અમદાવાદથી શ્રી વૈષ્ણો દેવી કટરા માટે દોડશે સ્પેશિયલ ટ્રેન

0
34
Special train will run from Ahmedabad for Shri Vaishno Devi Katra
Special train will run from Ahmedabad for Shri Vaishno Devi Katra

અમદાવાદ-વડોદરા વચ્ચે મેમુ અને સાબરમતી-મહેસાણા, સાબરમતી-પાટણ મહેસાણા – આબુ રોડ અને અસારવા – હિંમતનગર વચ્ચે સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે | આ તમામ ટ્રેનો સંપૂર્ણ આરક્ષિત રહેશે.

પશ્ચિમ રેલ્વે દ્વારા અમદાવાદથી શ્રી વૈષ્ણો દેવી કટરા માટે સાપ્તાહિક એક્સપ્રેસ સ્પેશિયલ તથા અમદાવાદ – વડોદરા વચ્ચે મેમુ અને સાબરમતી – મહેસાણા, સાબરમતી – પાટણ, મહેસાણા – આબુ રોડ, અસારવા – હિંમતનગર વચ્ચે ડેમુ સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેનોની વિગત નીચે મુજબ છે:

ટ્રેન નંબર 09415/09416 અમદાવાદ – શ્રી વૈષ્ણો દેવી કટરા-અમદાવાદ સ્પેશિયલ (સાપ્તાહિક)
ટ્રેન નંબર 09415 અમદાવાદ – શ્રી વૈષ્ણો દેવી કટરા સ્પેશિયલ 07 માર્ચ 2021 થી આગળની સૂચના સુધી દર રવિવારે અમદાવાદથી 20:20 વાગ્યે ચાલીને ત્રીજા દિવસે સવારે 06: 35 વાગ્યે શ્રી વૈષ્ણો દેવી કટરા પહોંચશે. વાપસીમાં ટ્રેન નંબર 09416 વૈષ્ણો દેવી કટરા – અમદાવાદ સ્પેશિયલ 09 માર્ચ 2021 થી આગળની સૂચના સુધી દર મંગળવારે શ્રી વૈષ્ણો દેવી કટરાથી સવારે 10:40 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે રાત્રે 22:00 વાગ્યે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન માર્ગમાં બંને દિશામાં સાબરમતી, મહેસાણા, પાલનપુર, આબુરોડ, ફાલના, રાની, મારવાડ જંકશન, બ્યાવર, અજમેર, કિશનગંજ, ફૂલેરા, જયપુર, ગાંધીનગર, દૌસા, બાંદિકુઇ, અલવર, ખેરથલ, રેવાડી, ભિવાની, હિસાર, સિરસા, ભઠીંડા, ફિરોઝપુર, જાલંધર, બ્યાસ, અમૃતસર, બટાલા, પઠાણકોટ, જમ્મુ તવી અને ઉધમપુર સ્ટેશનો પર રોકાશે.

ટ્રેન નંબર 09316/09315 અમદાવાદ-વડોદરા – અમદાવાદ મેમુ સ્પેશિયલ
ટ્રેન નંબર 09416 અમદાવાદ – વડોદરા મેમુ સ્પેશિયલ 02 માર્ચ 2021 થી આગળની સૂચના સુધી દરરોજ અમદાવાદથી 05:20 વાગ્યે ચાલીને 08:25 વાગ્યે વડોદરા પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09415 વડોદરા – અમદાવાદ મેમુ સ્પેશિયલ 01 માર્ચ 2021 થી આગળની સૂચના સુધી દરરોજ વડોદરાથી 19:55 વાગ્યે ચાલીને રાત્રે 23:25 વાગ્યે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન માર્ગમાં બંને દિશામાં મણિનગર, વટવા, ગેરતપુર, બારેજાડી, કનીજ, નૈનપુર, મહેમદાબાદ ખેડારોડ, ગોથાજ, નડિયાદ, ઉતરસંડા, કણજરી બોરીયાવી, આણંદ, વાસદ, નંદેસરી, રાનોલી અને બાજવા સ્ટેશનો પર રોકાશે.

ટ્રેન નંબર 09431/09432 સાબરમતી – મહેસાણા – સાબરમતી ડેમુ સ્પેશિયલ
ટ્રેન નંબર 09431 સાબરમતી – મહેસાણા ડેમુ સ્પેશિયલ 02 માર્ચ 2021 થી આગળની સૂચના સુધી દરરોજ સાબરમતીથી 16:40 વાગ્યે ચાલીને 18:10 વાગ્યે મહેસાણા પહોંચશે. વાપસીમાં, ટ્રેન નંબર 09432 મહેસાણા – સાબરમતી ડેમુ સ્પેશિયલ 03 માર્ચ 2021 થી આગળની સૂચના સુધી દરરોજ મહેસાણાથી 07:45 વાગ્યે ચાલીને 09:20 વાગ્યે સાબરમતી પહોંચશે. આ ટ્રેન માર્ગમાં બંને દિશામાં ચાંદખેડા, ખોડીયાર, કલોલ, ઝુલાસન, ડાંગરવા, આંબાલીયાસન અને જગુદન સ્ટેશનો પર રોકાશે.

ટ્રેન નંબર 09433/09434 સાબરમતી – પાટણ – સાબરમતી ડેમુ સ્પેશિયલ
ટ્રેન નંબર 09433 સાબરમતી – પાટણ ડેમુ સ્પેશિયલ 01 માર્ચ 2021 થી આગળની સૂચના સુધી દરરોજ સાબરમતીથી 18:25 વાગ્યે ચાલીને 20:55 વાગ્યે પાટણ પહોંચશે. વાપસીમાં, ટ્રેન નંબર 09434 પાટણ – સાબરમતી ડેમુ સ્પેશિયલ 02 માર્ચ 2021 થી આગળની સૂચના સુધી દરરોજ પાટણથી 06:00 વાગ્યે ચાલીને 08:20 વાગ્યે સાબરમતી પહોંચશે. આ ટ્રેન માર્ગમાં બંને દિશામાં ચાંદખેડા, ખોડીયાર, કલોલ, ઝુલાસણ, ડાંગરવા, આંબાલીયાસન, જગુદન, મહેસાણા, સેલાવી, રણુજ, સંખઈ સ્ટેશનો પર રોકાશે.

ટ્રેન નંબર 09437/09438 મહેસાણા – આબુરોડ – મહેસાણા ડેમુ સ્પેશિયલ
ટ્રેન નંબર 09437 મહેસાણા – આબુરોડ ડેમુ સ્પેશિયલ 02 માર્ચ 2021 થી આગળની સૂચના સુધી દરરોજ મહેસાણાથી 18:15 વાગ્યે ચાલીને 21:10 વાગ્યે આબુરોડ પહોંચશે. વાપસીમાં, ટ્રેન નંબર 09438 આબુરોડ – મહેસાણા ડેમુ સ્પેશિયલ 03 માર્ચ 2021 થી આગળની સૂચના સુધી આબુરોડથી 05:05 વાગ્યે ચાલીને 07:40 વાગ્યે મહેસાણા પહોંચશે. આ ટ્રેન માર્ગમાં બંને દિશામાં ઊંઝા, સિદ્ધપુર, છાપિ, ઉમરદશી, પાલનપુર, કરર્જોડા, ચિત્રાસની, જેઠી, ઇકબાલગઢ, સરોતરા રોડ, શ્રી અમીરગઢ અને માવલ સ્ટેશનો પર રોકાશે.

ટ્રેન નંબર 09401/09402 અસારવા – હિંમતનગર – અસારવા ડેમુ સ્પેશિયલ
ટ્રેન નંબર 09401 અસારવા – હિંમતનગર ડેમુ સ્પેશિયલ 01 માર્ચ 2021 થી (શનિવારને છોડીને) આગળની સૂચના સુધી દરરોજ અસારવાથી 19:00 વાગ્યે ઉપડશે અને 21:15 વાગ્યે હિંમતનગર પહોંચશે. વાપસીમાં, ટ્રેન નંબર 09402 હિંમતનગર – અસારવા ડેમુ સ્પેશિયલ 02 માર્ચ 2021 થી (રવિવારને છોડીને) આગળની સૂચના સુધી હિંમતનગરથી દરરોજ 05:30 વાગ્યે ઉપડશે અને 07:45 વાગ્યે અસારવા પહોંચશે. આ ટ્રેન માર્ગમાં બંને દીશામાં સહિજપુર, સરદારગ્રામ, નરોડા, મેદરા, ડભોડા, નાંદોલ દહેગામ, જાલિયાં મઠ, રખિયાલ, ખેરોલ, તલોદ, ખારી અમરપુર, પ્રાંતિજ, સોનાસન અને હાપા રોડ સ્ટેશનો પર રોકાશે.

મુસાફરોને ભારત સરકાર અને રાજ્ય સરકારો દ્વારા સૂચવેલ કોવિડ પ્રોટોકોલનું પાલન કરવા અને માસ્ક પહેરીને અને સામાજિક અંતરને અનુસરવાની મુસાફરી વિનંતી કરવામાં છે.

ટ્રેન નંબર 09415 નું બુકિંગ 03 માર્ચ 2021થી, ટ્રેન નંબર 09315, 09316, 09433, 09434, 09437, 09401, 09402 નું બુકિંગ 27 ફેબ્રુઆરી 2021 થી અને ટ્રેન નંબર 09431,09432 બુકિંગ 28 ફેબ્રુઆરી 2021 થી નિયુક્ત પીઆરએસ કાઉન્ટર્સ અને આઇઆરસીટીસીની વેબસાઇટ પર શરૂ થશે. મુસાફરો ઉપરોક્ત સ્પેશિયલ ટ્રેનની વિસ્તૃત માહિતી માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકશે.