Friday, September 18, 2026
Homenationalવંદે ભારતમ્ શોનું લાઇવ પ્રસારણ થશે : ગૌતમ અદાણીનાં રાષ્ટ્રવ્યાપી ઇનોવેશન અભિયાનનું...

વંદે ભારતમ્ શોનું લાઇવ પ્રસારણ થશે : ગૌતમ અદાણીનાં રાષ્ટ્રવ્યાપી ઇનોવેશન અભિયાનનું 29 ઓગસ્ટથી NDTVની તમામ ચેનલો પર પ્રસારણ

Date:

Related stories

બેંક ઓફ બરોડાએ એનું અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મ, AI-સંચાલિત...

bob વર્લ્ડ 2.0 સંવાદ-આધારિત બેંકિંગ, પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હાયપર-પર્સનલાઇઝેશન...

રેમન્ડ લિમિટેડની એરોસ્પેસ પેટાકંપનીએ ભારતની અગ્રણી એરોસ્પેસ અને ડિફેન્સ...

આ કાર્યક્રમોમાં પ્રિસિઝન મશીનિંગ,એરોસ્પેસ કાસ્ટિંગ્સ, સ્ટ્રક્ચરલ ઘટકો અને જટિલ...

એશિયન ગેમ્સ 2026 માટે મારવાડી યુનિવર્સિટીના ચાર ખેલાડીઓની ભારતીય...

રાજકોટ, 15 સપ્ટેમ્બર 2026: જાપાનના આઇચી-નાગોયામાં 19 સપ્ટેમ્બરથી 4...

દુબઈ ટુરિઝમમાં ફરી આવી ઝડપ, અરેબિયન ટ્રાવેલ માર્કેટ 2026...

• હોટેલ ક્ષેત્રે મજબૂત પ્રદર્શન કર્યું; DET અને તેના...

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ ગુજરાતની...

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

• શ્રી ગૌતમ અદાણીની રાષ્ટ્રવ્યાપી પહેલ વંદે ભારતમ્ 29 ઓગસ્ટ, શનિવારે ટેલીવિઝન પર પહેલી વાર પ્રસારિત થશે, જેનું NDTV પ્રોફિટ, NDTV (ઇંગ્લિશ) અને NDTV ઇન્ડિયા પર એકસાથે પ્રસારણ થશે
• આ શો 10 એપિસોડમાં પ્રસારિત થશે, જેમાં પ્રીમિયર એટલે કે પહેલો એપિસોડ અને ફિનાલેનો એપિસોડ 45-45 મિનિટનો હશે તથા સાપ્તાહિક એપિસોડ 25 મિનિટના હશે, જે 17 સપ્ટેમ્બરના રોજ ગ્રાન્ડ ફિનાલમાં પૂર્ણ થશે
• પ્રસિદ્ધ અભિનેતા અને સ્ટાર શ્રી રાજીવ ખંડેલવાર શોના બ્રાન્ડ એમ્બેસેડર અને હોસ્ટ હશે, જેઓ ભારતના પાયાના ઇનોવેટરો અને ઉદ્યોગસાહસિકોની વિવિધ પ્રેરક સ્ટોરી રાષ્ટ્રીય ટેલીવિઝનના દર્શકો સામે રજૂ કરશે
• ટેલીવિઝન પ્રસારણ પહેલ માટે આગામી પગલું બનશે, જેને દેશના 800થી વધારે જિલ્લા આવરી લેતા તમામ 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો તથા દુનિયાના 37 દેશોમાંથી ભારતીય ઇનોવેટરો, ઉદ્યોગસાહસિકો અને સમસ્યા શોધતા લોકો પાસેથી 26,000થી વધારે અરજીઓ મળી છે
નવી દિલ્હી, 29 ઓગસ્ટ, 2026 : ભારતના પાયાના ઇનોવેટરો અને ઉદ્યોગસાહસિકોને શોધવા અને તેમની પ્રતિભાઓને સમગ્ર દેશ સામે રજૂ કરવા શ્રી ગૌતમ અદાણીની રાષ્ટ્રવ્યાપક પહેલ વંદે ભારતમ્ 29 ઓગસ્ટના રોજ ટેલીવિઝન પર શરૂ થઈ રહ્યો છે. આ શો એકસાથે NDTVની એકસાથે ત્રણ પહેલો – NDTV પ્રોફિટ, NDTV (ઇંગ્લિશ) અને NDTV ઇન્ડિયા પર પ્રસારિત થશે તથા દેશભરમાં લિવિંગ રૂમો સુધી ભારતના સૌથી વધારે પ્રતિભાશાળી ઉદ્યોગસાહસિકોની સ્ટોરી પહોંચશે.
45 મિનિટ લાંબો પ્રથમ એપિસોડ 29 ઓગસ્ટને NDTV પ્રોફિટ પર સાંજે 7:30 વાગે NDTV (ઇંગ્લિશ) પર સાંજે 7:00 અને NDTV ઇનડ્યા પર રાત્રે 10:00 વાગે પ્રસારિત થશે. ત્રણ ચેનલો પર એ જ રાત્રે અને આગામી દિવસે એનું ફરી પ્રસારણ પર કરવામાં આવશે. ત્યાર બાદ સપ્ટેમ્બરમાં નિયમિત શીડ્યુલ અંતર્ગત 25-25 મિનિટના એપિસોડ પ્રસારિત થશે તથા 17 સપ્ટેમ્બરના રોજ 45 મિનિટનો સ્પેશ્યલ ગ્રાન્ડ ફિનાલે પ્રસારિત થશે.
પ્રસિદ્ધ અભિનેતા, હોસ્ટ અને ઉદ્યોગસાહસિક શ્રી રાજીવ ખંડેલવાલ આ શોનો એમ્બેસેડર અને હોસ્ટ હશે. ટેલીવિઝન, સિનેમા અને ડિજિટલ પ્લેટફોર્મ પર પોતાના કામ માટે પ્રસિદ્ધ ખંડેલવાલ હોસ્ટિંગનો અનુભવ અને દર્શકો સાથે જોડાણ લઈને આવ્યો છે. આ શો મોટા શહેરો, વિકસતાં શહેરો, નાનાં નગરો અને ગ્રામીણ વિસ્તારોના ઇનોવેટરોની પૃષ્ઠભૂમિની સ્ટોરી દર્શાવશે.
ટેલીવિઝન પર પ્રસારણથી વંદે ભારતમની પહોંચ મહત્તમ સ્તરે પહોંચી જશે. 24 જૂનના રોજ vandebharatam.org પર અરજીઓ મળવાની શરૂઆત થયા પછી અત્યાર સુધી આ પહેલમાં ભારતના તમામ 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો તથા 800થી વધારે જિલ્લા સાથે દુનિયાભરના 37 દેશોમાં રહેતા ભારતીયોએ પણ ભાગ લીધો છે. અનેક તબક્કા ધરાવતી પ્રક્રિયા મારફતે પસંદ થયેલા ફાઇનલિસ્ટ એક અઠવાડિયા અગાઉ માર્ગદર્શન અને ઉદ્યોગ સાથે સંવાદના કાર્યક્રમ માટે અમદાવાદ ગયા હતા. ત્યાર બાદ તેમાં શ્રેષ્ઠ લોકો સાથે ગ્રાન્ડ ફિનાલેમાં શ્રી ગૌતમ અદાણી પોતે મંચ પર આવ્યા હતા.
શો ઓન-એર થયો એ અગાઉ અદાણી ગ્રૂપના ચેરમેન શ્રી ગૌતમ અદાણીએ કહ્યું હતું : “જ્યારે અમે વંદે ભારતમ્ શરૂ કર્યો હતો, ત્યારે અમારો ઉદ્દેશ એવા ઇનોવેટરો અને ઉદ્યોગસાહસિકોને શોધવાનો હતો, જે વિશે ભારતે હજુ સુધી સાંભળ્યું નથી. હવે ટેલીવિઝન અમે તેમની વિવિધ સ્ટોરી દેશના દરેક ઘર સુધી પહોંચવાની તક આપે છે. આ શો ફક્ત સફળતા વિશે નથી, પરંતુ કશું શરૂ કરવા માટે જે સાહસની જરૂર હોય છે એની સાથે સંબંધિત છે. મને આશા છે કે, તેને જોનાર દરેક યુવાનને સ્ક્રીન પર જોનાર લોકોમાં પોતાની ઝાંખી મળશે અને મને આશા છે કે, નાનાં શહેર કે ગામના દરેક દર્શકને અહેસાસ હશે કે ભારતમાં પરિવર્તનનો પવન ફૂંકનાર આગામી વિચાર તેમની પાસેથી જ મળી શકે છે.”
વંદે ભારતમ્ પહેલને શ્રી ગૌતમ અદાણીએ 24 જૂનના રોજ અમદાવાદમાં પોતાના 64મા જન્મદિવસના પ્રસંગે લોંચ કર્યો હતો. આનો ઉદ્દેશ એવા ઉદ્યોગસાહસિકો અને સમાધાન શોધતા લોકોને શોધવાનો હતો, જેમના વિચારોને ઓળખ, પીઠબળ અને એક મોટું પ્લેટફોર્મ મળવું જોઈએ. જ્યારે આ શો 29 ઓગસ્ટના રોજ પ્રીમિયર થાય, ત્યારે સંપૂર્ણ ભારતના દર્શકો પહેલી વાર આ પહેલના મુખ્ય ઇનોવેટરોને મળી શકશે – તેમની સફર, તેમના વિચારો અને તેમના ભરોસા વિશે જાણી શકશો, જે તેમને રાષ્ટ્રીય મંચ સુધી લાવ્યો છે.
બ્રોડકાસ્ટનું પ્રસારણ — વંદે ભારતમ્
ટીવી પ્રીમિયર (એપિસોડ 1, 45 મિનિટ) — 29 ઓગસ્ટ, 2026 (શનિવાર)
NDTV પ્રોફિટ : સાંજે 7:30 વાગે (પુનઃપ્રસારણ રાત્રે 10:00 વાગે) | NDTV ઇંગ્લિશ : સાંજે 7:00 વાગે (પુનઃપ્રસારણ બપોરે 3:00 વાગે) | NDTV ઇન્ડિયા : રાત્રે 10:00 વાગે (પુનઃપ્રસારણ બપોરે 1:00 વાગે)
એપિસોડ 2–9 (દરેક એપિસોડ 25 મિનિટ) — 30 ઓગસ્ટથી 16 સપ્ટેમ્બર, 2026
NDTV પ્રોફિટ : સાંજે 7:30 વાગે (પુનઃપ્રસારણ રાત્રે 10:00 વાગે) | NDTV ઇંગ્લિશ : સાંજે 7:30 વાગે (પુનઃપ્રસારણ બપોરે 3:30 વાગે) | NDTV ઇન્ડિયા : રાત્રે 10:00 વાગે (પુનઃપ્રસારણ બપોરે 1:30 વાગે)
ગ્રાન્ડ ફિનાલે (એપિસોડ 10, 45 મિનિટ) — 17 સપ્ટેમ્બર, 2026 (ગુરુવાર)
NDTV પ્રોફિટ : સાંજે 7:30 વાગે (પુનઃપ્રસારણ રાત્રે 10:00 વાગે) | NDTV ઇંગ્લિશ : 7:00 PM (પુનઃપ્રસારણ બપોરે 3:00 વાગે) | NDTV ઇન્ડિયા : રાત્રે 10:00 વાગે (પુનઃપ્રસારણ બપોરે 1:00 વાગે)

બેંક ઓફ બરોડાએ એનું અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મ, AI-સંચાલિત...

bob વર્લ્ડ 2.0 સંવાદ-આધારિત બેંકિંગ, પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હાયપર-પર્સનલાઇઝેશન...

રેમન્ડ લિમિટેડની એરોસ્પેસ પેટાકંપનીએ ભારતની અગ્રણી એરોસ્પેસ અને ડિફેન્સ...

આ કાર્યક્રમોમાં પ્રિસિઝન મશીનિંગ,એરોસ્પેસ કાસ્ટિંગ્સ, સ્ટ્રક્ચરલ ઘટકો અને જટિલ...

એશિયન ગેમ્સ 2026 માટે મારવાડી યુનિવર્સિટીના ચાર ખેલાડીઓની ભારતીય...

રાજકોટ, 15 સપ્ટેમ્બર 2026: જાપાનના આઇચી-નાગોયામાં 19 સપ્ટેમ્બરથી 4...

દુબઈ ટુરિઝમમાં ફરી આવી ઝડપ, અરેબિયન ટ્રાવેલ માર્કેટ 2026...

• હોટેલ ક્ષેત્રે મજબૂત પ્રદર્શન કર્યું; DET અને તેના...

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ ગુજરાતની...

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here