દેશનાં સ્ટાર્ટઅપે છ મહિનામાં 11 હજારથી વધુ લોકોની નોકરી છીનવી લીધી, સૌથી વધુ છટણી ઓલાએ કરી

0
2
ખર્ચમાં ઘટાડો, પુનર્ગઠનના નામે સ્ટાર્ટઅપ મેનેજમેન્ટ છટણીને યોગ્ય ઠેરવે છે
દેશમાં છેલ્લા છ મહિનામાં સ્ટાર્ટઅપ કંપનીઓએ 11 હજારથી વધુ કર્મચારીઓને પાણીચું પકડાવી દીધું છે.

નવી દિલ્હી : દેશમાં છેલ્લા છ મહિનામાં સ્ટાર્ટઅપ કંપનીઓએ 11 હજારથી વધુ કર્મચારીઓને પાણીચું પકડાવી દીધું છે. આ છટણી ખર્ચમાં ઘટાડો, પુનર્ગઠન અને નાણાકીય સંકટ જેવાં કારણસર કરાઈ છે. સૌથી વધુ છટણી ઓલા, બ્લિન્કિટ, વ્હાઈટહેટ જુનિયર, લીડો લર્નિંગ અને અનએકેડેમીએ કરી છે. આ પૈકી સૌથી વધુ છટણી ઈ-કોમર્સ કંપનીઓમાં થઈ છે, જ્યારે એજ્યુટેક બીજા નંબરે છે.હાલ દેશના વિવિધ સ્ટાર્ટઅપ મેનેજમેન્ટને લાગે છે કે આગામી 18-24 મહિના સુધી બિઝનેસ નહીં વધે. બિઝનેસ ઈનસાઈડર ઈન્ડિયાના રિપોર્ટ પ્રમાણે દેશમાં 25 સ્ટાર્ટઅપે આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધી 11,695 લોકોની નોકરી છીનવી લીધી છે. તેમાંથી 10 સ્ટાર્ટઅપ ઈ-કોમર્સ અને સાત એજ્યુટેક ક્ષેત્રનાં છે.છટણી કરનારામાં સાત યુનિકોર્ન ઓલા, બ્લિન્કિટ, અનએકેડેમી, વેદાન્તુ, કાર્સ24 અને પીએમએલ પણ સામેલ છે. નિષ્ણાતોનું કહેવું છે કે આ વર્ષે સ્ટાર્ટઅપમાં 60 હજાર લોકોની નોકરી જઈ શકે છે. ભારતીય સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ માટે આર્થિક સંજોગો હજુ ઉજ્જ્વળ નથી. કોરોનામાં ઊભા કરાયેલા સ્ટાર્ટઅપ હવે યુક્રેન યુદ્ધની અસરો ભોગવી રહ્યાં છે. મોંઘવારી પણ વધી રહી છે. વેદાંતુના સીઈઓ અને સહ-સ્થાપક વામસી કૃષ્ણાએ કહ્યું છે કે યુદ્ધ, મંદીનો ડર, ફેડરલ વ્યાજદરમાં વૃદ્ધિના કારણે પણ દબાણ વધ્યું છે. આ માહોલ જોતા આગામી ત્રણ મહિનામાં મૂડી ઓછી થશે.