ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે વર્લ્ડકપની ફાઈનલ મેચ? 11 ફેબ્રુઆરીએ યોજાશે મહામુકાબલો

0
7
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ગઇકાલે અંડર-19 વર્લ્ડકપ 2024ની પ્રથમ સેમિફાઇનલ મેચ રમાઈ હતી.
ભારતે પ્રથમ સેમિફાઇનલ મેચમાં સાઉથ આફ્રિકાને 2 વિકેટથી હ અરવ્યું હતું

IND vs PAK : ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ગઇકાલે અંડર-19 વર્લ્ડકપ 2024ની પ્રથમ સેમિફાઇનલ મેચ રમાઈ હતી. આ રોમાંચક મેચમાં ભારતે સાઉથ આફ્રિકાને 2 વિકેટથી હરાવ્યું હતું. આ સાથે ભારતીય ક્રિકેટ ટીમ ફાઇનલમાં પ્રવેશ મેળવવામાં સફળ થઈ હતી. હવે ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ શકે છે. જો આમ થશે તો 18 વર્ષ બાદ ટાઈટલ માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર જોવા મળશે.પ્રથમ સેમિફાઇનલમાં ભારતીય ટીમે સાઉથ આફ્રિકા સામે રોમાંચક મેચમાં જીતી મેળવી અંડર-19 વર્લ્ડકપ ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. ટૂર્નામેન્ટની બીજી સેમિફાઇનલ મેચ પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાવવાની છે. જો પાકિસ્તાનની ટીમ આ મેચ જીતી જાય છે તો ફાઈનલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો થઈ શકે છે.અંડર-19 વર્લ્ડકપ 2024ની ફાઇનલ મેચ 11 ફેબ્રુઆરીના રોજ રમાનાર છે. આ પહેલા આવતીકાલે ટુર્નામેંટની બીજી સેમિફાઇનલ મેચ ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે રમાશે. ભારતની જેમ પાકિસ્તાન પણ ટુર્નામેંટની એકપણ મેચ હાર્યું નથી. જ્યારે ઓસ્ટ્રેલિયાની છેલ્લી મેચ રદ થઈ હતી. જો પાકિસ્તાનની ટીમ સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવે છે તો 11 ફેબ્રુઆરીના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઇનલમાં ટક્કર જોવા મળશે. સેમિફાઇનલ મેચની વાત કરીએ તો ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. સાઉથ આફ્રિકાએ 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 244 રન બનાવ્યા હતા. ભારત તરફથી રાજ લિંબાણીએ 3 વિકેટ ઝડપી હતી. ટાર્ગેટનો પીછો કરતાં ભારતીય ટીમે પહેલા પાવરપ્લેમાં જ 3 વિકેટ ગુમાવી દીધી હતી. આદર્શ (0), અરશિન કુલકર્ણી (12), મુશીર ખાન (4) અને પ્રિયાંશુ મોલિયા 5 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા. આ પછી સચિન ધાસ અને કેપ્ટન ઉદય સહારન વચ્ચે પાંચમી વિકેટ માટે 187 બોલમાં 171 રનની ભાગીદારી થઈ હતી. સચિને 96 રન જ્યારે ઉદય સહારને 81 રન બનાવ્યા હતા. રાજે ચોગ્ગો ફટકારીને ભારતને જીત અપાવી હતી.ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષ 2006માં અંડર-19 વર્લ્ડકપની ફાઇનલ મેચ રમાઈ હતી. તે મેચમાં પાકિસ્તાને જીત નોંધાવી હતી. પાકિસ્તાનની ટીમ ફાઇનલ મેચમાં માત્ર 109 રનના સ્કોર પર સમેટાઇ ગઈ હતી. જો કે તે પછી પાકિસ્તાને ભારતીય ટીમને 71 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. આવી સ્થિતિમાં જો આ વખતે ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઇનલ રમાય છે તો ભારતીય ટીમ 18 વર્ષ જૂની હારનો બદલો લેવા માંગશે.