Monday, September 14, 2026
HomeGujaratગુજરાતમાં તરખાટ મચાવનાર તમિલનાડુની ખૂંખાર ગેંગનો પર્દાફાશ

ગુજરાતમાં તરખાટ મચાવનાર તમિલનાડુની ખૂંખાર ગેંગનો પર્દાફાશ

Date:

Related stories

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

જિયોસ્ટાર કિડ્સ એન્ડ ફેમિલીની નવી સિરીઝ ‘જંગલ ટેલ્સ વિથ...

મુંબઈ, 10 સપ્ટેમ્બર 2026: જિયોસ્ટારના કિડ્સ એન્ડ ફેમિલી પોર્ટફોલિયો...

વોલ્ટાસ કૂલીંગ અને હોમ એપ્લાયંસિસ પર આકર્ષક તહેવાર ઓફર્સ...

ગ્રાહકો 15% સુધીની કેશબેક, રૂ. 6000 સુધીના ફાયદાઓ અને...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

આરોપીઓ મોટેભાગે વહેલી સવારે જ ચોરી કરતા હતા. વહેલી સવારે નોકરી ધંધે જવાનો સમય હોવાથી મોટે ભાગે ઘરના દરવાજાઓ ખુલ્લા હોય છે

 રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણ પોલીસને મોટી સફળતા મળી છે. દમણ પોલીસે ચોરીના ગુનાઓમાં કુખ્યાત તમિલનાડુની એક આંતરરાજ્ય ગેંગના ચાર સાગરીતોને દબોચી લીધા છે અને અંદાજે 13 લાખ 38 હજારની કિંમતના ચોરીનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. આરોપીઓની અત્યાર સુધીની પૂછપરછમાં તેઓએ દમણ ઉપરાંત વલસાડ જિલ્લાના અનેક વિસ્તારોમાં ચોરી કરી અને વલસાડ જિલ્લા પોલીસને પણ દોડતી કરી દીધી હતી. ત્યારે કોણ છે આ ગેંગ? અને કેવી રીતે આચરતી હતી ચોરી? જોઈએ આ અહેવાલ.
રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણના નાની દમણ વિસ્તારમાં થોડા દિવસ અગાઉ એક ઘરમાંથી ચોરી થઈ હતી. વહેલી સવારે ઘરમાંથી મોબાઈલ સહિત અન્ય કીમતી ઉપકરણોની કોઈ અજાણ્યા શખ્સો ચોરી કરી અને ફરાર થઈ ગયા હતા. સાડા પાંચ લાખથી વધુની ચોરીની ફરિયાદ પોલીસ સ્ટેશન સુધી પહોંચી હતી. ત્યાર બાદ મામલાને ગંભીરતાથી લઈ દમણ પોલીસે વિવિધ ટીમો બનાવી અને તપાસ શરુ કરી હતી. તપાસના અંતે દમણ પોલીસે વાપીના તળાવ ફળિયા નજીકથી ચાર આરોપીઓની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં ચારે આરોપીઓ મૂળ તમિલનાડુના વેલોર જિલ્લાના છે અને તેઓ વાપીમાં રહી અને આસપાસના વિસ્તારમાં ચોરી કરી અને ફરાર થઈ જતા હતા. પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓ પર એક નજર કરીએ તો, જીવા મુનિયપ્પા, આર્યા અનિયપ્પન, મુનિયપ્પા બલરાજ, મુનિયપ્પા મુરગનનો સમાવેશ થાય છે.પોલીસની અત્યાર સુધીની તપાસમાં બહાર આવ્યું છે કે આ આરોપીઓ મૂળ તમિલનાડુના વેલ્લોર જિલ્લાના છે. તેઓ ત્યાંથી અવારનવાર દેશના ખૂણે ખૂણે પહોંચતા હતા અને જે તે વિસ્તારની રેકી કરી અને કોઈ મકાનને નિશાન બનાવતા હતા. તેમાંથી ગણતરીના સમયમાં જ ચોરી કરી અને ફરાર થઈ જતા હતા. આરોપીઓ મોટેભાગે વહેલી સવારે જ ચોરી કરતા હતા. વહેલી સવારે નોકરી ધંધે જવાનો સમય હોવાથી મોટે ભાગે ઘરના દરવાજાઓ ખુલ્લા હોય છે. આથી આ સમયનો ગેરલાભ લઈ અને આ આરોપીઓ ગણતરીના સમયમાં જ ઘરમાંથી કીમતી ચીજ વસ્તુઓની ચોરી કરી અને પલવારમાં ફરાર થઈ જતા હતા.આરોપીઓ છેલ્લા કેટલાક સમયથી વાપીના તળાવ ફળિયા નજીક એક ચાલીમાં રહેતા હતા અને ત્યારબાદ તેઓ વાપી અને આસપાસના વિસ્તારમાં વહેલી સવારે આવી રીતે ચોરી કરતા હતા. અને જો પકડાઈ જાય તો તેઓ તમિલ ભાષામાં વાતો કરી અને સામેવાળા વ્યક્તિને ભરમાવી દેતા હતા. અત્યાર સુધીની તપાસમાં આરોપીઓએ ન માત્ર દમણ પરંતુ વાપી, સંજાણ, ભીલાડ, પારડી સહિતના વિસ્તારોમાં પણ આવી જ રીતે ચોરીઓને અંજામ આપ્યો હતો. આરોપીઓ સુધી પહોંચવા દમણ પોલીસે 120 થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કર્યા હતા અને ત્યારબાદ તપાસના અંતે વાપી રેલવે સ્ટેશન નજીકથી તેઓને મહત્વની કડી મળતા તેઓએ વાપીના તળાવ ફળિયા નજીક એક ચાલીમાં રાત્રે રેડ કરી અને આરોપીઓને દબોચી લીધા હતા. આરોપીઓ પાસેથી પોલીસે 50 મોબાઇલ, 5 લેપટોપ, એક ટેબલેટ સહિત અંદાજે 13,38,000 થી વધુની કિંમતનો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો.

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

જિયોસ્ટાર કિડ્સ એન્ડ ફેમિલીની નવી સિરીઝ ‘જંગલ ટેલ્સ વિથ...

મુંબઈ, 10 સપ્ટેમ્બર 2026: જિયોસ્ટારના કિડ્સ એન્ડ ફેમિલી પોર્ટફોલિયો...

વોલ્ટાસ કૂલીંગ અને હોમ એપ્લાયંસિસ પર આકર્ષક તહેવાર ઓફર્સ...

ગ્રાહકો 15% સુધીની કેશબેક, રૂ. 6000 સુધીના ફાયદાઓ અને...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here