રાજ્યમાં પાંચ દિવસ રહેશે વરસાદી માહોલ, આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

0
23
રાજ્યમાં હાલ 21 તાલુકા એવા છે જેમાં બિલકુલ વરસાદ પડ્યો નથી. રાજ્યના 172 તાલુકામાં 0થી 50 એમ.એમ. વરસાદ પડ્યો છે
રાજ્યમાં હાલ 21 તાલુકા એવા છે જેમાં બિલકુલ વરસાદ પડ્યો નથી. રાજ્યના 172 તાલુકામાં 0થી 50 એમ.એમ. વરસાદ પડ્યો છે

ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે પરંતુ દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોના બાદ કરતા હજી સુધી જોઈએ તેવો વરસાદી માહોલ જામ્યો નથી. બીજી તરફ હવામાન વિભાગે રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ રહેવાની આગાહી કરી છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે આગામી પાંચ દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે. રાજ્યમાં 24મી જૂનથી વરસાદનું જોર વધશે. બીજી તરફ રાજ્યમાં હાલ 21 તાલુકા એવા છે જેમાં બિલકુલ વરસાદ પડ્યો નથી.ક્યાં ક્યાં વરસાદ પડશે: હવામાન વિભાગના કહેવા પ્રમાણે 24 જૂનના રોજ સુરત, તાપી, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી છે. 25 જૂનના રોજ સુરત, ડાંગ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ દીવમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.ગુજરાતમાં 24 કલાકમાં વરસાદ: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 30 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાંથી સૌથી વધારે વરસાદ સાબરકાંઠાના વિજયનગરમાં 42 એમ.એમ. પડ્યો છે. અમદાવાદના વિરમગામમાં 23 એમ.એમ. વરસાદ પડ્યો છે. અરવલ્લીના મોડાસામાં 19 એમ.એમ. વરસાદ પડ્યો છે. સાબરકાંઠાના પોસીનામાં 15 એમ.એમ. વરસાદ પડ્યો છે.