Friday, October 16, 2026
HomeEntertainmentતારા સુતરિયા અને વીર પહારિયાનું બ્રેકઅપ થયું

તારા સુતરિયા અને વીર પહારિયાનું બ્રેકઅપ થયું

Date:

Related stories

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

એમ્વીની પ્રથમ છ મહિનાની આવક 45 ટકા વધીને રૂ....

બેંગાલુરુ, 15 ઓક્ટોબર, 2026: એમ્વી ફોટોવોલ્ટેઇક પાવર લિમિટેડે (NSE:...

ગુજરાતમાં ‘સરકારી સેવાઓ આપના દ્વારે’ અંતર્ગત ‘ડાક ચૌપાલ માટે...

નાણાકીય સમાવેશ, ડિજિટલ ઇન્ડિયા અને અંત્યોદયમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી...

નર્મદાના કેવડિયા ખાતે ભાજપ આદિજાતિ મોરચાની પ્રદેશ કક્ષાની મહત્વપૂર્ણ...

ગાંધીનગર સહિતની પેટાચૂંટણીઓમાં ભાજપને મળેલા પરિણામો પક્ષ પ્રત્યેના જનવિશ્વાસને...

બોલિવૂડના સૌથી પોપ્યુલર કપલ્સમાંથી એક એવી તારા સુતરિયા અને વીર પહારિયાની જોડી ફરી એકવાર ચર્ચામાં આવી છે. સોશિયલ મીડિયા પર અત્યારે ચર્ચાઓ થઈ રહી છે કે તારા અને વીર હવે અલગ થઈ ગયા છે. જો કે હજુ થોડા મહિના પહેલા જ આ બંનેએ પોતાના સંબંધોની જાહેરાત દુનિયા સામે કરી હતી. તેમજ લોકોને પણ આ જોડી ખૂબ ગમતી હતી, પણ હવે અચાનક તેમના બ્રેકઅપના સમાચારે બધાને ચોંકાવી દીધા છે. રિપોર્ટ્સ અનુસાર, તારા અને વીરે વર્ષ 2025ની શરૂઆતમાં ડેટિંગ શરૂ કરી હતી. શરૂઆતમાં બંને પ્રાઈવેટ આઉટિંગમાં સાથે જોવા મળતા હતા, જેના કારણે અટકળો તેજ થઈ હતી. વર્ષ 2025ના મધ્ય સુધીમાં બંનેએ સત્તાવાર રીતે સ્વીકાર્યું હતું કે તેઓ રિલેશનશિપમાં છે. સોશિયલ મીડિયા પર પણ તેમની કેમિસ્ટ્રીના ખૂબ વખાણ થતા હતા.થોડા સમય પહેલા મુંબઈમાં સિંગર એપી ધિલ્લોનના કોન્સર્ટ દરમિયાન એક કિસ્સો બન્યો હતો જે સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. આ કોન્સર્ટમાં એપી ધિલ્લોને તારાને કિસ કરી હતી, તે સમયે તેનો બોયફ્રેન્ડ વીર ત્યાં જ હાજર હતો. વીરનું રિએક્શન તે સમયે ઘણું વાઈરલ થયું હતું અને માનવામાં આવી રહ્યું હતું કે તે આ ઘટનાથી નારાજ હતો.જોકે, બાદમાં તારાએ સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, ‘ખોટી અફવાઓ અને ચાલાકીથી એડિટ કરેલા વીડિયો અમને હલાવી શકતા નથી.’ વીરે પણ સ્પષ્ટતા કરી હતી કે તેના રિએક્શનનો વીડિયો કોઈ અલગ ગીત દરમિયાન બનાવ્યો હતોસૂત્રોના જણાવ્યા અનુસાર, હવે આ કપલે અલગ થવાનો નિર્ણય લીધો છે. જોકે, બ્રેકઅપ પાછળનું ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી અને બંનેમાંથી કોઈએ પણ આ મામલે સત્તાવાર નિવેદન આપ્યું નથી. અગાઉ એક ઇન્ટરવ્યૂમાં વીરે જણાવ્યું હતું કે તેમની પહેલી ડેટ પર તેણે પિયાનો વગાડ્યો હતો અને તારાએ આખી રાત ગીતો ગાયા હતા. આટલા ડીપ કનેક્શન બાદ અચાનક અલગ થવાના સમાચારથી ફેન્સ નિરાશ છે.

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

એમ્વીની પ્રથમ છ મહિનાની આવક 45 ટકા વધીને રૂ....

બેંગાલુરુ, 15 ઓક્ટોબર, 2026: એમ્વી ફોટોવોલ્ટેઇક પાવર લિમિટેડે (NSE:...

ગુજરાતમાં ‘સરકારી સેવાઓ આપના દ્વારે’ અંતર્ગત ‘ડાક ચૌપાલ માટે...

નાણાકીય સમાવેશ, ડિજિટલ ઇન્ડિયા અને અંત્યોદયમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી...

નર્મદાના કેવડિયા ખાતે ભાજપ આદિજાતિ મોરચાની પ્રદેશ કક્ષાની મહત્વપૂર્ણ...

ગાંધીનગર સહિતની પેટાચૂંટણીઓમાં ભાજપને મળેલા પરિણામો પક્ષ પ્રત્યેના જનવિશ્વાસને...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here