22,000 સ્ક્વેર ફૂટમાં હાથથી બનાવવામાં આવ્યું સૌથી મોટું કોવીડ આર્ટ, હજારો કોરોના વોરિયર્સને સમર્પિત

0
14
ઝાયડસ કોર્પોરેટ પાર્ક ખાતે 22000 ચોરસ ફૂટમાં ફેલાયેલી અત્યાર સુધીની સૌથી મોટી હાથથી બનાવેલી કોવીડ આર્ટક્વીલ્ટ હજારો કોરોના વોરીયર્સને સમર્પિત ઝાયડસ કોર્પોરેટ પાર્ક ખાતે ‘ટુગેધર વી ફલાય ’ જાહેર કલાકૃતિને ખુલ્લી મુકતા CM ભૂપેન્દ્રભાઈ પટેલે આશા અને હકારાત્મકતાતો સંદેશ આપ્યો
ઝાયડસ કોર્પોરેટ પાર્ક ખાતે 22000 ચોરસ ફૂટમાં ફેલાયેલી અત્યાર સુધીની સૌથી મોટી હાથથી બનાવેલી કોવીડ આર્ટક્વીલ્ટ હજારો કોરોના વોરીયર્સને સમર્પિત ઝાયડસ કોર્પોરેટ પાર્ક ખાતે ‘ટુગેધર વી ફલાય ’ જાહેર કલાકૃતિને ખુલ્લી મુકતા CM ભૂપેન્દ્રભાઈ પટેલે આશા અને હકારાત્મકતાતો સંદેશ આપ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઝાયડસ કોર્પોરેટ પાર્ક ખાતે કોરોના વોરીયર્સ અને સમગ્ર પ્રજાના જુસ્સાનો પડઘો પાડતી ‘ ટુગેધર વી ફ્લાય ’ વિશાળ કલાકૃતિ પ્રજાને સમર્પિત કરી હતી , કે જે સમગ્ર ગુજરાત અને રાષ્ટ્રની પ્રજાની લાગણી , અભિવ્યક્તિ અને વિચારોનું પ્રતિબિંબ પાડે છે . તેને ખુલ્લી મૂકતાં અને કોરોના વોરીયર્સને બિરદાવવાની સાથે સમગ્ર પ્રજાને આશા , હકારાત્મકતા અને પ્રેરણાનો સંદેશ આપતાં આ કલાકૃતિને પડકારજનક સમયમાં સમગ્ર પ્રજા જે રીતે એકજુટ બનીને ખમીરથી ઉભી રહી તેનું પ્રતીક ગણાવ્યું હતું.પંદર હજાર જેટલી અનન્ય અભિવ્યક્તિ સાથેની આ ‘ ટુગેધર વી ફ્લાય ’ કલાકૃતિ ૨૬૨ ફૂટ પહોળી અને ૮૫ ફૂટની ઉંચાઈ ધરાવે છે , જે ઝાયડસ ગૃપનાં આઈકોનીક કોર્પોરેટ હેડ ક્વાર્ટરની બાહ્ય દિવાલ પર મૂકવામાં આવી છે . વૈવિધ્યસભર કલા , કવિતા , કેલીગ્રાફી , ફોટોગ્રાફ્સ તેમજ પેન્ડેમીકનાં બીજા વેવ દરમ્યાન સમયનાં પડકાર અને જુસ્સાને વ્યક્ત કરતાં હસ્તલિખિત વ્યક્તિગત પીસ ઓફ આર્ટને જોડીને એક ક્વીન્ટ તરીકે નવો આશાદીપ આવનારા સમય માટે તે આપે છે,આ ખાસ પહલ ઝાયડસ પ્રમોટર્સ કુટુંબનાં કલામર્મજ્ઞ ડિઝાઈનર અને ઉદ્યોગ સાહસિક મેહા પટેલ અને કોરોના ક્વીલ્ટ પ્રોજેક્ટનાં ફાઉન્ડર્સ દિયા મહેતા ભૂપાલ અને શ્નેહા મોદીનો સંયુક્તપણે છે .આ પ્રસંગે પોતાનાં ઉદ્બોધનમાં ઝાયડસ ગૃપનાં ચેરમેન પંકજ આર . પટેલે કહ્યું હતુ કે , “ આ સમગ્ર પેન્ડેમીક દરમ્યાન અમે ડાયગ્નોસ્ટીક્સ , થેરાપેટીક્સ અને વેક્સીન દ્વારા પ્રજાની સતત પડખે ઉભા રહ્યા છીએ . તેની સાથે સાથે અમને પ્રજા સાથે સીધી રીતે આશા અને હકારાત્મકતાનાં સંદેશ સાથે જોડાવાની પણ જરૂર જણાઈ અને સાથે મળીને આપણે સૌ આ પડકારજનક સમયને પસાર કરીને સફ્ળતાથી આગળ વધીશું . ”આ કલાકૃતિ ડૉક્ટરો , રિસર્ચર્સ , નર્સો , પેરામેડીક્સ , હેલ્થકેર ક્ષેત્ર , કાયદો અને વ્યવસ્થા ક્ષેત્ર વગેરેનાં કોરોના વોરીયર્સ જે અડીખમ રીતે સતત કાર્યરત રહ્યા તે આશા અને હકારાત્મકતાનાં સંદેશ સાથેની પેન્ડેમીક દરમ્યાન તેમની કામગીરીને સમર્પિત છે .