Thursday, August 13, 2026
HomeSportsTokyo Olympics: ભારતીય બોક્સર લવલીના બોરગોહેને ક્વાર્ટર ફાઇનલ માટે ક્વોલીફાય

Tokyo Olympics: ભારતીય બોક્સર લવલીના બોરગોહેને ક્વાર્ટર ફાઇનલ માટે ક્વોલીફાય

Date:

Related stories

અમદાવાદના લલિત પટેલે બેંગકોકમાં વર્લ્ડ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ત્રણ...

અમદાવાદ: એક મહત્વપૂર્ણ સિદ્ધિમાં, અમદાવાદ સ્થિત એથ્લીટ લલિત પટેલે...

ભારતીય મહિલાઓની નાણાકીય સફરના દરેક મહત્વપૂર્ણ તબક્કામાં મદદ કરવા...

ઓગસ્ટ, 2026 : આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સે મહિલાઓ માટે...

સનશાઇન પિક્ચર્સ લિમિટેડનો આઈપીઓ મંગળવાર, 18 ઓગસ્ટ, 2026ના રોજ...

• પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેર...

ભારતના મીડ-કેપ ક્ષેત્રમાં લાંબા ગાળાની વૃદ્ધિની સંભાવના શા માટે...

ભારતીય ઇક્વિટી બજારો 2026 દરમિયાન અત્યાર સુધી સ્થિર રહ્યા...

ગૌરવ વર્માની અવાનિકા ફિલ્મ્સે ‘પ્રેમ કીટાણુ’ની જાહેરાત કરી, 2...

નિર્માતા ગૌરવ વર્માના નવા બેનર અવાનિકા ફિલ્મ્સે ફર્સ ફિલ્મ્સ...

વિશ્વ અંગદાન દિવસ (13 ઓગસ્ટ) નિમિત્તે માનવતાનો અનોખો સંદેશ:...

સ્ટર્લિંગ હોસ્પિટલ, ગુરુકુલ, અમદાવાદમાં સફળ ઇન્ટરફેઇથ કિડની સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ;...

   ટોક્યો: ટોક્યો ઓલિમ્પિકનો આજે પાંચમો દિવસ છે. મંગળવારે ભારતની મંગળ શરૂઆત થઈ હતી. હોકીના મુકાબલામાં ભારતે સ્પેનને 3-0થી હાર આપી હતી. ભારતે આજની મેચમાં જોરદાર પ્રદર્શન કરીને સ્પેનને હરાવ્યું હતું. જે બાદ અમુક રમતમાં નિષ્ફળતા બાદ ભારતીય એથલિટને વધુ એક સફળતા મળી છે.ભારતીય મહિલા બોક્સર લવલિના બોગોહેને ટોક્યો ઓલિમ્પિકમાં 69 કિલોગ્રામ ભારવર્ગની ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવું લીધું છે. આ મેચમાં તેણે જર્મનીની એપેટેઝ નેદિનને 3-2થી હાર આપી છે. જો લવલિના સેમીફાઈનલમાં પહોંચશો તો તેનો બ્રોન્ઝ મેડલ પાક્કો છે. ક્વાર્ટર ફાઈનલની મેચ 30 જુલાઈ રમાશે.અમેરિકા 8 ગોલ્ડ, 3 સિલ્વર અને 8 બ્રોન્ઝ સહિત કુલ 19 મેડલ સાથે પ્રથમ ક્રમે છે. જ્યારે ચીન 7 ગોલ્ડ, 4 સિલ્વર, 7 બ્રોન્ઝ મળી કુલ 18 મેડલ સાથે બીજા  ક્રમે છે. ભારત એક સિલ્વર મેડલ સાથે 39મા ક્રમે છે.હોકીના મુકાબલામાં ભારતે સ્પેનને 3-0થી હાર આપી હતી. ભારતે આજની મેચમાં જોરદાર પ્રદર્શન કરીને સ્પેનને હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાના આક્રમણ અને મજબૂત ગોલ ડિફેન્સ સામે હરીફ ટીમ ખાસ દેખાવ કરી શકી નહોતી. ભારતની જીતમાં રૂપિંદર પાલ, સિમરનજીતે મહત્વૂપ્ણ ભૂમિકા નીભાવી હતી, રૂપિંદરપાલે બે અને સિમરનજીતે એક ગોલ કર્યો હતો. આ પહેલા ભારતની બીજી હોકી મેચમાં ઓસ્ટ્રેલિયા સામે 7-1થી ભૂંડી હાર થઈ હતી. પ્રથમ મેચમાં ભારતીય ટીમે ન્યૂઝિલેન્ડને 3-2થી હાર આપી હતી.ઓસ્ટ્રેલિયા સામે રંગમાં ન જોવા મળેલી ટીમ આજે અલગ અંદાજમાં રમી હતી. આ મેચમાં ભારતે શાનદાર પ્રદર્શન કરીને ગોલ કર્યા હતા. સફળ પેનલ્ટી સ્ટ્રોક લગાવ્યા અને પેનલ્ટી કોર્નરને ગોલમાં રૂપાંતરિત કર્યા હતા. ભારત તરફથી પ્રથમ ક્વાર્ટરની 14મી મિનિટમાં સિમરનજીત સિહે ગોલ કર્યો હતો. જે બાદ ભારતને એક પેનલ્ટી કોર્નર પણ મળ્યો હતો. બીજા અને ત્રીજા ક્વાર્ટરમાં બંને ટીમો એક પણ ગોલ કરી શકી નહોતી. જ્યારે ચોથા ક્વાર્ટરમાં ભારત તરફથી રૂપિંદર પાલ સિંહે 51મી મિનિટમાં ગોલ કરીને ભારતને 3-0ની લીડ અપાવી હચી. જે બાદ ભારતે સ્પેનને 3-0થી હાર આપી હતી.

અમદાવાદના લલિત પટેલે બેંગકોકમાં વર્લ્ડ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ત્રણ...

અમદાવાદ: એક મહત્વપૂર્ણ સિદ્ધિમાં, અમદાવાદ સ્થિત એથ્લીટ લલિત પટેલે...

ભારતીય મહિલાઓની નાણાકીય સફરના દરેક મહત્વપૂર્ણ તબક્કામાં મદદ કરવા...

ઓગસ્ટ, 2026 : આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સે મહિલાઓ માટે...

સનશાઇન પિક્ચર્સ લિમિટેડનો આઈપીઓ મંગળવાર, 18 ઓગસ્ટ, 2026ના રોજ...

• પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેર...

ભારતના મીડ-કેપ ક્ષેત્રમાં લાંબા ગાળાની વૃદ્ધિની સંભાવના શા માટે...

ભારતીય ઇક્વિટી બજારો 2026 દરમિયાન અત્યાર સુધી સ્થિર રહ્યા...

ગૌરવ વર્માની અવાનિકા ફિલ્મ્સે ‘પ્રેમ કીટાણુ’ની જાહેરાત કરી, 2...

નિર્માતા ગૌરવ વર્માના નવા બેનર અવાનિકા ફિલ્મ્સે ફર્સ ફિલ્મ્સ...

વિશ્વ અંગદાન દિવસ (13 ઓગસ્ટ) નિમિત્તે માનવતાનો અનોખો સંદેશ:...

સ્ટર્લિંગ હોસ્પિટલ, ગુરુકુલ, અમદાવાદમાં સફળ ઇન્ટરફેઇથ કિડની સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ;...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here