Sunday, October 11, 2026
HomeGujaratગાંધીનગર: પોલીસની આત્મહત્યામાં મોટો વળાંક, સુસાઇડ નોટમાં લખ્યુ, 'પત્ની સાથેના અંગત પળોનો...

ગાંધીનગર: પોલીસની આત્મહત્યામાં મોટો વળાંક, સુસાઇડ નોટમાં લખ્યુ, ‘પત્ની સાથેના અંગત પળોનો વીડિયો ઉતારી વાયરલ કર્યો’

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

 સુરેન્દ્રનગર: મૂળી તાલુકાના સરાના વતની અને ગાંધીનગર આઇબીમાં ફરજ બજાવતા પોલીસ જવાન દીપકસિંહ નરેન્દ્રસિંહ પરમારે કથિત રીતે અધિકારીઓના ત્રાસથી આત્મહત્યા કરતા સમગ્ર પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો. જ્યારે મૃતક પોલીસ કર્મચારીના મૃતદેહને પીએમ અર્થે સુરેન્દ્રનગર લાવવામાં આવ્યો હતો. તેમજ મૃતક પોલીસ કર્મચારી પાસેથી સ્યુસાઈડ નોટ પણ મળી આવી હતી. આ બનાવ 9 જાન્યુઆરીના રોજ બન્યો હતો. જેમાં અકસ્માતે મોતનો ગુનો દાખલ થયો હતો. આ આત્મહત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે.

દીપકસિંહ પરમારે આત્મહત્યા કરતાં પહેલાં લખેલી સુસાઇડ નોટ સામે આવી છે. જેમાં તેમણે પોતે આત્મહત્યા કરવાના કેટલાક ચોંકાવનારા આક્ષેપો કર્યા છે. 

મૃતકની સ્યુસાઇડ નોટ નીચે પ્રમાણે છે.

જય માતાજી,

પ્રતિશ્રી માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સાહેબ તથા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી,

હું દીપકસિંહ નરેન્દ્રસિંહ પરમાર હાલ ગામ સરા સરકારી દવાખાના ખાતે મારાં માતા-પિતા પાસે આવેલો હતો.હું ગાંધીનગર ખાતે C.I.D. IBમાં ફરજ બજાવું છું. મને અને મારા પરિવારને હેરાન કરવા તથા મારી પત્નીના નગ્ન વીડિયો અને અમારા આખા ઘરમાં નેટવર્ક ફિટ કરી અમારી અંગત પળોનો વીડિયો ઉતારી વાઇરલ કર્યો છે અને મને માનસિક ત્રાસ આપે છે, જેનું નામ D.K.RANA. IBમાં ફરજ બજાવે છે. તેની સાથે ભારતીબેન તથા નિશા AIO મને મારી નાખવાની ધમકી તથા મારી પત્નીની અંગત પળો ઉતારેલી છે, જેથી હું આત્મ હત્યા કરું છું.

પોતાના ઘરે જ ફાંસો ખાધો હતો

નોંધનીય છે કે, દિપકસિંહે પોતાના ઘરે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરતા મોત નિપજ્યું હતું. જે બાદ દિપકસિંહને તાત્કાલીક ધ્રાંગધ્રા હોસ્પિટલે લઇ જવામાં આવ્યા હતા. પરંતુ ફરજ પરના ડોકટરે તેમને મૃત જાહેર કર્યા હતા. જે બાદ મૃતદેહને પીએમ માટે સુરેન્દ્રનગરની મુખ્ય સરકારી ગાંધી હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો. જ્યારે પ્રાથમિક તપાસમાં એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here