Saturday, August 29, 2026
HomePolitics'3 વર્ષ શું કરી રહ્યા હતા..' વિધાનસભાથી મંજૂર બિલોને લટકાવી રાખતાં રાજ્યપાલ...

‘3 વર્ષ શું કરી રહ્યા હતા..’ વિધાનસભાથી મંજૂર બિલોને લટકાવી રાખતાં રાજ્યપાલ પર સુપ્રીમકોર્ટ બગડી

Date:

Related stories

‘ઝી’ અને ગૂગલ એ લોકપ્રિય ઝી ટીવીના કાલ્પનિક શોમાં...

ઓગસ્ટ 2026: સમગ્ર ભારતમાં સૌથી અર્થપૂર્ણ કહી શકાય તેવા...

વંદે ભારતમ્ શોનું લાઇવ પ્રસારણ થશે : ગૌતમ અદાણીનાં...

• શ્રી ગૌતમ અદાણીની રાષ્ટ્રવ્યાપી પહેલ વંદે ભારતમ્ 29...

ભારતમાં સૌપ્રથમ યામાહા YZF-R2 વૈશ્વિક સ્તરે પદાર્પણ કરે છે;...

• YZF-R2 ભારતમાં Rs. 2,30,500 રૂપિયામાં લોન્ચ થયું; 3...

ગોદરેજ પ્રોપર્ટીઝ અને ઝીન્ટિયોએ ભારતના લૉ-કાર્બન કન્સ્ટ્રક્શન મટિરિયલ્સને વેગ...

ગોદરેજ પ્રોપર્ટીઝ (જીપીએલ)ની નવી સીએસઆર પહેલ, જે લૉ-કાર્બન મટિરિયલ...

સેલર્સને એઆઈ -સંચાલિત ટૂલ્સ અને નિષ્ણાત એડવર્ટાઇઝિંગ સપોર્ટ સાથે...

ભારતનું દેશી ઈ-કોમર્સ માર્કેટપ્લેસ, ફ્લિપકાર્ટે 'સારથિ' લોન્ચ કરવાની જાહેરાત...

રક્ષાનાં બંધનથી બંધાયેલ શ્રીકૃષ્ણ એ દ્રૌપદીનું ચીરહરણ થયુ ત્યારે...

સદગુરુ કૃપા હી કેવલમ.રક્ષાબંધનપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. રક્ષાનાં બંધનથી બંધાયેલ...

નવી દિલ્હી : વિધાનસભામાંથી બિલ પસાર થયા બાદ મંજૂરી માટે રાજ્યપાલને મોકલવામાં આવે છે અને ત્યાં આ બિલને અટકાવી રાખવામાં આવતાં સુપ્રીમકોર્ટે તમિલનાડુના ગવર્નર અંગે આકરી પ્રતિક્રિયા આપી હતી. કોર્ટે સોમવારે સુનાવણી દરમિયાન કહ્યું કે આ બિલ 2020થી પેન્ડિંગ છે. છેવટે તમે ત્રણ વર્ષથી શું કરી રહ્યા હતા? કેરળ અને પંજાબના કેસમાં પણ સુપ્રીમકોર્ટે આવા જ કેસમાં સુનાવણી કરી હતી. કોર્ટે પૂછ્યું કે શું ગવર્નર વિધાનસભાને બિલ પરત મોકલ્યાં વિના તેને રોકી રાખી શકે છે. કોર્ટની આ ટિપ્પણી ગવર્નર આર.એન.રવિ તરફથી 10 બિલ પાછા સરકારને મોકલ્યાં બાદ આવી છે. ગવર્નર આર.એન.રવિએ જે 10 બિલ પરત કર્યા હતા તેમાંથી 2 તો અગાઉની એઆઈએડીએમકે સરકાર દ્વારા મંજૂર કરાયા હતા. તેને લઈને સુપ્રીમકોર્ટે કડક ટિપ્પણી કરતાં પૂછ્યું કે આખરે ત્રણ વર્ષ સુધી તમે બિલને દબાવી કેમ બેઠાં હતા? તેનું શું કરી રહ્યા હતા? ગવર્નર તરફથી બિલ પરત કરાયા બાદ વિધાનસભાએ શનિવારે ફરી વિશેષ સત્ર બોલાવ્યો હતો. આ સત્રમાં તમામ 10 બિલ ફરી પસાર કરાયા અને ગવર્નરે મંજૂરી માટે ફરી મોકલી દેવાયા. ઉલ્લેખનીય છે કે પંજાબના ગવર્નર બનવારી લાલ પુરોહિતને પણ ગત અઠવાડિયે સુપ્રીમકોર્ટે નસીહત કરી હતી કે સરકાર સાથે મળીને કામ કરે. ચીફ જસ્ટિસ ડી.વાય.ચંદ્રૂડની બેન્ચે કહ્યું હતું કે ગવર્નર કોઈ ચૂંટાયેલી સરકાર નથી. તેમણે સરકાર સાથે મળીને કામ કરવું જોઈએ અને આવા કેસ અમારા સુધી આવવા જ ન જોઈએ. સોમવારે તમિલનાડુના કેસમાં બેન્ચે કહ્યું કે એસેમ્બલીએ બિલ ફરી મંજૂરી કરી દીધા છે અને હવે તે મંજૂરી માટે ગવર્નર પાસે મોકલાયા છે. હવે જોવાનું એ છે કે ગવર્નર શું કરે છે? હવે આ કેસમાં 1 ડિસેમ્બરે આગામી સુનાવણી થશે.

‘ઝી’ અને ગૂગલ એ લોકપ્રિય ઝી ટીવીના કાલ્પનિક શોમાં...

ઓગસ્ટ 2026: સમગ્ર ભારતમાં સૌથી અર્થપૂર્ણ કહી શકાય તેવા...

વંદે ભારતમ્ શોનું લાઇવ પ્રસારણ થશે : ગૌતમ અદાણીનાં...

• શ્રી ગૌતમ અદાણીની રાષ્ટ્રવ્યાપી પહેલ વંદે ભારતમ્ 29...

ભારતમાં સૌપ્રથમ યામાહા YZF-R2 વૈશ્વિક સ્તરે પદાર્પણ કરે છે;...

• YZF-R2 ભારતમાં Rs. 2,30,500 રૂપિયામાં લોન્ચ થયું; 3...

ગોદરેજ પ્રોપર્ટીઝ અને ઝીન્ટિયોએ ભારતના લૉ-કાર્બન કન્સ્ટ્રક્શન મટિરિયલ્સને વેગ...

ગોદરેજ પ્રોપર્ટીઝ (જીપીએલ)ની નવી સીએસઆર પહેલ, જે લૉ-કાર્બન મટિરિયલ...

સેલર્સને એઆઈ -સંચાલિત ટૂલ્સ અને નિષ્ણાત એડવર્ટાઇઝિંગ સપોર્ટ સાથે...

ભારતનું દેશી ઈ-કોમર્સ માર્કેટપ્લેસ, ફ્લિપકાર્ટે 'સારથિ' લોન્ચ કરવાની જાહેરાત...

રક્ષાનાં બંધનથી બંધાયેલ શ્રીકૃષ્ણ એ દ્રૌપદીનું ચીરહરણ થયુ ત્યારે...

સદગુરુ કૃપા હી કેવલમ.રક્ષાબંધનપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. રક્ષાનાં બંધનથી બંધાયેલ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here