છે. 2020-21માં ખાંડની 7.23 મિલિયન ટન રેકોર્ડ નિકાસ થઈ હોવાનું ઈસ્માએ જણાવ્યુ છે. આ વર્ષે સરકારની સબસિડી વિના જ નિકાસો થઈ છે. ઈથેનોલ સેગમેન્ટમાં મિલોએ ઓઈલ માર્કેટિંગ કંપનીઓને 168.66 કરોડ લીટરનો ઈથેનોલ સપ્લાય કર્યો છે. ​​​​​​​

ગ્રાહક ચેતના ટ્રસ્ટની પોલીસ અધિકારીઓ સાથેની સંયુક્ત કામગીરીમાં સુરત,...

સુરત, ૨૦૨૬: ગ્રાહક ચેતના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી...

‘Khoj by Punitji’ અને ‘Dolphin Studio’ દ્વારા આયોજિત બીજો ‘સિંગ એન્ડ લર્ન કેમ્પ’ સફળતાપૂર્વક...

અમદાવાદ — 'Khoj by Punitji' દ્વારા 'Dolphin Studio' ખાતે બીજા 'સિંગ એન્ડ લર્ન કેમ્પ'નું...

સ્પોટિફાય ઈન્ડિયા પર છેલ્લા એક વર્ષથી ‘અર્ઝ કિયા હૈ’એ...

રાષ્ટ્રીય, 25 સપ્ટેમ્બર, 2026: કેટલાંક ગીતો ક્ષણભર માટે ટ્રેન્ડ...

અમદાવાદમાં વાયએમસીએ ખાતે ૨ થી ૪ ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન...

જ્વેલરી વર્લ્ડ ૨૦૨૬ ભારતના શ્રેષ્ઠ જ્વેલરી હાઉસીસના ભવ્ય પ્રદર્શન...

કર્ણાવતી યુનિવર્સિટી ખાતે જાહેર આરોગ્ય અને નેતૃત્વ વિષય પર...

કર્ણાવતી યુનિવર્સિટી ખાતે મહારાષ્ટ્ર એફડીએ કમિશનર તુકારામ મુંઢેએ વિદ્યાર્થીઓ...

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here