શેરબજાર: સેન્સેક્સ 450 અંક વધ્યો, નિફ્ટીએ 18000ની સપાટી વટાવી

0
17
બજાજ ફાઈનાન્સ, કોટક મહિન્દ્રાના શેર વધ્યા,ટાઈટન કંપની, ટેક મહિન્દ્રા, TCS, ડો.રેડ્ડી લેબ્સ, HCL ટેકના શેર ઘટ્યા
બજાજ ફાઈનાન્સ, કોટક મહિન્દ્રાના શેર વધ્યા,ટાઈટન કંપની, ટેક મહિન્દ્રા, TCS, ડો.રેડ્ડી લેબ્સ, HCL ટેકના શેર ઘટ્યા

ભારતીય શેરબજારોમાં આજે વધારો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 450 અંક વધી 61067 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 127 અંક વધી 18183 પર કારોબાર કરી રહ્યો છે.
બજાજ ફાઈનાન્સ, કોટક મહિન્દ્રા, રિલાયન્સના શેર વધ્યા
સેન્સેક્સ પર બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ, કોટક મહિન્દ્રા, રિલાયન્સ, ICICI બેન્ક સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે. બજાજ ફાઈનાન્સ 2.48 ટકા વધી 7859.00 પર કારોબાર કરી રહ્યો છે. કોટક મહિન્દ્રા 1.95 ટકા વધી 1974.55 પર કારોબાર કરી રહ્યો છે. જોકે ટાઈટન કંપની, ટેક મહિન્દ્રા, TCS, ડો.રેડ્ડી લેબ્સ, HCL ટેક સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.